ધોળા વાળને આ ઉપાય થી કરો કાળા, વાળ એવા થઇ જશે કે લોકો પૂછતા નહીં થાકે, આજે જ જાણીલો આ અચૂક ઉપાય…

Spread the love

સફેદ વાળ થવા એ અત્યારના લોકોની એક મોટી સમસ્યાઓ થઈ ગઈ છે. તેનાથી આપણે સમાજમાં રહેવા માટે થોડી શરમ અનુભવીએ છીએ. અત્યારે નાની ઉમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. તેથી આપણે વાળને કાળા કરવા માટે કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરીએ છીએ. તેના લીધે શરીરમાં બીજી કેટલીક સમસ્યાઑ થાય છે. અત્યારના લોકોની ખાણીપીણી ને લીધે વાળ સફેદ થવાની સમસ્યા વધતી જાય છે. તેના માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા ખૂબ જરૂરી છે.

નાળિયેર તેલ અને મહેંદી ના પાનનો ઉપયોગ :

નાળિયેરનું તેલ અને મહેંદીના પાન સફેદ વાળને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી વાળના મૂળિયાં મજબૂત બને છે. તેના પાનમાં થોડું નાળિયેર તેલ ગરમ કરીને વાળના મૂળિયાંમાં લગાવવું જોઈએ. થોડા સમય તેને રાખીને વાળ શેમ્પૂથી ધોઈ નાખવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી વાળ સફેદ થતાં અટકે છે.

એરંડા અને સરસવનું તેલ ઉપયોગી:

આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે જેવા તત્વો સરસવના તેલમાં હોય છે. તે વાળ સુંદર રાખવા માટે ખૂબ ઉપયોગી છે.એરંડિયાના તેલમાં ખૂબ પ્રમાણમા પ્રોટીન હોય છે. તેનાથી વાળ તૂટતાં અટકે છે. સરસવનું અને એરંડાનું તેલ મિક્સ કરીને તેને ગરમ કરીને તેને ઠંડુ થયા પછી તેને વાળમાં માલિશ કરવું જોઈએ. તેને થોડી વાર રાખીને તેને શેમ્પુથી ધોઈ નાખવું જોઈએ. નિયમિત તેનું સેવન કરવાથી વાળ સફેદ થતાં અટકે છે.

નાળિયેર તેલ અને આમળા:

આમળા વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન સી રહેલા હોય છે. તેના પાવડરને નાળિયેર તેલમાં ઉમેરીને તેને ગરમ કરવું જોઈએ. તે ઠંડુ થયા બાદ વાળના મૂળિયામાં માલિશ કરવું જોઈએ. તેને સાંજે લગાવીને બીજા દિવસે સવારે શેમ્પૂથી વાળ ધોઈ નાખવા જોઈએ. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.

ઓલિવ અને કાળા બીજ તેલ :

સફેદ વાળ થતાં અટકાવવા માટે વરિયાળી અને ઓલિવ તેલ મિક્સ કરીને લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. વરિયાળીને અને તેલને મિક્સ કરીને તેને મૂળિયાંમાં લગાવીને રાખી દેવું ત્યારબાદ તેને થોડા સમય પછી ધોઈ નાખવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી વાળને ખૂબ ફાયદો થાય છે. વાળ સફેદ થવાની સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *