ધારીની આ ગુજ્જુ ગર્લ બોલીવુડમાં ઝળહળી, તાપસી પન્નું સાથે મળ્યો કામ કરવાનો મોકો, જાણો તેના સોફ્ટવેર એન્જીનીયરીંગ ની ડીગ્રી થી લઈને અભિનય સુધીની સફર…

Spread the love

રશ્મિ રોકેટ ફિલ્મનું શૂટિંગ હાલ ગુજરાતના ભુજમાં થઈ રહ્યું છે. તે ફિલ્મ ડાયરેક્ટર આકાશ ખુરાના અને આર.એસ.વી.પી. પ્રોડકશન છે. તેમાં તાપસી પન્નું, સુપ્રિયા પાઠક, ચિરાગ વોરા જેવા ઘણા જાણીતા અભિનય કરી રહ્યા છે. તેની સાથે સૌરાષ્ટ્રની વાતની પ્રિયંકા પટેલ પણ તેની સાથે અભિનય કરતી જોવા મળશે.

અનેક વેબસિરીઝમા અને ફિલ્મમા કામ કરી રહેલી અભિનેત્રી રાધિકા આપ્ટેના ઘણા ચાહકો છે. તેના અભિનયને બૉલીવુડ અને હોલીવુડની ઈન્ડસ્ટ્રી પણ વખાણ કરી રહી છે. થોડા સમય પહેલા આ અભિનેત્રી જેવી જ દેખાતી ગુજરાતની એક છોકરી પ્રિયંકા પટેલ ઘણી ચર્ચાનુ કેન્દ્ર બની હતી. રાધિકા અને પ્રિયંકા વચ્ચે ઘણી સમાનતા છે. એ જેવી દેખાતી આ બંને છોકરીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.

અત્યારે પ્રિયંકા ચંદ્રેશ ભટ્ટ નિર્મિત ગૌરવ પાસવાન, ઈશા કંસાર અને દીક્ષા જોશી સાથે એક ફિલ્મમા કામ કરી રહી છે. તે સૉફ્ટવેર એંજિનિયર, મોડલ અને અભિનેત્રી છે. તે રોકેટ રશ્મિમા ચિરાગ વોરા સાથે થોડા સમય માટે એક સીન માટે જોવામા આવશે. ચિરાગ વોરા હાલમાં રીલીઝ થયેલી “સ્કેમ ૧૯૯૨” નામની વેબ સીરિઝમાં ખૂબ સરસ અભિનય કર્યો છે.

પ્રિયંકાને અભિનીત વિરલનુ રચેલુ નાટક અંતિમ અપરાધના ૨૦૦ જેટલા શો થયેલા છે અને આને ચિત્રલેખા તરફથી તેમાથી તમને તેમા નવ જેટલા એવોર્ડ મળ્યા હતા. લોકડાઉનના સમયમા પોતાને વ્યસ્ત રાખવા માટે પ્રિયંકા પટેલે તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેમા તે ફેશન, શૈલી અને આરોગ્યને લગતા વિડીયો અપલોડ કરી રહી હતી. તે પોતે વિડિયોનું શૂટિંગ અને એડિટ કરતી હતી.

૨૬ વર્ષની પ્રિયંકાને નાનપણથી જ હાર્મોનિયમ અને તબલા વગાડવાની શોખીન છે. તેને કોલેજ સમયમાં એક્ટિંગમાં રસ લાગ્યો અને તેને અભિનયમાં પણ કોશિસ કરી હતી. પ્રિયંકા પટેલનું નામ નવુ છે, તેથી તેના વિષે આપણે થોડુ વધારે જાણીએ. તે ગુજરાતનાં અમરેલી જિલ્લાના ધારી ગામની વતની છે. તેના માતા-પિતા શિક્ષક છે. તે પોતે સૉફ્ટવેર એંજિનિયર છે. તે અત્યારે તેનો વ્યવસાય જામનગરમાં ધરાવે છે. તે સૉફ્ટવેર એંજિનિયર હોવા છતા પણ અભિનય કરી રહી છે.

અભિનય તેનું ઝૂનૂન છે. તેની કારકિર્દીમાં તેને ત્રણ શોર્ટ ફિલ્મ આપી, તેમાથી એક ખૂબ લોકપ્રિય શોર્ટ ફિલ્મ ઓખામંડળ ગુજરાતનાં જાણીતા રહયલ ભોલે સાથે કરી હતી. તેમના પસંદના અભિનેતા પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, અને વિદ્યા બાલન છે. તે ભવિષ્યમાં હિન્દી ફિલ્મો પણ કરશે. તે તેના અભિનયના દમ પર જ આગળ વધવા માંગે છે.

તેને આ ક્ષેત્રમાં ઘણા કડવા અનુભવ પણ થયા પરંતુ, તેમછતા પણ તે તેની આવડતના દમ પર આગળ વધવા માંગે છે. તે નાના ગામમાંથી આવવાથી તે તેની કારકિર્દી ધીમે ધીમે આગળ વધારવા માંગે છે. તેના પર બધા સૌરાષ્ટ્ર વાસીઓને ગર્વ છે. પ્રિયંકાની એક ગુજરાતી ફિલ્મને હિન્દીમાં ડબ પણ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *