ધારાવાહિક “રામાયણ” ના “સુગ્રીવ’ એટલે કે શ્યામ સુંદર ક્લાણી નુ મૃત્યુ

Spread the love

મિત્રો, રામાનંદ સાગરની રામાયણ મા સુગ્રીવ નુ પાત્ર ભજવનાર ક્લાકાર શ્યામ સુંદર કલાણીનુ હાલ મૃત્યુ થઇ ચૂક્યુ છે. ત્યારે રામાયણ સીરિયલ મા કાર્ય કરતા તમામ લોકોએ તેમને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રામાનંદ સાગર દ્વારા રચિત રામાયણ મા રામ નુ પાત્ર ભજવતા અરુણ ગોવિલે ટવીટ પર દુઃખ પ્રગટ કરતા મેસેજ કર્યો.

તેમણે જણાવ્યું કે ” શ્યામ સુંદરના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને ખુબ જ દુ:ખ થયુ છે. તેમણે રામાનંદ સાગર દ્વારા રચિત રામાયણમા મારી સાથે કાર્ય કર્યુ હતુ અને આ રામાયણ મા તેમણે સુગ્રીવ નુ પાત્ર ભજ્વ્યુ હતુ, તે ખૂબ જ સારા વ્યક્તિ હતા અને તેમનુ વ્યક્તિત્વ પણ ખૂબ જ પ્રભાવશાળી હતું. ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે.

મિત્રો હાલ અનેક વર્ષો પછી રામાનંદ સાગર દ્વારા રચિત પ્રખ્યાત ધારાવાહિક રામાયણ નુ દૂરદર્શન પર ફરી એકવાર રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યુ છે. ત્યારે આ રામાયણ સિરિયલના દરેક પાત્ર ફરીથી એક વાર ચર્ચામા આવ્યા છે.

વિશેષ વાત તો એ છે કે, શ્યામ સુંદર કલાણીએ પોતાના અભિનય કારકિર્દી ની શરૂઆત રામાયણ સીરિયલ થી જ કરી હતી. જો કે , રામાયણ પછી તેમને વધુ કાર્ય મળ્યુ ના હતુ. રામયણમા સુગ્રીવ નુ પાત્ર ભજવીને તેમણે લોકો ના હૃદય મા ઘર કરી લીધુ હતુ. આજે પણ અનેક લોકો તેમના આ પાત્રને યાદ કરીને તેમના મન માં તેમની સ્મૃતિ ને સજીવન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *