ધન્ય છે આ ગુજરાતી નારી કે જે ૯ માસ નુ ગર્ભ હોવા છતાં પણ કરે છે સુરત મા સફાઈ નુ કામ

Spread the love

મિત્રો, કોરોના વાયરસ ના સંક્રમણ ને વધુ પડતો ફેલાતો રોકવા માટે જ્યા સમગ્ર દેશમા લોકડાઉન જાહેર કરી દેવામા આવ્યુ છે ત્યારે અહી અમુક એવી વ્યક્તિઓ પણ છે કે જે આવા કપરા સમયમા પણ પોતાની ફરજ બજાવવા તૈયાર છે. આજે આ લેખમા એવી જ એક વીરાંગના વિશે ચર્ચા કરીશુ કે જે આ લોકડાઉન ના સમય મા પણ પોતાની ફરજ બજાવવા નુ ચુકી નથી.

એક સ્ત્રી કર્મચારી પુરા મહીને પ્રેગ્નેન્ટ હોવા છતા પણ તેનુ પોતાના કાર્ય પ્રત્યે નું સમર્પણ જરા પણ ઘટ્યુ નથી. આ સ્ત્રી એક સફાઈ કર્મચારી છે જે ગર્ભવતી હોવા છતા પણ નિયમિત દિવસના પાંચ કલાક સુરતના રસ્તાઓની સાફ-સફાઈ કરવા માટે ફાળવે છે. આજે, અમે તમને સુરતની એક એવી સ્ત્રી કર્મચારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આપણે ખરા અર્થમા કોરોના વોરિયર કહી શકીએ છીએ.

આ સ્ત્રી સફાઈ કર્મચારીનુ નામ છે નયનાબેન રમેશભાઈ પરમાર. ૨૭ વર્ષના નયનાબેન હાલ સુરત શહેરના કેનાલ રોડ પાસે આવેલા પાલનપુર જકાતનાકા વિસ્તારની ગણેશ કૃપા સોસાયટીમા તેમના કુટુંબ સાથે રહે છે. નયનાબેન ના કુટુંબ મા ટોટલ ૬ સભ્યો છે. નયનાબેને માત્ર ૭મુ ધોરણ પાસ કર્યા સુધી નો જ અભ્યાસ ધરાવે છે.

નયનાબેન ને હાલમા પ્રેગ્નન્સી નો છેલ્લો મહિનો ચાલી રહ્યો હોવા છતા પણ તેઓ નિયમિત સુરત મા સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત ને સ્વચ્છ રાખવા માટે નિયમિત પાંચ કલાક થી વધુ સમય કાર્ય કરી રહ્યા છે. વિશેષ મા નયનાબેન એ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ સામે સ્વચ્છતા અને જાગૃતતા ની જીત થશે. આ સિવાય નયનાબેન પોતાના કાર્ય દરમિયાન કોરોના વાયરસને લઈને ખુબ જ જાગૃત રહે છે.

આ ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ લોકડાઉન ના મહત્વ ને સમજે અને કોરોના વાયરસથી રક્ષણ મેળવે તેવા સંદેશ પણ આપી રહી છે. નયનાબેન એ વધુમા જણાવ્યુ કે, હાલ હુ ૯ મહિનાનો ગર્ભ ધરાવુ છુ અને છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા છે પરંતુ, ઝોન ઓફીસ બંધ હોવાના કારણે રજા લેવા જઈ શકાય નહી અને આવા કપરા સમયે મારી જાગૃકતા જેટલી મારા આવનાર બાળક પ્રત્યે છે એટલી જ અત્યારે ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે પણ છે.

એટલા માટે ઘરે રહેવાને બદલે હુ કાર્ય કરવા ઇચ્છુ છુ. મારો અભ્યાસ તો માત્ર ૭ ધોરણ સુધી નો જ છે પરંતુ, સુરત ના શહેરીજનો જે ખુબ ભણેલા-ગણેલા છે તે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર લોકડાઉનનુ પાલન કરવા માટે વિનંતી કરી રહ્યા છે. તેમ છતા આ જાહેર કરાયેલ લોકડાઉન નુ ઉલ્લંઘન કરી રહ્યા છે.

આવી વ્યક્તિઓ માત્ર એક શહેર ને જ નહી પરંતુ, સમગ્ર દેશ ને પણ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી તરફ ધકેલી શકે છે. આ માટે આવી વ્યક્તિઓ ને વિનંતી કરુ છુ કે અમે લોકો સફાઈ કર્મચારી છીએ એટલે અમારુ કાર્ય કરવુ અત્યંત આવશ્યક છે.

સૌ કોઈ ની સુરક્ષા માટે અમે મજબુર છીએ અને અમારુ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળીએ છીએ પરંતુ, તમે તો મજબુર નથી પણ મજબુત છો એટલા માટે તમને સૌ ને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે, ઘરમા રહો અને સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન નો યોગ્ય રીતે અમલ કરો. તેમા જ તમારી અને તમારા સાથે જ સમગ્ર શહેર ની સુરક્ષા પણ સંકળાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *