ઘન પ્રાપ્તિ તેમજ સફળતા માટે સોમવારે અચૂક કરવા જોઈએ આ ઉપાય, દુર થઇ જશે દરેક સમસ્યાઓ, જાણો આ ઉપાય…

Spread the love

અઠવાડિયાના બધા દિવસનું ખાસ મહત્વ હોય છે. તેમાં સોમવારનો દિવસ ભગવાન શિવને અર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે કરવામાં આવેલા ચંદ્ર ગ્રહ માટેના ઉપાયો પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે પુજા કરવાથી ભગવાન શિવા તેના ભક્ત પર પ્રસન્ન થાય છે. તેથી તે તેના ભક્તની બધી મનોકામના પૂરી કરે છે. તેના માટે ભોળાનાથના ભક્ત આ દિવસે શિવ ચાલીસા નો પાઠ કરે છે અથવા ભગવાન શિવના મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે.

એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરમાં મન અને જળનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્ર ગ્રહ સફેદ પદાર્થો સાથે વ્યવહાર કરે છે, એવુ માનવામા આવે છે કે, આ દિવસે તમારે ભગવાન શિવની પુજા-અર્ચના કરવી જોઈએ. તેની સાથે ચંદ્ર ગ્રહને લગતા કેટલાક ઉપાય કરવા ખૂબ શુભ માનવમાં આવે છે. આજે આપણે જાણીએ કે સોમવારના દિવસે કેવા ઉપાય કરવા જોઈએ.

આ દિવસે આ ઉપાય કરવા શુભ માનવમા આવે છે :

દૂધથી બનાવેલી વસ્તુ ખાવી જોઈએ :

ચંદ્ર ગ્રહની શુભ અસર મેળવા માટે તમારે સફેદ કલરની પદ્ધતિ તેમાં ખાસ કરીને દૂધથી બનેલી કોઈપણ વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ.

શિવલિંગ પર ૧૧ બિલી પત્ર ચડાવો :

તમારે ભગવાન શિવનો આ દિવસે જળ અભિષેક કરવો અને ત્યારે તમારે તલને ભેળવીને ૧૧ બીલીપત્ર સાથે પાણી ચડાવવું જોઈએ. તેનાથી જરૂર લાભ થશે. તમે જૂની માન્યતામાં વિશ્વાસ રાખો છો તમે જ્યારે શિવલિંગ પર જળ ચડાવો ત્યારે તમારે પહેલા મિશરી ચડાવવી જોઈએ. આવી પૂજાને કાયદેસર માનવામા આવે છે.

સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવો :

હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવાય છે અને તેની પુજા કરવામાં આવે છે. તેથી પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવડાવો જોઈએ તેનાથી તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. ગાયને પવિત્ર માનવામાં આવે છે તેથી ઘરમાં કે બીજી જગ્યાએ ગાય બેસે તે જગ્યા હમેશા માટે પવિત્ર બની જાય છે.

ખીરનું દાન કરવું :

આ દિવસે સફેદ વસ્તુનું દાન કરવાથી ઘણો લાભ મળે છે. તેથી સોમવારના દિવસે તમે દૂધ, દહી અથવા કોઈ સફેદ વસ્ત્રનું દાન કરવાથી ઘણા ફાયદા થાય છે. તમે ખીર બનાવીને ગરીબોમા વહેંચશો તો પણ તેનાથી તમને લાભ મળશે. આ દિવસે સફેદ વસ્ત્રનું દાન કરવાનું પણ ખૂબ શુભ માનવમાં આવે છે.

માછલીને લોટની ગોળી નાખવી :

તમારે પૈસા મેળવવા હોય ત્યારે તમારે સોમવારના દિવસે માછલીઓને લોટની ગોળી બનાવીને તેને ખવડાવો. આ કરવાથી તમને તમારા જીવનમાં ધન, યશ, કિર્તિ અને ખ્યાતિ મળશે. આ ઉપાય કરવાથી ભગવાન શિવાની કૃપાથી તમારી કુંડળી માં ચંદ્ર ગ્રહ શાંત રહે છે.

લવિંગ અને કપૂરનો ઉપાય :

તમારે આ દિવસે સવારે સન્ન કરીને પછી પૂજા કરવા માટે સ્થાન પર બેસીને ભોળાનાથની છબી અથવા તેમની મૂર્તિ સામે લવિંગ અને કપૂરને સાથે મૂકવા. તે પછી ૨૧ વાર તમારે ઓમ નમ: શિવાય મંત્રનો જ કરવો જોઈએ. તે પછી તમારી હથેલીમાં લવિંગ અને કપૂર રાખીને મુઠ્ઠી વાળવી.

આ સિવાય ભગવાન સામે તમારી બધી મુશ્કેલી જણાવવી. તે પછી ભગવાન શિવના મંદિરમાં લવિંગ અને કપૂર લઈને તેમણે શિવલિંગ પર ચડાવવું. તે પછી જળ અભિષેક કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થશે અને તમારી બધી મનોકામના પૂરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *