ધાધરથી માંડીને ત્વચાની ખંજવાળ સુધીની દરેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ દેશી ઉપચાર, આજે તમે પણ જાણો..

Spread the love

મિત્રો, ઘણીવાર આપણી ચામડીની અંદર અમુક એવા પ્રકારની સમસ્યાઓ પણ થતી હોય છે કે, જે આપણા શરીરને નિષ્ક્રિય બનાવી દે છે અને આ તમામ રોગોને દૂર કરવા માટે આપણે ઘણા બધા ખર્ચા પણ કરવા પડતાં હોય છે પરંતુ, જો તેનો આયુર્વેદિક ઈલાજ કરવામા આવે તો તેનાથી રિજલ્ટ પણ સારું આવે છે અને ખર્ચા પણ ઓછા થાય છે તો આજે આપણે એક એવી આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવીશુ કે,જેના દ્વારા આપણા શરીરમા થતી બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ.

હિંગ એ આપણા આયુર્વેદની સૌથી અસરકારક ઔષધિ માનવામાં આવે છે. તેનાથી આપણને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ ફાયદા થાય છે. હિંગ એ પેટના દરેક રોગનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે તેમજ તે ચામડીના રોગમાં પણ ફાયદાકારક છે, તો આજે આપણે જાણીશુ કે, હિંગ ચામડીના રોગમાં કેવી રીતે ફાયદાકારક છે

આપણા શરીરની અંદર પરસેવો થવાથી તેમા ફૂગ નામના કીટાણુ પેદા થાય છે, આવા કીટાણુથી આપણા શરીરની ચામડી ઉપર લાલ-લાલ નાની-નાની ફોલ્લીઓ નીકળે છે. થોડા દિવસોમા તે ફોલ્લીઓ મોટી થઈ જાય છે અને એકબીજાને જોડી દે છે, તેમા નિરંતર ખંજવાળ આવ્યા રાખે છે. ધીમે-ધીમે તે શરીરના બીજા પરસેવો થનારા ભાગ પર થાય છે. આમ, તે આપણા શરીરમા ફેલાય છે તો આ રોગ ચામડીમા થતાં દાદર, ખસ, ખૂજલીનાં લક્ષણો છે.

તો આવા રોગો ને દૂર કરવા માટે આપણે ઘરેલું આયુર્વેદિક દવા નો ઉપયોગ કરી ને આવા રોગો ને દૂર કરી શકીએ છીએ આવા રોગો ને દૂર કરવા માટે બીજા ઘણા ઉપાયો છે પરંતુ આપણે આજે હિંગના ઉપાય વિશે જાણવાના છીએ. સૌ પ્રથમ પેટ સાફ કરવાની દવા લેવી જોઈએ જેથી જઠર અને આંતરડાં સાફ થઈ જાય છે. અથવા દવાને બદલે હિંગ પણ ઉપયોગમાં લઈ શકો છો. હિંગ થી પણ પેટ સાફ થાય છે.

આવા રોગ ઉપર હિંગનો કેવી રીતે ઉપયોગ કરવો તે આજે આપણે જાણીશુ. સૌ પ્રથમ લીંબુના રસમાં થોડીક હિંગ, થોડુંક કપૂર અને ચમેલીનું તેલ મેળવી દાદર, ખસ, ખૂજલીવાળી ચામડી ઉપર ચોપડવું આનાથી ઘણો ફાયદો થાય છે. ત્યાર બાદ આવા રોગ ને જડ મૂડ માથી નાશ કરવા માટે જો ૨૫ ગ્રામ કેરોસીન, પ૦ ગ્રામ કલમીશોરા, ૩ ગ્રામ હિંગનું ચૂર્ણ સારી રીતે મેળવી સારી રીતે પીસી લેવું. તેમાં થોડોક લીંબુનો રસ મેળવી દાદર, ખસ, ખૂજલીવાળી ચામડી ઉપર ચોપડવાથી આ રોગ જડમૂળથી નાબૂદ થઈ જાય છે.

આ ઉપરાંત આપણે હિંગ નો બીજી રીતે પણ ઉપયોગ કરી ને આવા રોગો નો સામનો કરી શકીએ છીએ જેમકે દાદર, ખસ, ખુજલી માટે બે ગ્રામ હિંગ અને દસ ગ્રામ અજમાને ચાર ચમચી પાણી સાથે ખૂબ વાટીને મલમ બનાવવુ. આ મલમ અસરગ્રસ્ત વિસ્તારમાં ચોપડવાથી દાદર, ખસ અને ખૂજલી આસાનીથી મટાડી શકાય છે.

આવા રોગો આપણાં શરીર ની સારી રીતે સાફ સફાય ના થવાથી થાય છે ત્યાર બાદ હિંગ નો ઉપયોગ આપણે આપણી સ્કીન પર થતાં ખીલ તથા ખીલ ના દાગ ને મટાડવા માં ખુબજ ઉપયોગી થાય છે, જો તમારી સ્કીન પર ખીલ થતાં હોય તો તેને મટાડવા માટે તમે હિંગ નો ઉપયોગ કરી શકો છો.તો તેના માટે તમારે હિંગ અને કાળાં મરી પાણી સાથે લસોટી મલમ બનાવી તે મલમ ખીલ કે મસા પર લગાવવાથી આરામ મળે છે.

હિંગ, ત્રિફળા ચૂર્ણ, મૂળેઠી ત્રણે સરખા પ્રમાણમાં લઈ સવાર સાંજ એક એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. હીરા હિંગ, કાળાં મરી, જાયફળ ત્રણેને દૂધમાં બરાબર ઘુંટી મલમ બનાવવો.અને ત્યાર બાદ ખીલલ પર લાગવાથી ઘણો ફાયદો થતો જોવા મળ છે .આવી રીતે આપણે ઘણી જગ્યાએ હિંગ નો ઉપયોગ કરી શકીએ છીએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *