ધાધર, ખરજવું અને ત્વચા સંબંધિત રોગોને દુર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપાય આજે જ બનાવો તમારા ઘરે, ટૂંક સમય મા દુર થશે દરેક સમસ્યાઓ…

Spread the love

અત્યારના સમયમાં જે ખોરાક ખાઈએ છીએ તે કોઈપણ માણસને બીમાર પાડી શકે છે. અત્યારની ખરાબ જીવનશૈલીને કારણે ઘણા લોકોને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યા થાય છે. અત્યારે બધાને સમયનો અભાવ હોવાથી તે ભોજન અનિયમિત અને હાનિકારક છે. તેનાથી અનેક બીમારી થવા લાગે છે. તેમાં પણ વધારે લોકોને ત્વચાને લગતી બીમારી થાય છે. આ બીમારી થાય ત્યારે દવા પણ તેમાથી જલ્દી રાહત અપાવી શકતી નથી.

તેના માટે આપણે આજે કેટલાક આયુર્વેદના ઉપાયો વિષે જાણીએ. તેનાથી તમને વહેલી તકે રાહત મળી જશે. પહેલાના જમાનમાં લોકોને આ તકલીફ થાય ત્યારે વિદેશી દવા ના હતી પરંતુ, ત્યારે પણ આનો ઈલાજ થતો અને તેની કોઈ આડઅસર થતી ન હતી. ત્યારે લોકો ઘણા આયુર્વેદના ઉપાય કરતા હતા. આનાથી પહેલાના સમયમાં કેન્સર જેવી જીવલેણ બીમારી પણ દૂર થતી હતી. તો આ ત્વચાને લગતી બીમારીમાં આ ખૂબ ઉપયોગી છે.

આજે આપણે જાણીએ કે ધાધર, ખરજવા અને જૂના દાગ જેવી સમસ્યા વિષે. આ સમસ્યા અત્યારે સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યા પરેશાન છે. આપણે આજે જે આયુર્વેદિક ઉપાય વિષે જાણવા જઇ રહ્યા છીએ તેમાં જોઈતી વસ્તુ તમારા ઘરમાથી સરળતાથી મળી જશે. તે ઉપાય કેવી રીતે કરવો તેના વિષે જાણીએ. તેના માટે તમારે ત્રણ વસ્તુની જરૂર રહેશે. તેના માટે તમારે લીમડાનું તેલ, કપૂર અને હળદરની જરૂર રહેશે.

પદ્ધતિ :

તેના માટે તમારે સૌ પ્રથમ ૩ ચમચી લીમડાનું તેલ લઈ તેમાં તમારે થોડું કપૂર ભેળવવું. તેને ભુક્કો કરીને એક ચમચી જેટલું ભેળવવું. તેને સારી હલાવીને ભેળવી લેવું. તે પછી તેમાં તમારે એક ચમચી હળદર ભેળવી લેવી. આ બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવી. તેને કેવી રીતે લગાવવું તેના વિષે જાણીએ.

તમારે સૌથી પહેલા તેના માટે સાફ રૂ નો ટુકડો લેવો. આ ભેળવી વસ્તુને તમારે તેને રૂ ની મદદથી પ્રભાવિત જગ્યા પર તેને હળવા હાથે લગાવવું. આવી રીતે તમારે રોજે રાતે સૂતા પહેલા કરવું જોઈએ. તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તમારે આ મિશ્રણને ક્યારે પણ હાથે ન લગાવવું. તેનાથી સમસ્યા વધી શકે છે. તેથી તમારે રૂ અથવા કોટનની મદદ લેવી જોઈએ.

આ આયુર્વેદિક ઉપાય અજમાવવાથી કોઈપણ જૂના ડાઘ અને ખરજવા જેવી સમસ્યા વહેલી તકે દૂર થશે. તે વર્ષો જૂની આવતી ખંજવાળ પણ દૂર થશે. આ ઉપાય કરશો તો તમારે ડોક્ટરની દવા લેવાની જરૂર નહીં પડે. આનાથી ગમે એટલા જૂના ચામડીના રોગો દૂર કરી શકાય છે. મોટાભાગના લોકો જાણતા હશે કે લીમડો આપણા શરીર માટે કેટલો લાભદાયી છે.

લીમડામાં રહેલા તત્વો આપણા શરીરમાં રહેલ નુકશાનકારક બેક્ટેરિયાને મારે છે. તેને આયુર્વેદમાં પણ આગવું સ્થાન મળ્યું છે. આનો ઉપયોગ આના સિવાય પણ બીજી ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે જેમકે, દવા, સાબુ, શેમ્પૂ, મેકઅપ, ટૂથપેસ્ટ વગેરે જેવી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા આયુર્વેદમાં આ વાત લખેલી છે કે, લીમડો ઘણી બીમારી માટે ઉપયોગી સાબિત થાય છે. તેમાં તેનાથી થતાં ફાયદા વિશેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેથી ઘણા લોકો ફરી આયુર્વેદને અપનાવી રહ્યા છે.

લીમડાની જેમ આપણા શરીરને હળદર પણ ખૂબ ફાયદાકારક છે. શરદી, તાવ જેવી સમસ્યા હોય ત્યારે તે ખૂબ લાભદાયી છે. આ ઉપાય ચામડીને લગતી કોઈ પણ સમસ્યામાં આ લાભદાયી છે. તેનાથી વહેલી તકે ત્વચાને લગતી બીમારીમાથી રાહત મેળવી શકાય છે. આ ઉપાય કરો ત્યારે તેની અસર ઘણા લોકોને વહેલી અને ઘણા લોકોને મોડી થઈ શકે છે. આ તમારા શરીરની તાસીર આધાર રાખે છે કે તમને તેના લાભ ક્યારે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *