ધાધર કે ખરજવાને જડમુળથી કરશે નાબુદ, જાણો આ ઘરેલુ આયુર્વેદિક ઉપચાર…

Spread the love

અત્યારના સમયમાં ઘણા લોકોને મસાલાદાર ચીજો ખાવાથી ઘણા પ્રકારના ચામડીના રોગો જોવા મળે છે. જેમાં ખસ, ખંજવાળ, ધાધર, ખરજવું બીજા અનેક રોગ જોવા મળે છે. તે ચામડીનો રોગ એક વાર થયા પછી તેનાથી છુટકારો મેળવવો ખુબ મુશ્કેલ છે. આ બીમારી ખોરાકની ઉણપ અને ચામડીની બેદરકારીથી થાય છે. આ રોગ થાય પછી તે આપણી ચામડીને કાળી કરી દે છે. આ ખંજવાળની બીમારીને એક્ઝીમાં કહે છે. અર્યુવેદમાં તેને વિવર્ચિકા કહે છે. આ રોગ વધારે પડતો ગુપ્તાંગ પર થાય છે.

ખરજવું એક હઠીલો રોગ છે, તે શરીરના કોઈ પણ જગ્યાએ થાય છે. આ રોગ પગ અથવા હાથ પર વધુ જોવા મળે છે. આપણા પ્રાચીન કાળથી ચામડીના કોઈ પણ રોગને દુર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો બતાવામાં આવ્યા છે. આજના સમયમાં પણ આર્યુવેદને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે, જેનાથી રોગને જડમુળ માંથી દુર કરી શકાય છે. જેમાં ચામડીના ખરજવાના રોગને દુર કરવાના ઘણા ઉપાયો બતાવ્યા છે, જે કરવાથી તે રોગ જડમુળ માંથી દુર થશે. ખરજવા બે પ્રકારના જોવા મળે છે, સુકું ખરજવું અને ભીનું ખરજવું એમ બે પ્રકારના ખરજવા જોવા મળે છે.

સુકું ખરજવું

સુકા ખરજવામાં ચામડી કાળી, સુકી અને ખરબચડી હોય છે. તેમાં નાની નાની ફોડલીઓ કે તે ત્વચા વિકાર બની જાય છે, પરંતુ તેમાં પાણી, પરી કે અન્ય કોઈ સ્ત્રાવ થતો નથી. તે રોગમાં સુકુ હોવાથી તેને સુકું ખરજવું કહે છે.

ભીનું ખરજવું

ભીના ખરજવામા ત્વચા જાડી, ચીકણી તેમજ અંદર થી પાણી જેવો પ્રદાર્થ સ્ત્રાવ થતો જોવા મળે છે. તેમાં સોજો પણ આવી જાય છે. આ ખરજવુ પાણી ના કે પરુ નો સ્ત્રાવ કરતુ હોવાથી તેને ભીનુ ખરજવા તરીકે ઓળખવામા આવે છે.

ખરજવાના લક્ષણો

જયારે ખરજવો થાય ત્યારે આપણી ત્વચા લાલ થાય તેમજ તેમા ખાજ આવતી હોય છે અને ત્યાં બળતરા થાય છે. તે ધાધરની જેમ ફેલાય જાય છે અને ચામડી પર ચાંદા પડવા લાગે છે. આ તમામ પ્રકારના ખરજવામા નાના-મોટા ચકરડા થતા જોવા મળે છે. તેમાં પુષ્કળ પ્રમાણમા ખંજવાળ આવે છે અને નાની-નાની બારીક ફોડલીઓ જોવા મળે છે. આ ખરજવુ વરસાદની ઋતુમા કે ઠંડીમા વધુ વકરે છે.

ખરજવુ થવા ના કારણો

આ તકલીફ ખાસ કરીને કેમિકલવાળી વસ્તુઓ ના નિયમિત ઉપયોગ કરવાથી થાય છે. તેમા સાબુ, ચૂનો, ડીટર્જન્ટ નો વધુ પડતો ઉપયોગ, માસિકમા સમસ્યા, કબજીયાત વગેરે ને લીધે થાય છે. આ સિવાય તમે જે લોકો ને પહેલા થી જ ખરજવુ હોય તેના કપડા, રૂમાલ, પથારી મા સુવાથી કે વારંવાર તેને અડવાથી પણ આ રોગ થાય છે. આ રોગ ફૂગ ના ખરજવાના જીવાણું થી ઉત્પન્ન થાય છે. તો ચાલો તેને દુર કરવાના ઉપાયો જાણીએ.

બટાકા

બટાકાને બાફી તેની પેસ્ટ બનાવી લો અને ત્યારબાદ આ પેસ્ટ ને જ્યાં ખરજવુ થયું હોય પર મૂકીને પાટો બાંધવાથી સુકુ ખરજવુ દુર થઇ જાય છે. કાચા બટેકાની છાલ ઉતારી આ છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડવી ત્યારબાદ સવારે અને સાંજે તેનો પાટો બાંધવો. આ ઉપાય સાત દિવસ સુધી કરવાથી વર્ષો જુનું ખરજવુ પણ મટી જાય છે. હઠીલા ખરજવા જેવા રોગોમા બટાકાની છાલ ઘસવાથી તેમાં ઘણી રાહત થાય છે.

લસણ

લસણ ની કળીઓને વાટીને ખરજવા પર લાગવવા થી તેના ભીંગડા ઉતરી જાય છે અને ચામડી લાલ થઇ જાય છે. ત્યારબાદ તેના ઉપર સાદો મલમ લાગવવાથી ખરજવામા રાહત મળે છે. આ લસણ મા એન્ટી બેક્ટેરીયલ તેમજ એન્ટી ફંગલ જેવા ગુણોધર્મો વિદ્યમાન હોય છે. તે ખરજવાની ફૂગના વાયરસ નો નાશ કરે છે.

ધરો

ધોળી ધરો ના રસમા થોડાક ચોખા વાટીને તેની પેસ્ટ લગાવવાથી વર્ષો જુનુ ખરજવુ પણ નાબુદ થઇ જાય છે. આ સાથે જ જો કુમળી લીલી ધરો નો તાજો રસ પીવામા આવે તો ત્વચા થી લગતા કોઇપણ પ્રકારની બીમારીમા રાહત થાય છે. તેના રસ ના સેવન થી પણ ગમે તેવો ખરજવુ મટે છે.

લીમડો

તે કોઇપણ પ્રકારની ત્વચા થી લગતી બીમારીઓ ને મટાડવા માટે ઉપયોગી છે. તેને ભારત ના આયુર્વેદમા ઘણા સમયથી ઉપયોગમા લેવામા આવતુ એક ઔષધ છે. જેમા ખરજવામા તેનો પેસ્ટ લગાવવાથી ખરજવુ મટે છે. તેની પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકામા જેટલા તેના પાન લેવા, ત્યારબાદ તેને ધોઈને સાફ કરવા. હવે તે પાનમા બે થી ત્રણ ચમચી જેટલુ પાણી ઉમેરવું અને તેને વાટીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ તેનો ઉપયોગ કરવો.

નારિયળ

શરીરમા ખરજવા વાળી જગ્યાએ નારિયળ નુ કોપરેલ તેલ લગાવવુ. તેનાથી ખંજવાળ તેમજ લાલાશ થી રાહત મળશે. આ તેલ મા કાચુ કપૂર ને સરખી રીતે ભેળવીને ખરજવાવાળી જગ્યાએ લગાવવુ. તેનાથી ખરજવુ ઝડપ થી મટી જશે.

થોર

થોર ની દાંડલી ને ખાંડી ને સારી રીતે પકાવી લેવી. જ્યારે થોર પૂરી રીતે બળી જાય ત્યારે છાણી લો. આ ઠંડું થયા બાદ તેને એક શીશીમા ભરી લો. તેમા લીમડાના પાંદડા નાખીને સારી રીતે હલાવો. આ પછી રૂ ના પૂમડા ની મદદ થી દરરોજ ત્રણ થી ચાર વખત આ મિશ્રણ નો પ્રયોગ કરવો. તેનાથી જૂનામા જુનુ ખરજવુ પણ જલ્દી મટી જાય છે.

બાવળ

બાવળ ના ફૂલો ને સારી રીતે ખાંડી ને ખરજવા પર તેનો પેસ્ટ લગાવવો. તે ખુબ જ સારો ઉપાય છે. આ ઈલાજ તેના આયુર્વેદિક ગુણધર્મો ને લીધે બાવળ ના ફૂલ ખરજવા ને મટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ બાવળ ના ફૂલ તેમજ તેનો રસ ખરજવા ના જીવાણુંઓ નો નાશ કરે છે.

ત્રિફળા અને ગળો

ત્રિફળા તેમજ ગળા ની છાલ ને લઈને બે ગ્લાસ જેટલા પાણીમા ઉકાળી લેવુ. આ ઉકળીને જયારે અડધુ રહી જાય ત્યારે તેમા એક નીંબુ નો રસ નીચોવી લો. આ મિશ્રણ ને દિવસમા ત્રણ વખત પીવો. એક મહિના સુધી સતત આ ઉપાય કરવાથી ખરજવા નો રોગ સમ્પૂર્ણપણે દુર થાય છે.

તુલસી

તુળસી મા એન્ટી માઈક્રોબીયલ ગુણધર્મો હોવાથી તે ત્વચા ના સંક્રમણ થી છુટકારો આપે છે. જેમા તે ખરજવા ને જડમૂળ માથી દુર કરે છે. આ સાથે તે ખંજવાળ તેમજ બળતરા ને પણ શાંત કરે છે. તેની ચા પીવાથી ખરજવુ મટે છે. તેના પાંદડા નો રસ કાઢીને ખરજવુ થયા ની જગ્યાએ લગાવવાથી અને થોડા સમય માટે રાખી તેને ધોઈ લેવાથી ખરજવુ મટે છે. આ ઈલાજ ચાર થી પાંચ દિવસ સુધી કરવાથી તેમાં પરિણામ મળે છે.

કુવારપાઠું

કુવારપાઠુ પણ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણો થી ભરપુર હોય છે. તે ખરજવાના ઈલાજમા ખુબ ઉપયોગી બને છે. તેના તાજા પાંદડા ની પેસ્ટ બનાવીને ખરજવાના સ્થાન પર લગાવો. તેને બે ત્રણ કલાક સુધી ખરજવા પર રહેવા દીધા બાદ સુકાઈ જશે. તેને ગરમ પાણીથી ધોઈ લો. આમ, આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ખરજવુ મટી જાય છે.

લીંબુ

લીંબુ ત્વચા ની ઘણી બીમારીઓ માટે ઉપયોગી છે, તેમા મળી આવતા એન્ટી બેક્ટેરીયલ તેમજ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણધર્મો ને લીધે તે ત્વચાના ખરજવા જેવી બીમારીમા ઉપયોગી સાબિત થાય છે. શરીરમા જે જગ્યાએ ખરજવુ થયુ હોય ત્યા લીંબુ તેમજ ગળી ના તેલ ભેળવીને લગાવવાથી ધીમે-ધીમે ખરજવુ મટે છે. આ ઉપાય થોડા દિવસો સુધી ચાલુ રાખવાથી ખરજવુ સમ્પૂર્ણપણે દુર થાય છે.

હળદર

હળદરમા મળી આવતા એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મો ની સાથોસાથ તેમા એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ પણ હોય છે. જે ખરજવા ને મટાડે છે તેમજ તેના સોજા અને પરું કે પાણીને પણ દુર કરે છે. તેમાં દૂધ અને ગુલાબજળ ભેળવીને ખરજવાની જગ્યાએ લગાવો. ૧૫ થી ૨૦ મિનીટ રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. તેના ઉપયોગ કરવાથી ખરજવું મટે છે.

દેશી ઘી

આ ખરજવા ને મટાડવા માટે દેશી ઘી થી માલીશ પણ કરી શકાય છે. તેનાથી ખરજવામા તરત જ રાહત મળી શકે છે. તેના સાથે તે ત્વચા ને સુકોમળ બનાવે છે. તે ત્વચા ના સુકાપણાને પણ દુર કરે છે. ત્વચા પર થયેલા ખરજવા પર માલીશ કરવાથી તે ખરજવુ મટાડે છે. આ માલીશ કરવાથી ખરજવાને મટાડવામા અસરકારક ઈલાજ છે.

રાઈ

આ રાઈ ના દાણા ખરજવાને નાબુદ કરવામા ખુબ જ ઉપયોગી છે. તેને ત્રીસ મિનીટ સુધી પાણીમા પલાળીને રાખી દો. ત્યાર પછી તેનું પેસ્ટ બનાવીને ખરજવાવાળી જગ્યા પર લગાવી દો. આ રાઈ ના તેલ તેમજ તેની ફોતરીમા એન્ટીબાયોટીક તેમજ એન્ટીફંગલ ગુણ રહેલા હોય છે, જે ખરજવાને મટાડે છે. આ ઉપાયો કરવાથી દરેક પ્રકારના ખરજવામા રાહત મળે છે. આ ઉપાય માત્ર આયુર્વેદિક ઔષધીઓ અને જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી શરીરમા કોઈપણ પ્રકારની આડઅસર થવાનો ભય પણ રહેતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *