ધાતુરોગ તેમજ ખરતા વાળની તકલીફ માટે અસરકારક ઔષધી, જાણો તેના ઉપયોગની રીત અને આવા ફાયદા વિશે

Spread the love

મિત્રો, આજે અમે તમને આયુર્વેદના એક એવા વિશેષ છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે આપણા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે. આ વનસ્પતિનુ નામ છે રતનજોત. આ વનસ્પતિ પાંચ થી છ ફૂટની ઊંચાઈ ધારાવે છે. આ વનસ્પતિ ચાર પ્રકારની હોય છે. પહેલા પ્રકારમા પતા એક્દમ બારીક ઉપરાંત કાળા રંગના હોય છે. આ એક કાંટાળી વનસ્પતિ હોય છે.

બીજા પ્રકારમા વનસ્પતિના પાન નાના અને ખરસટ હોય છે. તેની દાંડી લાંબી તથા પાનથી ભરેલી હોય છે. આ ઉપરાંત તેના પુષ્પો આસમાની રંગના હોય છે. ત્રીજી અને ચોથા પ્રકારની મુખ્યત્વે એકસમાન હોય છે, તેની જડ લાંબી તથા ગુલાબી રંગની હોય છે તથા તે સ્વાદે ખુબ જ જલદ હોય છે.

જો તમે કોઢની સમસ્યામાંથી રાહત મેળવવા ઈચ્છતા હોવ તો આ વનસ્પતિ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે રતનજોતને ગુલાબના ઓઈલ સાથે ભેળવીને દાઝેલા ભાગ ઉપર લગાડો તો તમને આ સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય જો તમે આ વનસ્પતિના પાનનો લેપ તૈયાર કરીને શરીરના કોઈપણ ઘા પર લગાવો તો તમને શરીરમા થતી બળતરામા રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે આ વનસ્પતિના મૂળને પાણીમા ઉકાળીને તેમા થોડું મધ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને યકૃત તથા મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે છે. આ સિવાય જો તમે આ વનસ્પતિના મૂળને ગાયના દૂધમા મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે.

આ વનસ્પતિના પુષ્પ તેના પાન કરતા પણ વધુ ગુણ ધરાવે છે. તેના પુષ્પની કળીઓ ઘી મા તળી સાકર સાથે લેવામા આવે તો તમને પ્રદરની સમસ્યામા રાહત મળી શકે છે. આ વનસ્પતિના મૂળનુ ચૂર્ણ તૈયાર કરીને જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમને અપચો, ગેસ, કબજીયાત જેવી અનેકવિધ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે રાહત મેળવી શકો છો.

આ વનસ્પતિ તેના ઔષધીય ગુણધર્મોને કારણે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જો તમે આ છોડના પતાનો ઉકાળો તૈયાર કરીને તેનુ સેવન કરો તો તમને કીડની સાથે સંકળાયેલી સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ ઉપરાંત ૫૦ ગ્રામ દહીંની અંદર એક ચમચી હળદર અને થોડુ રતનજ્યોત ઉમેરી તે મિશ્રણને વાળના ​​મૂળિયા પર લગાવો તો તમને વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે અને તમારા વાળ મજબુત પણ બનશે.

આ ઉપરાંત માનસિક તણાવની સમસ્યા સામે રાહત મેળવવા માટે પણ આ વનસ્પતિ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે આ વનસ્પતિના મૂળને પીસીને તેમા દૂધ ઉમેરી અને તેનુ સેવન કરો તો તમને ખુબ જ રાહત મળી શકે છે. તો એકવાર આ ઔષધીને અવશ્ય અજ્માવજો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *