દેશવાસીઓ પ્રત્યે ની લાગણી અને પોતાના કર્તવ્ય ને નિભાવવા કેન્સર થી પીડિત હોવા છતા પણ આ ઓફિસર બજાવે છે ફરજ

Spread the love

મિત્રો, હાલ સમગ્ર વિશ્વ વર્તમાન સમયમા કોરોના વાયરસ ની સમસ્યા થી ત્રસ્ત છે. આવી સ્થિતિમાં કોરોના સામે લડવામા ભારતની સ્થિતિની સમગ્ર વિશ્વમા ચર્ચાઈ રહી છે. આપણા દેશમા કરવામા આવેલા લોકડાઉન અને અહી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ એટલે કે કોરોના વોરિયર્સ અને દેશવાસીઓની ધૈર્ય ની અત્યંત પ્રશંસા થઈ રહી છે. આ પાછળનુ મુખ્ય કારણ દિલ્હીમા ફરજ બજાવી રહેલા આનંદ મિશ્રા જેવા પોલીસ કર્મચારીઓ છે.

આનંદ મિશ્રા એક આઈ.પી.એસ. અધિકારી છે. જે હાલ આઉટર દિલ્હીમા એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી મેળવીએ. આનંદ મિશ્રા વર્ષ ૨૦૦૯ ની બેચના આઈ.પી.એસ. અધિકારી છે. હાલ ચાલી રહેલી કોરોના ની સમસ્યા ના કારણે તે આઉટર દિલ્હીમા એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ ડેપ્યુટી કમિશનર આનંદ મિશ્રા ને માર્ચ માસમા ખ્યાલ આવ્યો હતો કે, તેમને ગળાનુ થાઇરોઇડ કેન્સર થયેલુ છે.

હાલ ચાલી રહેલા કોરોના ની સમસ્યા ને પહોંચી વળવા માટે તેમને દિલ્હી મા ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામા આવ્યા હતા. આનંદને ગળામા અસહ્ય પીડા અને સોજાનો અનુભવ થઈ રહ્યો હતો અને તે સમય દરમિયાન સમગ્ર ભારત મા લોકડાઉન જાહેર કરી દેવામા આવ્યુ હતુ. આનંદ પર ફરજની જવાબદારીઓ નુ ભારણ ખુબજ વધી ગયુ હતુ. પોતાને આટલી અસહ્ય પીડા થાય છે તે અંગેની કાળજી લીધા વિના તેમણે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યુ અને દેશની સેવા કરવા માટે ફરજ બજાવતા રહ્યા.

થોડા દિવસો વીત્યા ત્યારબાદ તેમણે ગળાની દાક્તર પાસે તપાસ કરાવી. આ તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યુ કે, તેમને થાઇરોઇડ કેન્સર છે. દાક્તરે તેમને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી. પરંતુ, દેશને પોતાની જરૂર છે એમ વિચારીને તેમણે પોતાની ફરજ શરુ રાખી. પરંતુ, જેમ-જેમ સમય વીતતો ગયો તેના ગળામા અસહ્ય પીડા થવા લાગી. જ્યારે આ પીડા ખુબ જ વધી ગઈ ત્યારે આનંદે પહેલી વાર આ વાત તેની પત્ની આલોકને જણાવી હતી.

આનંદ ની પત્ની યુ.પી. ની અંદર મથુરામા ડી.એસ.પી. તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આ બીમારી અંગેની વાત તેમના મોટા ભાઈને જણાવી. તેમની પત્ની અને મોટા ભાઈએ દાક્તર પાસે જવાની સલાહ આપી. પીડા અસહ્ય વધી ગઈ ત્યારબાદ આનંદ દાક્તર પાસે ગયો અને કેન્સરનુ ઓપરેશન કરાવ્યુ. આનંદ મિશ્રાએ હાલ જ રાજીવ ગાંધી કેન્સર સંસ્થામા પોતાનુ ઓપરેશન કરાવ્યુ છે. આનંદને માર્ચ માસના છેલ્લા અઠવાડિયામા જ તેની આ બીમારી વિશે ખ્યાલ પડી ગયો હતો.

પરંતુ, તેણે આ બીમારીથી ડરીને ઘરે બેસવાની જગ્યાએ પોતાની ફરજ નિભાવાનુ ચાલુ રાખ્યુ. મળતી માહિતી અનુસાર હાલ આનંદ મિશ્રાની સ્થિતિ પહેલા કરતા સારી છે અને હાલ, તે હોસ્પિટલમા દાખલ છે. આનંદ મિશ્રા સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે, તે એકાદ અઠવાડિયામા ફરીથી પોતાની ફરજ પર જોડાઈ શકે તેવી આશા રાખે છે અને હાલ ચાલી રહેલી આ ગંભીર કોરોનાની સમસ્યામા લોકોને સંભવિત મદદ કરશે. આનંદ મિશ્રાની આ લાગણીના કારણે આનંદ દિલ્હી પોલીસમા ફરજ પ્રત્યે નિષ્ઠાનુ એક જીવતુ-જાગતુ ઉદાહરણ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *