દવા વગર આ આયુર્વેદિક ઈલાજ થી કરો તમારી કફ-શરદી, ઉધરસ ને ટૂંક સમય માં જ દુર, જાણવા માટે અહિયાં કરો ક્લિક…

Spread the love

આ વાતાવરણમાં મોટાભાગના લોકોને ગળા અને છાતીમાં કઈક જામેલું હોય તેવો અનુભવ થાય છે. આ સિવાય ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે અથવા તેમણે સતત છીંક પણ આવતી હોય છે. આ લક્ષણ શરીરમાં કફ જમા થાય તેના છે. નાક માથી પાણી વહેવું અથવા અચાનક તાવ આવી જવો વગેરે કફ થવાના મુખ્ય લક્ષણ છે.

આયુર્વેદમાં આદું અને મધને ઉત્તમ ગણાય છે. તેનો અનેક બીમારીમાં ઔષધિ તરીકે ઉપયોગ કરાય છે. આ બંને વસ્તુને ભેળવણી લેવાથી તેના ગુણ વધી જાય છે. તેનાથી શરદી અને ઉધરસ થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. તેનાથી શ્વાસની તકલીફ પણ દૂર થાય છે. તેના માટે ૧૦૦ ગ્રામ આદુને પીસીને તેમાં બે કે ત્રણ ચમચી જેટલું મધ ભેળવીને તેને એક દિવસમાં બે વખત બે ચમચી જેટલું લેવું જોઈએ. આમ કરવાથી ગળા અને છાતીમાં જામેલ જામેલા કફમાં રાહત મળે છે.

તીખા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સફેદ અને કાળા બે કલરના હોય છે. તે બંને આરોગ્ય માટે ખૂબ જ સારા છે. બીજી ઘણી બધી ઔષધિય દવામાં આનો ઉપયોગ થાય છે. સ્વાદમાં આ તીખા હોય છે. આ કફ માટે ખૂબ જ અસરકારક છે. સફેદ તીખાની ભૂકકી બનાવી લેવી. તેમાં ચમચી એક મધ નાખવું જોઈએ. તેને તમારે ૧૫ થી ૨૦ મિનિટ માટે માઇક્રોવેવમાં રાખીને લેવાથી તે કફ માથી હમેશા માટે છુટકારો આપશે.

લીલી અને સૂકી દ્રાક્ષ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા એક્સ્પેક્ટોરેન્ટ નામનું તત્વ રહેલું હોય છે. આનું સેવન કરવાથી ફેફસામાં રહેલા કફને તે હમેશા માટે દૂર કરે છે. તમારે રોજ સવારે ઊઠીને ૨ ચમચી દ્રાક્ષનું સેવન કરવાથી તેના ઘણા લાભ થાય છે.

તમારે જેઠીમધનું ચૂર્ણ પાંચ ગ્રામ લેવું અને તમારે તેનો ઉકાળો બનાવી તે અડધું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળીને તમારે તેને સવાર અને સાંજ પીવાથી શરદી અને ઉધરસ રાહત મળે છે. લીંબુ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં સાઈટ્રિક એસિડ અને મધમાં રહેલ એન્ટી એપ્ટિક તત્વો શરીરમાં રહેલા કફને હમેશા માટે દૂર થાય છે. તેનાથી ગળામાં પણ દુખાવો થતો નથી.

તમારે બ્લેક ટી બનાવીને તમારે તેમાં ૧ ચમચી તાજા લીંબુનો રસ ભેળવીને તેમાં એક ચમચી મધ નાખીને તેને લેવાથી તમને જરૂર રાહત મળે છે. મીઠું નાખેલા પાણીથી કોગળા કરવા તેનાથી તમારું ગળું સાફ થાય છે અને તેનાથી કફ પણ ધીરે ધીરે દૂર થાય છે. આ પ્રક્રિયા તમારે દિવસમાં ત્રણ વાર કરવી જોઈએ.

નાના બાળકની છાતીમાં કફ હોય ત્યારે તમારે ગાયનું ઘી બાળકની છાતી પર મસાજ કરો તેનાથી કફ નીકળી જશે. ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડંટ તત્વો ને લીધે ગાજર આપની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેની અંદર વિટામીન્સ અને પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી રાહત મળે છે.

તમારે ગારજનો રસ કાઢી તેમાં થોડું પાણી અને બે કે ત્રણ ચમચી મધ ભેળવીને તેને બે થી ત્રણ વાર લેવાથી ઘણા લાભ થાય છે. તમારે આદુના નાના ટુકડા કરીને તમારે તેને મોઢામાં રાખીને ચૂસવા. તેનાથી કફ સરળતાથી નીકળી જાય છે. તમને ગળાની કોઈ પણ સમસ્યા હોય ત્યારે તમારે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખવી તેને થોડી વાર માટે ચૂસવી અને તેનો રસ ગાળાની નીચે ઉતારવો જોઈએ. તેનાથી ઘણા લાભ થાય છે.

લસણમાં વધારે ગુણતત્વો રહેલા છે. તેના માટે તમે એક કપ પાણી ઉકાળીને તેમાં તમારે ત્રણ લીંબુનો રસ ભેળવીને તેમાં લસણ નાખીને તેમાં અડધી ચમચી જેટલુ મીઠું અને કાળા મરીનો પાઉડર ભેળવીને લેવાથી આ સમસ્યા માથી તમને હમેશા માટે છૂટકારો મળે છે.

આ સમસ્યા માટે હળદર પણ ખૂબ ઉપયોગી છે. હળદરમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા હોય છે. હળદર આપના શરીરને અંદરથી અને બહારથી ખૂબ લાભદાયી છે તેના માટે તમારે એ ગ્લાસ નવશેકું દૂધ લઈ તેમાં હળદર નાખીને તમારે અડધી ચમચી કાળા મરીનો ભુક્કો નાખવો તેનાથી તમારી છાતીમાં રહેલ કફ દૂર થાય છે. ડુંગળીમાં એન્ટી ઓક્સિડંટ અને બીજા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેથી તમારે નિયમિત રીતે આનું સેવન કરવું જોઈએ.

તેના માટે એક ડુંગળીને છોલીને તેને પીસીને તેમાં એક લીંબુબો રસ, એક કપ પાણી નાખીને તમારે ગરમ કરવું અને તેમાં એક ચમચી મધ નાખવું તેનાથી તમને લાભ થશે. તેનાથી ગળામાં થતો દુખાવો દૂર થાય છે. બે કપ પાણી લઈ તેમાં ૩૦ મરી ખાંડીને નાખવા અને તેને ઉકાળવું તે પાણી અડધાનું અડધું રહે ત્યાં સુધી તેને ઉકાળવું અને તેમાં એક ચમચી મધ નાખવું તેનાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *