દરરોજ સૂર્યનારાયણ ભગવાનની સાથે આ ત્રણેયને પણ કરો પાણી અર્પણ મુશ્કેલીઓનો થશે અંત અને ખુલશે જીવનમા સફળતાનો નવો માર્ગ…

Spread the love

બધા લોકોને તેની ઉપાસનાનું અલગ અલગ મહત્વ હોય છે. ઘણા લોકો કલાકો બેસીને પૂજા કરતા હોય તો ઘણા લોકો માત્ર સુર્ય ભગવાનને જળ અર્પણ કરીને પણ પૂજા કરતા હોય છે. સૂર્યદેવ પણ ભગવાન જ છે. બધા લોકો એવુ માને છે કે એને નિયમિત સવારમાં જળ ચડવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે. આપણે કોઈ પણ રીતે પૂજા કરીએ પણ આપણી ભક્તિમાં લાગણી અને શ્રદ્ધા હોવી જોઈએ.

તે સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવને જળ ચડવાથી આપણા જીવનમાં આવેલા બધા દુખો દુર થાય છે. તેની સાથે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ માં પણ વધારો થાય છે. એક વાત યાદ રાખવી કે સૂર્ય ભગવાનની સાથે બીજી ઘણી બાબતોમાં પણ પાણી ચડાવી શકો છે. તે કરવાથી તમારા મનને શાંતિ મળશે. અને તમારા જીવનમાં આવેલી બધી મુશ્કેલી દુર થશે.

પીપળનુ વૃક્ષ :

એવું માનવામાં આવે છે કે પીપળના વૃક્ષને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જો આ ઝાડની પૂજા કરવી બધા દેવી દેવતાની પૂજા કરવા સમાન માનવામાં આવે છે. તેથી આપણે નિયમિત પીપળાના ઝાડ પર પાણી ચડાવું જોઈએ. તે તમારા જીવનમાં આવેલી બધી સમસ્યાને દુર કરે છે અને આપણા જીવનને આનંદિત બનાવે છે.

સૂર્યદેવને જળ ચડાવવુ :

નિયમિત પૂજા કરતા પહેલા સવારમાં સૂર્યને જળ ચડાવું જોઈએ. તેને જળ ચડાવો ત્યારે શક્ય હોય તો તાંબાના વાસણનો ઉપયોગ કરવો. તે પાણીમાં લાલ કંકુ અને ચોખા મિક્સ કરવા. જયારે પણ સૂર્ય દેવને જળ અર્પર્ણ કરો ત્યારે તમારા બંને હાથ વડે જળ ચડાવવું. જયારે પણ જળ અર્પર્ણ કરો ત્યારે સૂર્ય મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઈએ.

તુલસી :

બધા ધાર્મિક શાસ્ત્રમાં તુલસીનું મહત્વ છે. તે બધા લોકોને ખબર જ હશે. તેમ છતાં તમને જણાવીએ કે તુલસીમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખુબ પ્રિય છે. તેટલા માટે નિયમિત સવારમાં તુલસીને જળ અર્પર્ણ કરવું જોઈએ. તે કરવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે.

કાંટાવાળા છોડ :

તમને જાણીને આશ્ચર્ય થશે કે કાંટાવાળા છોડને પાણી આપવું પણ આપણા માટે સારું માનવામા આવે છે. સાંજે સુતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરવું ત્યાર બાદ સવારે તે પાણીને તમારા માથા પર સાત વાર ફેરવવું. ત્યારબાદ આ પાણી ને કોઈ કાંટાવાળા છોડ પર રેડી દેવું. આ ઉપાય કરવાથી તમને ખુબ માન મળશે.

તમે બધાએ સૂર્ય ભગવાન, તુલસી, અને પીપળાના વૃક્ષ પર ઘણી વાર તમે પાણી ચડાવ્યા હશે. પરંતુ કાંટાવાળા ઝાડ ને તમે ક્યારેય વિચારીયું પણ નહિ હોય. તેઓને પાણીની ખાસ જરૂર હોય છે. માટે તમને બતાવેલા બધા ઉપાય જરૂર કરવા કરવા જોઈએ. જે કરવાથી તમારી બધી મુશ્કેલી દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *