દરરોજ સવારે ભૂખ્યા પેટે કરો આ બે પાનનુ સેવન, મળશે ગજબના લાભ અને શરીર બનશે એકદમ નીરોગી…

Spread the love

મિત્રો, આરોગ્યની દ્રષ્ટિએ તુલસીના પાનનુ એક ખૂબ જ વિશેષ મહત્વ રહેલુ છે. હિન્દુ ધર્મમા તુલસીના પાનનો ઉપયોગ મુખ્યત્વે પૂજા કરવામા પણ થઈ શકે છે. તેને ખૂબ જ શુભ માનવામા આવે છે. નિયમિત વહેલી સવારે તુલસીના ૩-૪ પાન ખાવાથી તમે બધી બીમારીઓથી દૂર રહેશો. તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે.

ઉકાળો બનાવવાની રીત :

આ પાનનો ઉકાળો તૈયાર કરવા માટે સૌપ્રથમ એક ગ્લાસ પાણીમા ૭-૮ તુલસીના પાન નાખી ત્યારબાદ તેને ઉકાળો. પાણી જ્યા સુધી એક તૃતીયાંશ ભાગનુ ના રહે ત્યા સુધી તેને ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી લો. આ ઉકાળો સવારે ભૂખ્યા પેટે પીવાથી તમને અનેકવિધ બીમારીઓ સામે રાહત મળશે.

ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :

ડાયાબિટીસ જેવા ગંભીર રોજમાં પણ તુલસીના પાન કોઈ દવાથી કમ નથી. રોજ સવારે તુલસીના ૩-૪ પાન ખાલી પેટે ચવવાથી ૪૦૦ જેટલી વધુ બ્લડ સુગર પણ ઘટાડી શકો છો. તે માટે તમારે નિયમિત રીતે તુલસીના પાન નું સેવન કરવું જરૂરી છે.

પેટ સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

તુલસીથી પાચનક્રિયા સુધરે છે. ખોરાકને સારી રીતે પચાવે છે અને કબજિયાત, એસિડિટી, ગેસ તેમજ અપચો જેવી સમસ્યાથી પણ રાહત આપે છે. તુલસીના પાન રોજ સવારે ખાવા થી મોટાપો પણ નિયંત્રણ માં રહે છે.

તણાવ દૂર કરવા :

તણાવને લીધે ઘણી બધી માનસિક સમસ્યાઓ સર્જાઇ છે. તુલસીના પાન મગજ માં સાંદ્રતા વધારે છે અને તેને લીધે તણાવ ઓછું થાય છે. તે યાદશક્તિ વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે. અનિંદ્રા ને લીધે થતાં તણાવ માં પણ તુલસીના પાન ખૂબ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલની સારવાર કરે છે :

વધેલા કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખવા તુલસીના પાન આશીર્વાદરૂપ છે. તેના થી કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાર્ટ અટેક થી બચાવે છે. રોજ સેવન કરવા થી બ્લડ પરેસર થી બચી શકાય છે. તે હ્રદય ને સ્વસ્થ રાખે છે.

લોહીની ઉણપ દૂર થાય :

તુલસીના પાનનો ઉકાળો રોજ સવારે ખાલી પેટે પીવાથી કે તેના પાન ચાવવાથી એનીમિયાની સમસ્યા દૂર થઇ જાય છે. તે એનીમિયાને મટાડીને લોહી શુધ્ધ કરશે.

સાંધાના દુ:ખાવાની સમસ્યા દૂર થાય :

જો તમે તુલસીના પાનનો ઉકાળો નિયમિત વહેલી સવારે સેવન કરો તો કેલ્શિયમની ઉણપ શરીરમાંથી દૂર થઇ શકે છે. તેથી, તમારા હાડકા મજબૂત બને છે. આ સિવાય સંધિવાના દુઃખાવાની સમસ્યા પણ દૂર થશે. માટે તમે પણ એકવાર ઉપાય અજમાવો અને તમારા શરીરમાંથી બીમારીઓને જડમુળથી દૂર કરો અને તમારા શરીરને નીરોગી બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *