દરરોજ માત્ર એક ગ્લાસ આ પીણાનુ સેવન મટાડી શકે છે શરીરની ૯૯ ટકા જેટલી બીમારીઓ, તમે પણ જાણો કેવી રીતે..?

Spread the love

આજે આપણે એક એવી ગ્રીન ડ્રિંક વિશે જાણીશું જે આપણા શરીર માંથી બધા રોગોને દૂર કરી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવશે. કોથમીરના ફાયદા વિશે તો તમે જાણતા જ હશો. પણ શું તમે “ધાણા પાણી” ના ફાયદા જાણો છો ? ધાણામા કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-સી અને મેગ્નેશિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

તે માત્ર, ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નથી વપરાતું. પરંતુ, જો તમે ધાણા નું પાણી રોજ પીસો તો તમારા શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળશે. ચાલો જોઈએ આ પાણી કેવી રીતે તૈયાર કરવુ અને તેનાથી આપણને શું-શું ફાયદા થાય છે? તેના વિશે વધુ માહિતી મેળવીએ.

સૌપ્રથમ કોથમીરને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને સમારી લો. એક ગ્લાસ પાણી લઈ તેમાં આ સમારેલી કોથમીર નાખી ઉકળવા મૂકો. જ્યારે પાણી અડધું વધે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. આ પાણીને ગાળી લો. આ પાણી પીવા માટે તૈયાર છે. આ પાણી સવારે ખાલી પેટે પીવો અથવા દિવસમાં જમતા પહેલા પી શકો છો. આ પાણીનું રોજ સેવન કરવાથી તમારુ શરીર સ્વસ્થ અને નીરોગી રહેશે. ચાલો જોઈએ કોથમીરના પાણીના અન્ય અમુક ફાયદા.

પેટના રોગો દૂર થાય :

આ પાણી રોજ સવારે ખાલી પેટે પીવાથી તમારી પાચન શક્તિ વધશે, તેથી ખોરાક બરાબર રીતે પછી શકશે. તેના લીધે પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી કોઈ પણ સમસ્યા નહીં થાય. તે પેટ ને સાફ રાખસે.

વજન ઘટાડવા માટે :

આ પાણી મેદસ્વિતા ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. તે શરીરમાં વધારાની કેલરી ને બર્ન કરે છે, તેથી ચરબી માં વધારો થતો નથી. તે માટે દરરોજ સવારે આ પાણી ખાલી પેટે પીવું અને પીઢ પછી ચાલવું, આમ કરવાથી થોડા જ દિવસોમાં તમને અસર દેખાશે. તે જામેલી ચરબી દૂર કરશે અને શરીરને સુડોળ બનાવશે.

ડાયાબિટીસ માટે :

ડાયાબિટીસ ના દર્દી માટે આ પાણી આશીર્વાદ રૂપ છે. તે રોજ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને વધતી નથી. ધાણા પાણી આંતરડા માંથી ઉત્પન્ન થયેલ ગ્લુકોઝ ને ગ્રહણ કરે છે જે ઇન્સ્યુલીન ની રચના કરવામાં મદદરૂપ થાય છે, તેથી ડાયાબિટીસને સંપૂર્ણ રીતે નાબૂદ પણ કરી શકે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા :

આ પાણીના સેવન થી શરીર માં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. તેથી લોહી ગંઠાતું નથી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે અને તેથી હાર્ટ એટેક પણ આવતો નથી. આ પાણી માં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે હ્રદય ને મજબૂત કરવામાં પણ મદદરૂપ થાય છે. તેથી હૃદય રોગના દર્દી એ દરરોજ નિયમિત રીતે આ પાણીનું સેવન કરવું જોઈએ.

નસકોરી માટે :

આ પાણીમાં થોડું કપૂર ઉમેરી દો, અને તેના બે ટીપા નાકમાં નાખો તેમજ આ પાણી ને કપાળ પર લગાવો તેનાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જશે.

પેશાબની સમસ્યા માટે :

પેશાબમાં બળતરા, પીલો રંગ, તૂટક તૂટક પેશાબ વગેરે જેવી બધી સમસ્યામાં ધાણા પાણી ફાયદાકારક છે. તેથી નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ.

ચામડીના રોગો માટે :

આ પાણી ના નિયમિત સેવન થી મોઢા પરથી ખીલ દૂર થાય છે અને ચહેરા નો રંગ નિખારે છે. આ ઉપરાંત સ્કિન મુલાયમ બને છે. તમે કોથમીર ની પેસ્ટને ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી રંગ નિખરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *