દરરોજ આ વસ્તુની અડધી ચમચીનુ દૂધ સાથે સેવન અપાવશે તમને સંધિવા, સુગર અને હાડકા સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત, આજે જ જાણો આ વસ્તુ અને તેના ઉપયોગની રીત વિશે…

Spread the love

આજે આપણે એવી વસ્તુ વિશે જણવીશું જેને દૂધમાં મિક્સ કરી પીવાથી પગથી માથા સુધી જો શરીરમાં કોઈ પણ બીમારી હશે તો તેને જળ મૂળ માંથી નાશ કરી શકાશે. આ વસ્તુ પણ આપણા રસોડા માથી છે. જે બધી બીમારીઓ થી શરીર ને મુક્ત કરી સ્વસ્થ રાખે છે. તો ચાલો જોઈએ એ કઈ વસ્તુ છે.

એ છે ખસખસ. હા, એ જ ખસખસ કે જેનો ભરપૂર ઉપયોગ આપણે લડવા ઉપર ભભરાવીને કરીએ છીએ. તે શરીરને ઉર્જા આપે છે અને રોગોને મૂળમાંથી મટાડે છે. તેમાં વિટામિન, ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક, મેગ્નેશિયમ અને કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો રહેલા હોય છે. તેથી દરરોજ દૂધ સાથે ખસખસ મિક્સ કરી પીવાથી શરીરમાં ઉર્જા આવશે અને તમે નીરોગી રહેશો.

રીત :

સૌપ્રથમ, એક વાસણ લઈ તેને ધીમી આંચ પર મૂકો. તેમ દેશી ઘી નાખી ખસખસ ને તળી લો. પછી તેમાં એક ગ્લાસ દૂધ નાખો અને તેને ઉકળવા દો. બરાબર ઉકળી જાય પછી તેને ઠંડુ થવા મુકી દો. દરરોજ સવારે ખાલી પેટે આ દૂધ નું સેવન કરો.

ફાયદા :

કેલ્શિયમની ઉણપ પૂરી કરે :

આ દૂધ રોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં કેલ્શિયમ ની ખપત પૂરી કરે છે, તેથી હાડકાં મજબૂત બને છે. મજબૂત હાડકાં માં પીડા થતી નથી, તેથી તમને સાંધાનો દુખાવો, સોજા ચડવા વગેરેથી પણ રાહત મળશે. આ ઉપરાંત સંધિવા થી પણ બચી શકશો.

પેટના રોગોમાં રાહત આપે :

આ દૂધ ફાઇબરથી ભરપૂર હોય છે. તેથી પેટની બીમારીઓ મટાડે છે અને પાચનશક્તિ માં વધારો કરે છે. આ ઉપરાંત ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે માં પણ રાહત આપે છે.

આંખની નબળાઈ દૂર કરવા :

આ દૂધ રોજ સવારે ખાલી પેટે પીવાથી નબળી આંખોનું તેજ વધે છે. આંખો માં નંબર હોય તો તે પણ દૂર કરી શકાય છે અને આંખોની રોશની વધારી શકાય છે.

ડાયાબિટીસમા ફાયદો કરે :

આ ઉપાય ડાયાબિટીસ મા પણ ફાયદાકારક છે. તે સુગર ને વધવા દેતું નથી અને કંટ્રોલ માં રાખે છે. તેથી આ દૂધ નું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓને રાહત આપે છે. તેમજ શરીરમાં નબળાઈ આવવા દેતું નથી.

એનીમિયા સારવાર માટે :

તે લોહીને શુદ્ધ કરે છે. એનીમિયા ની સારવાર માટે ખસખસ વાળુ દૂધ ખુબજ ફાયદાકારક છે. તે લોહીને સ્વચ્છ રાખે છે, તેથી બીજા રોગોથી પણ રક્ષણ મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે :

તે શરીરમાં ઉર્જા નો સંચાર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેથી આપણે બધા રોગો સામે શરીરને બચાવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *