દરેક સ્ત્રીઓએ જરૂરથી કરવો જોઈએ કપૂર નો આ રીતે ઉપયોગ, ક્યારેય નહી સર્જાય નાણાભીડની સમસ્યા !

Spread the love

આપણાં ધર્મમાં કપૂરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા પાઠ કરવા માટે થાય છે. તેને આરતી અને યજ્ઞમાં વધારે લેવામાં આવે છે. તેનાથી ઘરમાં રહેલી ખરાબ શક્તિઑ દૂર થઈ શકે છે. આપણે નિયમિત તેમનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ શાંત અને સુખમય બની રહે છે. તેનાથી હવા શુદ્ધ બને છે. તેમની સુગંધથી નકારાત્મક વિચારો દૂર થાય છે.

આયુર્વેદમાં કેટલાક રોગોને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેમના કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. ઘરેલુ ઘણા ઉપાય ફકત સ્ત્રીઓએ જ કરવા જોઈએ. તેનાથી ઘરમાં ધનની કોઈ સમસ્યાઑ થતી ઉદભવતી નથી. પરિવારમાં ખૂબ ખુશીનું વાતાવરણ રહે છે.

કપૂરના ઉપાયો:

ગંગાજળને આપણા ધર્મોમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેમાં થોડો કપૂરનો ભૂકો કરીને તેમાં નાખીને તેને આપણાં ઘરમાં છાંટવું જોઈએ. તેનાથી ઘરની દુષ્ટ શક્તિનો નાશ થાય છે. કેટલાક લોકો ખૂબ મહેનત કરવા છતાં તે લોકોના જીવનમાં સફળતા મળતી નથી. તેમના કામમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે. તે લોકોને સ્નાન કરતી વખતે પાણીમાં તેમનું તેલ નાખવું જોઈએ. તે પાણીથી સ્નાન કરવું જોઈએ. તેથી તમારા તમામ કામ સફળ થાય છે.

આપણાં શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે જે લોકો તેમની આર્થિક સમસ્યાઓથી પીડિત હોય તે લોકોને બુધવારે કપૂરનું દાન કરવું જોઈએ. તે દિવસે ખાંડનું દાન કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા જીવનમાં આ સમસ્યાઓ આવશે નહિ. તમારા ઘરમાં તેમનો ધુમાડો કરવો જોઈએ. તેથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.

કપૂરનો દીવો પ્રગટાવીને ઘરમાં બધી જ્ગ્યાએ તેમનો ધૂપ આપવો જોઈએ ત્યારબાદ તેમને મંદિરમાં રાખવો જોઈએ. તેથી તમારા માતા ધનની દેવી લક્ષ્મીની કૃપા ખૂબ વરસતી રહે છે. તેમનો વાસ તમારા ઘરમાં થાય છે.

કેટલાક લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા મેળવવા માંગતા હોય તે લોકોને કપૂર અને લવિંગનો ધુમાડો નિયમિત કરવો જોઈએ. શક્ય હોય તો તેમને ચાંદીના વાસણમાં કરવો જોઈએ. તેનાથી તમારી આવકમાં ઝડપથી વધારો થાય છે. પૂજા કરતી વખતે તેમનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી બધા ભગવાનનો વાસ તમારા ઘરમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *