દરેક સ્ત્રી ને મળે રાજ કુંદ્રા જેવો પતિ! પોતાની પત્ની ની ઈચ્છાપૂર્તિ માટે આ જગ્યાએ લીધો વૈભવશાળી બંગલો

Spread the love

મિત્રો, હાલ સમગ્ર દેશમા લોકડાઉન ૩ મે સુધી લંબાવામા આવ્યો છે ત્યારે સામાન્ય લોકો ની જેમ જ બોલિવૂડ ના સિતારાઓ પણ પોતપોતાના ઘર મા જ પુરાઈ ને રહે છે. આ કોરોનાના સમય દરમિયાન તેમની સાથે સંકળાયેલા અનેક કિસ્સા અને વાર્તાઓ વર્તમાન સમયમા સોશિયલ મીડિયામા વાયરલ બની ચૂકી છે, લોકડાઉન ના કારણે શિલ્પા શેટ્ટી પણ લોકડાઉન શરૂ થયુ તે દિવસ થી જ પોતાના ઘર મા છે.

શિલ્પા શેટ્ટી નુ સ્વપ્ન હતુ કે, તેનુ ઘર દરિયા પાસે આવેલુ હોય. પત્ની નુ સ્વપ્ન પૂર્ણ કરવા રાજ કુંદ્રાએ પણ કર્યુ કઈક વિશેષ જેના વિશે આજે આપણે જાણીશુ. શિલ્પાએ મીડિયા મા આપેલ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતુ કે, તેને બાળપણ થી જ દરિયાની સામે ઘર લેવાની ઈચ્છા હતી. વિશેષ મા તેણે જણાવ્યુ હતુ કે જ્યા તે રહે છે, તે તેનો સ્વપ્ન મહેલ છે.

શિલ્પાએ તેમના પતિ રાજ કુંદ્રા સાથે મળીને તેમના ઘર ને ખૂબજ સરસ રીતે સજાવ્યુ છે. આ ઉપરાંત રીતિક રોશનની એક્સ પત્ની સુઝાન ખાને આ ઘર નુ ઈન્ટીરિયર ડિઝાઇન કર્યું છે. શિલ્પા ના ઘર નુ નામ “કિનારા” છે. શિલ્પા અને રાજ કુંદ્રા ના ઘર મા ફેંગશુઇ અને વાસ્તુ નુ ચુસ્તપણે ધ્યાન રાખવામા આવ્યુ છે. શિલ્પાએ ઘરના મેઈન ગેટ પાસે એક ગોલ્ડન હાથ લગાવ્યો છે.

આ સિવાય જો ઘર ના સીલિંગ ની વાત કરવામા આવે તો તે ૧૪ ફૂટ ઊંચાઈ ધરાવે છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ની પહેલીવાર લંડન મા મળ્યા હતા. લંડનમા વર્ષ ૨૦૦૭ મા શિલ્પા રિયાલિટી શો ‘બિગ બ્રધર’ જીત્યા બાદ તે આખા વિશ્વ મા જાણીતી બની, તો બીજી તરફ રાજ કુંદ્રા પણ નંબર ૧ બિઝનેસમેન તરીકે આખા વિશ્વમા પ્રખ્યાત હતા.

રાજ દ્વારા શિલ્પા ને પરફ્યૂમ ની બ્રાન્ડ ને પ્રમોટ કરવામા મદદ કરી. આ સમય દરમિયાન તે બંને એ એકબીજા ને ડેટ કરવા નુ શરૂ કર્યુ અને વર્ષ ૨૦૦૯ મા તે લગ્ન સંબંધે જોડાયા. હાલ તેમને બે સંતાનો છે એક પુત્ર અને એક પુત્રી. રાજ કુંદ્રાએ પોતાના લગ્ન ની પહેલી વર્ષગાંઠ પર શિલ્પાને દુબઈમા બુર્જ ખલીફાના ૧૯ મા માળ પર એક અપાર્ટમેન્ટ ભેંટ મા આપ્યો હતો. જો કે, બાદ મા શિલ્પા ને આ ઘર નાનુ પડતા તેમણે આ અપાર્ટમેન્ટ વહેંચી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *