ડાયાબીટીસ જેવી જીવલેણ બીમારીને પણ દૂર કરશે આ તાકતવર વસ્તુનું સેવન, મળશે અનેક બીમારીઓથી મુક્તિ, જાણો તમે પણ
કોદરી એક શરીર માટે ખૂબ મહત્વનુ ધાન છે. તેમાં ખૂબ પોષક તત્વો રહેલા હોય છે. તેવું ખૂબ ઓછા લોકો જાણે છે. તેનું બીજું નામ મોરયો છે. તેના દાણા થોડા નાના હોય છે. તેનું વાવેતર અનેક દેશોમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડું વગેરે જેવા દેશમાં તેનું વધારે ઉત્પાદન જોવા મળે છે. તે લાલ અને પીળા બે કલરના હોય છે. તે શરીરના પાચન માટે ખૂબ ઉપયોગી છે.
પિતના અનેક રોગોને દૂર કરવા માટે કોદરી ખૂબ જરૂરી છે. તેને કેટલાક દેશમાં વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શરીરના પાચનને શુદ્ધ રાખવા માટે તે ખૂબ ઉપયોગી છે. તે પચવામાં થોડું ભારે હોય છે. તેમાં ખૂબ પ્રમાણમા ફાઈબર રહેલું હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તે ડાયાબિટીસના દર્દી માટે ફાયદો કરે છે.
તાવ, ટાઇફોઇડ, કમળો જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે કોદરી ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરની પાચનક્રિયા મજબૂત બને છે. શરીરમાં પૂરતા પ્રમાણમા ઉર્જા મળી રહે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી અનેક રોગો સામે લડી શકાય છે. તે પચવામાં ભારે હોય છે. તેથી શરીરને શક્તિ મળે છે.
મોરયાની ખિચડી બીમાર લોકો ખાઈ છે. તેનું પાચન બરાબર રીતે થાય અને શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે. તે ખાવાથી પેટ ભરાયેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. તેથી ગરીબ લોકો તેનું સેવન વધારે કરે છે. ક્ષય જેવી બીમારી માટે આ ઉપાય ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના રોગ દૂર કરવા માટે તે ખૂબ ફાયદાકારક છે. તેનાથી શુગરને નિયંત્રિત રાખી શકાય છે.
કોદરીમાં ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. રોટલી અને અનાજ ખાવાને બદલે તેની ખિચડી બનાવીને ખાવી જોઈએ. તેથી શરીરનું વજન નિયંત્રિત રાખી શકાય છે. તેમાં કેટલાક એસિડ રહેલા હોય છે. તેના લીધે ભૂખ ઓછી લાગે છે. તેમની ખિચડીમાં લીંબુ નાખીને ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
સગર્ભા સ્ત્રીઓ માટે કોદરીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનાથી ડિલિવરી બાદ તેમનું દૂધ વધે છે. તેમાથી કેટલીક વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. નાના બાળકો માટે ઇડલી, થેપલા, પુલાવ જેવી વસ્તુઑ બનાવીને ખવાય છે. તેનાથી શરીરમાં બાળકોને પ્રોટીન મળી રહે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. ડાયાબીટીસ ધરાવતા લોકોને તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.