દહીંમા ભેળવી લો ખાલી આ એક વસ્તુ, તમને તમારા ડ્રાય તેમજ બરછટ વાળ માથી મળશે મુક્તિ, જાણો કઈ છે આ વસ્તુ?

Spread the love

અત્યારે લોકો ઘણા રોગોથી પીડાતા હોય છે. તેમાં મુખ્યત્વે વાળને લગતી ઘણી સમસ્યાને લીધે તે ચિંતિત રહે છે. આજે અમે તમને વાળની સમસ્યામાંથી છુટકારો આપવાના કેટલાક ઉપાયો બતાવીશું જે કરવાથી વાળની સમસ્યા માંથી છુટકારો મેળવી શકશો. વાળની સમસ્યા માટે દહીં ખુબ ઉપયોગી છે. તેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવ્યો છે.

દહીંમાં વધારે પ્રમાણમાં એન્ટી બેક્ટેરીયલ જેવા તત્વો હોય છે, સાથે વધારે પ્રમાણમાં વિટામિન્સ પણ રહેલા છે. જે આપણા વાળની બધી સમસ્યાને દુર કરે છે. દહીં એવા ઘણા પ્રકારના ગુણો રહેલા છે. જે આપણા વાળ માટે ફાયદાકારક છે. તે આપણા વાળને કાળા, લાંબા અને મજબુત બનાવે છે. દહીં માં ફેટી એસીડ રહેલું છે. જે આપણા વાળને સ્વસ્થ રાખે છે. જો તમે પણ તમારા વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માંગો છો તો અઠવાડિયામાં બે વખત દહીં નું પેક વાળમાં લાગવું જોઈએ. તો ચાલો તે પેક બનવાની રેસિપીને જાણીશું.

ખોળાની સમસ્યાને દુર કરવા માટે :

દહીંમાં એવા અમુક પ્રકારના ગુણો રહેલા છે, જે વાળમાં રહેલા ખોળાને દુર કરવામાં ઉપયોગી બને છે. આ પેક ને બનાવવા માટે એક બાઉલ દહીં, પાંચ ચમચી મેથી પાવડર, એક ચમચી લીંબૂનો રસ.

રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં બધી વસ્તુને મિક્સ કરવી. ત્યારબાદ તેને બ્રશ વડે આપણા આખા વાળમાં તે પેસ્ટને લગાડવી. ત્યાર બાદ તેને તમારા વાળમાં ચાલીસ મિનીટ સુધી તમારા વાળમાં રેવા દો. ત્યાર પછી તેને કોઈ હર્બલ શેમ્પુ વડે વાળને ઘોઈ લો. અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવાથી વાળમાં રહેલા ખોળાની સમસ્યા દુર થાય છે.

વાળની શાઇનિંગમાં વધારો કરવા માટે :

સાધન-સામગ્રી :

એક બાઉલ દહીં, વીસ નંગ જાસુદના ફૂલ, દસ નંગ લીમડાના પાન, દોઢ બાઉલ સંતરાનો રસ લો.

રીત :

સૌ પ્રથમ જાસુદના ફૂલ અને લીમડાના પાનને મિક્સરમાં ક્રશ કરી લેવા. ત્યાર પછી તેમાં દહીં અને સંતરાનો રસ મિક્સ કરવો. આ બધી વસ્તુને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ આ પેસ્ટને તમારા વાળમાં લગાવીને અડધો કલાક તમારા વાળમાં રહેવા દેવી. ત્યાર પછી તેને શેમ્પુ વડે ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારા વાળ ચમકવા લાગશે.

વાળને મજબૂત બનાવવા :

દહીંનો ઉપયોગ વાળને મજબુત બનાવવા માટે પણ થાય છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો આ પેક વાળમાં જરૂર લાગવું જોઈએ.

પેક બનાવવાની સામગ્રી :

એક બાઉલ દહીં, એક નંગ ઇંડુ, બે ચમચી જૈતુન નું તેલ, ત્રણ ચમચી એલોવેરા જેલ, બે ચમચી તુલસી ની પેસ્ટ, બે ચમચી લીમડાની પેસ્ટ.

બનવાની રીત :

આ બધી વસ્તુને એક બાઉલમાં લઈ સારી રીતે મિક્સ કરવી. ત્યાર બાદ તેને તમારા વાળના મૂળ સુધી લગાવી. તેને એક કલાક સુધી રહેવા દો. ત્યાર પછી શેમ્પુ વડે વાળને ધોઈ લેવા. આ ઉપાય કરવાથી વાળમાં મજબુતી વધશે અને વાળ ખરવાની સમસ્યા પણ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *