દહેજ જેવી કુપ્રથા ને નાબૂદ કરવા આ શિક્ષક નો અનોખો પ્રયાસ, પોતાના દીકરાના લગ્નમા જે કર્યું તે વાંચીને તમને પણ થશે ગર્વ! વાંચો આ લેખ

Spread the love

રાજસ્થાનમા આવેલા સિકર જીલ્લામાં આવેલ એક ગામ કે તેનું નામ રોલસાબસર ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકે તેના પુત્રના લગ્નમાં એક અનોખુ કામ કરીને અનોખો દાખલો સમાજને બતાવ્યો હતો. તે શિક્ષકે તેના પુત્ર જે સૉફ્ટવેર એંજિનિયર છે તેમએ દહેજ વગર લગ્ન કર્યા અને ત્યાર પછી તેને તેની પુત્ર વધુને તેની દીકરી માનીને તેના લગ્નની ભેટના રૂપમાં તેમણે કાર આપી હતી.

Msc સુધી અભ્યાસ કરેલી છે આ કન્યા :

મળેલી માહિતી પ્રમાણે સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતી ઉપખંડ ગણના ઢાંઢન નિવાસી વિદ્યાધર ભાસ્કર જે રોલસાહબર =ની સરકારી કન્યા વિદ્યાલયમાં એક વરિષ્ઠ શિક્ષક તરીકે તેની ફરજ બજાવે છે. વિદ્યાધર ભાસ્કરના પુત્ર જે સૉફ્ટવેર એંજિનિયર છે તેનું નામ રામ ભાસ્કર છે તેમના લગ્ન થોડા સમય પહેલા કર્યા હતા. તેમણે ફતેહપુરના રામગઢ ગુડવાસ ગામના નિવૃત સૂબેદાર રાજપાલ જાખરની દીકરી નીલમ જાખર સાથે લગ્ન કર્યા હતા. નીલમ જયપુરની સુબોધ કોલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

બધા આ શિક્ષકની પ્રશંસા કરે છે :

ભાસ્કર રામ અને નીલમના લગ્ન ખૂબ ધામધૂમ થી કરવામાં આવ્યા હતા. તેમણે પુત્રના લગ્નમાં દહેજ ન લઈને સમાજના લોકોને એક સારો અને મહત્વની સંદેશ આપ્યો હતો. તેમણે લગ્નના બીજા દિવસે ચહેરો જોવાની રસમમાં તેમની પુત્રવધુને કાર ભેટમાં આપી હતી. તેમના આ નિર્ણયને લીધે તેના સમાજમાં અને તેની સાથે તેના આખા જીલ્લામાં તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

દહેજમાં કાર અને પ્લોટ પાછા આપ્યા હતા :

વિદ્યાધર ભાસ્કરે જણાવ્યુ હતું કે તે તેના પુત્ર માટે જ્યારે સબંધ માટે કન્યા શોધતા હતા ત્યારે તેમણે ઘણા માંગા આવ્યા હતા. ઘણા લોકો તો દહેજમાં કાર અને પ્લોટ આપવાની વિનંતી પણ કરતાં હતા. ઘણા લોકો રોકડા પૈસા આપવાનું કહેતા હતા. પરંતુ તેમણે નક્કી કર્યું કે મે સંસ્કૃત અને શાસ્ત્રમાં શિક્ષણ લીધું છે તેથી હું મારા જીવનમાં કે મારા પુત્રના લગ્નમાં દહેજ લઇશ નહીં.

દહેજ લેતા લોકોમાં ઘટાડો થશે :

સિકરાના આ ગામના ભુતપૂર્વ સરપંચ જગદીશ પ્રસાદ શર્મા જણાવે છે કે આ શિક્ષકે તેની પુત્રવધૂને દીકરી ગણીને તેને કાર ભેટમાં આપી તેનાથે સમાજમાં પુત્ર અને પુત્રી વચ્ચેના ભેદભાવ કરતાં લોકોના વિચારોમાં બદલાવ આવશે. આ સિવાય જે લોકો દહેજ લે છે અથવા દહેજ ન મળતા વહુને ત્રાસ આપે છે તેના કેસમાં ઘણો ઘટાડો થશે.

મને બે માતપિતાના આશીર્વાદ મળ્યા :

તેની પુત્ર વધુ કહે છે કે મારા સસરાએ દહેજ ન લેતા અને મને પુત્રી માનીને તેમણે કાર ભેટ આપી તેથી હું અભિભૂત થઈ ગઈ. આજના સમયમાં ઘણી જગ્યાએ દીકરીને દહેજમાં કાર આપે છે ત્યાં એક સસરાએ તેની પુત્ર વધુને કાર આપી તે એક અનોખી પહેલ કરવામાં આવી છે. તેથી તે કહે છે કે હું ખૂબ ભાગ્યશાળિ છુ કે મને બે માતા પિતાના આશીર્વાદ મળ્યા છે.

આવા પ્રયાસ કરવાથી દહેજ પ્રથા બંધ થશે :

તારાચંદ ભોજન અને બાલાજી શૈક્ષણિક સંસ્થા નગારદાસના ડાયરેક્ટર દિનેશ પેરીક કહે છે કે શિક્ષક સમાજનું દર્પણ માનવામાં આવે છે. અત્યારે ભલે સસરાએ તેની પુત્રવધુને કાર ભેટમાં આપી તે અજીબ લાગે પરંતુ તેને આપનો સમાજ પરંપરાના રૂપમાં લઈને દહેજ પ્રથા હમહસ માટે બંધ કરી દેવી જોઈએ. આ શિક્ષકની પહેલ એક પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *