દબંગ સલમાન તેના ઘોડા સાથે ઘાસ ખાતા જોવા મળ્યો, આ વીડિયો જોઈને લોકો રહી ગયા દંગ

Spread the love

મિત્રો, હાલ લોકડાઉન ના કારણે સલમાન ખાન પોતાના ઘરે નહિ પણ પનવેલ સ્થિત ફાર્મ હાઉસમા કરે છે સમય પસાર. અંદાજિત ત્રણ અઠવાડિયા થી સલમાન ખાન તેમના ઘર અને પિતા સલીમ ખાન થી દુર છે. આ માહિતી થોડા સમય પહેલા સલમાન ખાને પોતાનો એક વીડિયો ફેન્સ ને શેર કર્યો. સલમાન ખાને આ સિવાય પણ એક વીડિયો હાલ પોતાના ફેન્સ ને શેર કર્યો.

તમે જોઈ શકશો કે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સલમાન ખાને એક વીડિયો શેર કર્યો છે જેમા તે પોતાના ઘોડા સાથે નજરે પડી રહ્યા છે. આ વીડિયો મા સલમાન ખાન પોતાના ઘોડા ને ઘાસ ખવડાવી રહ્યા હતા પરંતુ, આશ્ચર્ય ની વાત તો એ છે કે, ઘોડા ને ઘાસ ખવડાવતા-ખવડાવતા પોતે પણ ઘાસ નુ સેવન કરતા નજરે પડ્યા.

આ વીડિયો ને શેર કરતા સમયે સલમાને કેપશન મા લખ્યુ , “ અપને ચહિતે કે સાથ બ્રેકફાસ્ટ ”. સલમાન ખાન નો આ વીડિયો અને આ અંદાજ લોકો ને ખૂબ જ ગમ્યો અને લોકોએ આ વીડિયો ને લાઈક પણ કર્યો. આ પહેલા પણ સલમાન ખાને તેમના ભત્રીજા સાથે એક વીડિયો શૂટ કર્યો હતો અને તેમા લોકો ને આ લોકડાઉન ની સ્થિતિ મા ઘરમા રહેવા માટે અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલ બધા સિતારાઓ લોકડાઉન ની આ સ્થિતિ મા કઈ ને કઈ પ્રવૃત્તિ મા જોડાઈ ને પોતાનો સમય પસાર કરી રહ્યા છે તથા વીડિયો સંદેશ દ્વારા લોકો ને કોરોના ની ગંભીરતા વિશે સમજાવી રહ્યા છે અને જાગૃત કરી રહ્યા છે. ત્યારે આપણે પણ આ સ્થિતિ ની ગંભીરતા સમજીને ઘરની અંદર રહીએ તેવી આપ સૌ ને નમ્ર અપીલ. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *