દાંત નો અસહ્ય દુખાવો હોય કે પછી પિત્તથી લગતા કોઇપણ રોગ, આ નાનકડું ફળ કરે છે નાબુદ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, રાયણના વૃક્ષ એ મુખ્યત્વે વધારે પડતા ઉત્તર ગુજરાતમા જોવા મળે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમા આવતી આ વસ્તુને ઘણા અમદાવાદી રાયણ તરીકે પણ ઓળખે છે. તેના વૃક્ષો ખુબ જ મોટા અને સુંદર હોય છે. આ વૃક્ષ પર ફળ ગરમીની ઋતુમા જ જોવા મળે છે અને જ્યારે તે પાકે છે ત્યારે પીળાશ પડતા રંગના જોવા મળે છે. આ ઉપરાંત તે ખાવામા પણ ખૂબ જ મધુર હોય છે.

આ વૃક્ષની છાલ, ફળ તથા બીજ તમામ વસ્તુઓ ઔષધિમા પણ વપરાય છે. આ વૃક્ષના ફળમા ૭૦ ટકા શર્કરા પણ સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેના પાંદડા થોડા પાતળા હોય છે અને આ વૃક્ષ પર શિયાળામા મોર પણ આવે છે. આ ફળમા પુષ્કળ માત્રામા વિટામિન-એ, વિટામિન-બી અને વિટામિન-સી મળી આવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ સિવાય તેમા પુષ્કળ માત્રામા કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહતત્વ વગેરે જેવા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ બધા જ પોષકતત્વો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. આ ફળ લીંબોળી જેમ ઝૂમખામાં થાય છે. તેની અંદરની છાલમા દૂધ જેવો રસ પણ જોવા મળી રહે છે, તે થોડુ ચીકાશ ધરાવતુ હોય છે. તેનાં બીજને ભાંગતા એક રાતા બદામી રંગનું બીજ નીકળે છે જેનુ ઓઈલ બનાવીને અનેકવિધ બીમારીઓને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થાય છે.

આ ઉપરાંત આ ફળમા ત્રિદોષહર, સ્નિગ્ધ, ધાતુવર્ધક તત્વો સમાવિષ્ટ હોય છે. તે એકદમ મીઠી અને શીતળ હોય છે. તેનાથી તમારી તરસ પણ છીપાઈ જાય છે. આ ઉપરાંત તે રક્તદોષની સમસ્યાને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તે તમારી ગરમીની સમસ્યાને દૂર કરે છે અને તમને એક અલગ જ ઠંડક આપે છે.

જો તમે દાંત સાથે સંકળાયેલ કોઈપણ પ્રકારની સમસ્યાથી પીડાતા હોવ તો આ ફળના બીજમાંથી બનાવવામા આવેલ ઓઈલને દાઢ પર લગાવવામા આવે તો તે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે ઠળિયા વગરના રાયણ ૧૦૦ ગ્રામ જેટલા લઈ તેને ઘી મા તળી ત્યારબાદ તેમા ધોળી મૂસળી, કાળી મૂસળી, કવચાના બીજ, એખરો, ગોખરું, ગુંદાના ઠળિયા, સૂંઠ, ધોળા મરી, જાયફળ, જાવંત્રી, એલચી, તજ, લવિંગ, બાવળનો ગુંદર એ દરેક ચીજવસ્તુઓ અઢી-અઢી ગ્રામ લઈને તેની નાની ગોળીઓ બનાવવી. આ ગોળીઓનુ સેવન તમારી કફ, પિત્ત અને વાયુ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને પણ દૂર કરે છે.

આ સિવાય જો તમે રાયણનુ મૂળ, તેની છાલ અથવા તો બીજને એકસમાન માત્રામા લઈને તેમા હળદર, દેવદાર, મજીઠ, સરસવ, તલ, કોકોનટ ઓઈલ મિક્સ કરીને શરીરે ચોપડવામા આવે તો શરીરમા શુળ અને બળતરાની સમસ્યા પણ દૂર થશે. આ સિવાય તમે સરદર્દ અને મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યાઓમાથી પણ મુક્તિ મેળવી શકો છો.

આ સિવાય જો તમે રાયણના પાનને દૂધ સાથે પીસી લો અને રાત્રે સુતા પહેલા તેની પેસ્ટ તૈયાર કરીને તમારા ચહેરા પર લગાવો અને સવારે તેને હળવા પાણીથી ધોઈ લો તો તમને ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા પણ રાહત મળશે. તો એકવાર આ આયુર્વેદિક ઉપાય અવશ્યપણે અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *