કફ , હૃદયરોગ , કબજીયાત અને ગળા સાથે જોડાયેલી પચાસ કરતા પણ વધુ બીમારીઓનુ અસરકારક ઈલાજ છે આ ઔષધી, આજે જ જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

મિત્રો, બહેડાને આપણા આયુર્વેદમા ખૂબ જ વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. તે સ્વાદે એકદમ તૂરા, કડવા, મધુર અને તીખા હોય છે. તે ગુણમાં ગરમ, હળવા, આંખને હિતકારી,મળ ભેદક અને વાળ કાળા કરનાર હોય છે. બહેડામાં માં રહેલા જૈવિક તત્વો એન્ટીબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડેન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોય છે. જાણીતી જડીબુટ્ટી ત્રિફળામાં ત્રણ મુખ્ય ભાગમાં એક ભાગ બહેડા છે. તે ઘણા રોગોના ઉપચાર માં વાપરે છે. તો ચાલો જોઈએ બહેડા ના ફાયદા.

આ ફળનું ચૂર્ણ અને અશ્વગંધાના ચૂર્ણને એકસમાન માત્રામાં લઈ મિક્સ કરી લો. આ ચૂર્ણમાંથી ૫ ગ્રામ લઈ તેમા ગોળ ભેળવીને મિશ્રણ કરી તેનું ગરમ પાણી સાથે સેવન કરવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે. દરરોજ ૨ ચપટી બહેડાના વૃક્ષની છાલનું ચૂર્ણ ઘી અથવા ગાયના દૂધ સાથે ફાકવાથી હ્રદયના ધબકારા ઠીક કરી શકાય છે.

આ ઉપરાંત જો તમે ધતુરા અને બહેડાના પાનને એકસમાન માત્રામા લઈને વાટી લો અને ત્યારબાદ આ ચૂર્ણને ચિલમ કે હુક્કામાં ભરી તેનુ સેવન કરો તો શ્વાસ અને દમની બીમારીઓમા તમને રાહત મળે છે. આ સિવાય જો તમે બહેડામા થોડું ઘી ચોપડીને ચૂલામાં શેકી લો અને આ સેકેલ બહેડા નો ટુકડો મોઢામાં રાખી ચૂસવાથી કફ, ઉધરસ, ગળું બેસી જવું, વગેરેમાં રાહત મેળવી શકાય છે.

આ સિવાય આ ઔષધિના અડધા પાકેલા ફળને વાટીને તેનું દરરોજ એક એક ચમચી પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યામા ફેર પડે છે અને પેટ પણ સાફ રહે છે. આ ઉપરાંત તે દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. બહેડા, આમળા, તજ, ઈલાયચી, હરડે, મરચુ , સુંઠ, તમાલપત્ર, પીપળો તેમજ કોથાણું આ બધાના ચૂર્ણને મધમા મિક્સ કરીને તેનુ મંજન કરવાથી દાંતના બધા જ રોગો દૂર થાય છે.

આ ઉપરાંત જો તમે બહેડાની છાલને મધ સાથે મિક્સ કરીને તેનો લેપ આંખો પર લગાવો તો તમને આંખ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. આ સિવાય તેના ગર્ભના ચૂર્ણમા મધ ભેળવીને તેને કાજળની જેમ લગાવો તો આંખનો સોજો અને દુ:ખાવો દૂર થશે. મેદસ્વિતાથી પીડિત લોકો માટે પણ બહેડાનુ ચૂર્ણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. એક મહિનો આ ચૂર્ણને નવશેકા પાણી સાથે ફાકવાથી ચરબી ઓછી થશે.

આ સિવાય તેના બીજ નો લેપ દરેક પ્રકારના સોજો, બળતરા અને દુખાવા માટે ફાયદાકારક નીવડે છે. સાંધાનો દુખાવો પણ એનાથી મટે છે. તે પાચનશક્તિ સુધારીને પેટના રોગો મટાડે છે. ૨ ચમચી બહેડાના ફળના ચૂર્ણ ને આખી રાત પાણીમાં પલાળી સવારે વાળના મૂળમાં લગાવી ૧ કલાક પછી ધોવાથી વાળનું ખરવું અટકે છે. આ ઉપરાંત તેના વૃક્ષની છાલ ૨-૪ ગ્રામ અને ૧-૨ લવિંગને વાટીને એક ચમચી મધમાં ભેળવીને દિવસમાં ૩-૪ વાર ચાટવાથી ઝાડાની સમસ્યામા રાહત મળે છે આમ, બહેડા ખુબ જ ગુણકારી ઔષધિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *