કોરોનાને રાખો તમારા ફેક્સાથી દૂર, બસ એકવાર અજમાવો આ અસરકારક ઉપાય અને બનાવો તમારા ફેક્સાને કાચની માફક ચોખ્ખા…

Spread the love

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, અત્યારે કોરોનાની મહામારી તેની ચરમ સીમા પર ચાલી રહી છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવુ હાલ આપણા માટે ખુબ જ કઠીન સાબિત થઇ રહ્યુ છે. હાલ, આ બીમારીના કારણે અનેકવિધ લોકોનો જીવ જોખમમા મુકાયો છે. આ કારણે જ આ બીમારી સામે રક્ષણ મેળવવા માટે લોકો અત્યારે દેશી દવાની સાથે અન્ય અનેકવિધ ઉપાયો પણ અજમાવી રહ્યા છે. તો ચાલો આજે આ લેખમા આપણે પણ આ દેસી ઉપાયો પર એક નજર મારીએ.

હાલ, કોરોનાની લોકોમા ખુબજ ગંભીર અસરો જોવા મળી રહી છે. આ કોરોના વાઇરસ ફેફસામા જઈને ફેફસાની કાર્યશૈલીને સાવ બંધ કરી નાખે છે. આ કારણોસર જ ફેફસામા કફ નુ પ્રમાણ એકત્રિત ના થાય તેની વિશેષ સાર-સંભાળ રાખવી જોઈએ. તમારે તમારા ફેફસાને હંમેશા ચોખ્ખા રાખવા જોઈએ. આ માટે અમુક ઘરેલુ ઉપાય ખુબ જ કારગર અને અસરકારક સાબિત થશે જેના વિશે આજે આપણે જાણીશુ, ચાલો જાણીએ.

જો તમે ફેફસામા રહેલા કફને દૂર કરવા ઈચ્છતા હોવ તો તેના માટે અમુક મુખ્ય વનસ્પતિઓ જેમકે, આદુ, અરડૂસી અને તુલસીના પાનને એકસમાન માત્રામા લઈને તેનો ઉપયોગ કરવાથી તમે કફની સમસ્યાથી ખુબ જ સરળતાથી રાહત મેળવી શકો છો. જો તમે તેમા મધ ઉમેરીને આ મિશ્રણને બે વાર લો તો પણ ઝડપથી આ કફની સમસ્યા દૂર થઇ જાય છે.

આ સિવાય જો તમે આદુના રસમા મધ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને શરદી, ઉધરસ અને કફની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે. તમે ફેફસાને ખુબ જ સારી રીતે સાફ કરી શકો છો. આ ઉપરાંત એકત્રિત થયેલા કફને દૂર કરવા માટે તુલસીના પાન પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે આ પાનેને ચાવીને ખાવ તો તેના રસને કારણે કફ દૂર થાય છે. આમ, તમે કોરોનાથી રક્ષણ મેળવવા માટે અવશ્ય આ ઉપાયનો ઉપયોગ કરો.

આ સિવાયનો એક અન્ય ઉપાય છે હળદર. તેમા પુષ્કળ માત્રામા એન્ટિસેપ્ટિક અને એન્ટીબેકટેરિયલ ગુણતત્વો સમાવિષ્ટ છે. આ ગુણતત્વો તમારી કફની સમસ્યાને દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે હળદર અને મધને એકસાથે મિક્સ કરીને તેનુ દિવસમા ત્રણ વખત સેવન કરો તો પણ તમને આ સમસ્યામાથી મુક્તિ મળી શકે છે.

આ ઉપરાંત જો તમને વધુ પડતી ઉધરસ આવતી હોય ત્યારે હળદરને ગરમ પાણીમા મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો તમને તુરંત જ રાહત મળે. આ સિવાય તેને લીંબુ પાણી સાથે સેવન કરવામા આવે તો ઉધરસની સમસ્યા સામે પણ તમને રાહત મળે છે. આ સિવાય જો તમને સુકી ઉધરસ આવતી હોય તો તમને મધ ચાટવાથી પણ રાહત મળે છે.

આ સિવાય જો તમે અરડૂસીના પાનને ચાવો તો તમને શરદી અને કફની સમસ્યા સામે પણ રાહત મળે છે. આ સિવાય જો લીંબુમા આદુ અને સિંધવ નમક ઉમેરીને તે રસ પીવામા આવે તો પણ કફની સમસ્યા સામે રહાત મળે છે. આ ઉપરાંત ઘઉંના લોટની રાબ બનાવી તેનુ સેવન કરવાથી પણ તમને રાહત મળે છે. તો તમે પણ એકવાર આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *