છૂટાછેડા બાદ હવે કરિશ્મા કપૂર કરવા જઈ રહી છે બીજા લગ્ન, દુલ્હાનું નામ જાણીને પહેલા પતિના તો ઉડી ગયા હોશ

Spread the love

બોલીવુડ ફિલ્મ જગતની બીવી નંબર-૧ એટલે કે કરિશ્મા કપૂર આજકાલ મીડિયાની હેડલાઈન્સમાં ચર્ચામાં છે. કરિશ્મા કપૂર ૯૦ ના દાયકાની સુંદર અને સુપરહિટ અભિનેત્રીઓના લિસ્ટ માંની એક અભિનેત્રી હતી. જો કે હવે તેમણે ફિલ્મોથી ઘણું અંતર બનાવી લીધું છે. તેમ છતાં પણ તે કોઈ ને કોઈ રીતે મીડિયામાં ચર્ચિત રહ્યા કરે છે.

કરિશ્મા કપૂરના લગ્ન જીવન વિષે વાત કરીએ તો તેમને લગ્ન બાબતે હંમેશા નિરાશા જ મળી છે. સમાચારો પરથી મળતા અહેવાલ મુજબ કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂર વારંવાર તેમની સાથે મારપીટ કરતા હતા. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત તે કોર્ટમાં છૂટાછેડાની કાયદાકીય લડાઈ લડી રહી હતી અને છેલ્લે કોર્ટે કરિશ્મા કપૂરના હકમાં નિર્ણય લીધો અને તેમને સંજય કપૂરથી છુટકારો મળી ગયો. સંજય કપૂરે બીજા લગ્ન કરી ફરી પોતાનું ઘર વસાવી લીધું હતું. પરંતુ કરિશ્મા હજુ સુધી એકલતાથી લડતી આવી રહી હતી.

આજકાલ કરિશ્મા કપૂર ફરી એક વાર મીડિયાની હેડલાઈનમાં ચર્ચામાં છે. ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે કે જલ્દી જ કરિશ્મા કપૂર પણ પોતાનું નવું ઘર ફરીથી વસાવવા જઈ રહી છે. આ વખતે તેમના પતિ બીજું કોઈ નહીં પરંતુ તેમના મિત્ર સંદીપ તોષનીવાલ બનવા જઈ રહ્યા છે. સમાચાર પરથી પ્રાપ્ત થતી વિગતોનું માનીએ તો કરિશ્મા કપૂર અને સંદીપ તોષનીવાલ છેલ્લા ૩ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સંદીપ તોષનીવાલ એક પ્રખ્યાત બિઝનેસમેન છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સંદીપ તોષનીવાલ પણ કરિશ્મા કપૂરની જેમ જ વિવાહિત છે અને તેમને પણ પોતાની પહેલી પત્ની સાથે છૂટાછેડાની અરજી ૭ વર્ષ પહેલા જ આપી દીધી છે. સતત ૭ વર્ષ બાદ હવે સંદીપને કોર્ટથી રાહત મળી છે અને તેમના પણ છૂટાછેડા થઇ ગયા છે. પરંતુ કોર્ટે આ છૂટાછેડાના બદલામાં સંદીપ તોષનીવાલને એમની પહેલી પત્નીને ૨ કરોડ રૂપિયા આપવાની માંગ કરી છે અને સાથે જ તેમની બે છોકરીઓને પણ ૩ કરોડ રૂપિયા આપવા માટે કહ્યું છે. સંદીપ તોષનીવાલ જે ઘરમાં રહેતા આવ્યા છે તે ઘર પણ તેમણે પોતાની પહેલી પત્નીના નામે જ કરવું પડયું છે.

કરિશ્મા કપૂરના સંજય કપૂર સાથે લગ્ન થવાના હતા એ પહેલા, અભિષેક બચ્ચન સાથે તેમની સગાઈ ટૂટી ગઈ હતી. તેમજ સંદીપ તોષનીવાલ પણ પોતાના વિવાહિત સંબંધોના તણાવને લઈને વર્ષ ૨૦૦૪ માં જ પોતાની પત્નીથી અલગ થઈ ગયા હતા. હાલમાં જ કરિશ્મા કપૂરને એરપોર્ટ પર સંદીપ તોષનીવાલ સાથે બિન્દાસ રીતે ફરતી જોવા મળી હતી. લોલો એટલે કે કરિશ્મા કપૂર એરપોર્ટ પર કાળા રંગના ટ્રેક પેન્ટ સાથે સફેદ સ્પોર્ટસ શૂઝ પહેરેલા અંદાજમાં જોવા મળી હતી. સાથે સફેદ રંગની ટી-શર્ટ એમની પર ખુબ શૂટ કરી રહી હતી. તમને એ પણ જણાવી દઈએ કે કરિશ્મા કપૂર સાથેના છૂટાછેડા બાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

છેલ્લા ઘણા સમયથી કરિશ્મા કપૂર અને સંદીપ તોષનીવાલના અફેરના સમાચાર સતત આવી રહ્યા હતાં. આ ઉપરાંત બંનેને એક સાથે ઘણાં ફંક્શન અને ઇવેન્ટસમાં પણ જોવામાં આવ્યા છે. જેનાથી પરથી એ અનુમાન લગાવવામાં આવે છે કે બંને વચ્ચે કંઈ ને કંઈ ખીચડી જરૂર રંધાઈ રહી હતી. જો કે સંદીપ તોષનીવાલ અને કરિશ્મા કપૂરે લગ્નનો નિર્ણય લઈ લીધો છે. જો કે હજુ તારીખ નક્કી નથી થઈ પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં બન્ને લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *