કોલેસ્ટ્રોલ તેમજ હ્રદયરોગ ને જડમૂળ માથી આ શક્તિશાળી બી કરે છે નાબુદ, આજે જ જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવી અનેકવિધ વસ્તુઓનો ઉલ્લેખ કરવામા આવેલો છે, જેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે અને તેના નિયમિત સેવનથી આપણુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આજે આપણે શાસ્ત્રોમા દર્શાવેલી આ આયુર્વેદિક વસ્તુઓમાણી એક વસ્તુ કોળા વિશે માહિતી મેળવીશુ તો ચાલો જાણીએ.

શું તમને ખ્યાલ છે કે, આ કોળાના બીજમા પુષ્કળ માત્રામા કોપર, જસત અને મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે. નિયમિત ખાવામા આવતા આ કોળાના દાણા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ વિશેષ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા સમાવિષ્ટ એન્ટીઑકિસડન્ટ ગુણતત્વોના કારણે શરીરમા ફરી રેડિકલ્સની સમસ્યા સામે રાહત મળે. આ બીજનુ જો તમે નિયમિત મુઠ્ઠીભર સેવન કરો તો તમને પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ અને જસત મળી રહે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એ જાહેર કરવામા આવ્યુ છે કે, આ બીજમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ અને ઝીંક સમાવિષ્ટ હોય છે. તે ઝીંકનો એક ખુબ જ સારો સ્રોત છે. આ સિવાય તેમા પુષ્કળ માત્રામા વિટામીન-ડી, વિટામીન-એ, વિટામીન-બી૧, વિટામિન-બી૨, વિટામિન-બી૬, વિટામીન-સી અને વિટામીન-ઈ મળી રહે છે.

આ સિવાય કોળાના બીજમા પુષ્કળ માત્રામા ફાઈબર પણ મળી આવે છે, જે આપણા હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ બીજમા મેગ્નેશિયમ ભરપૂર માત્રામા મળી આવે છે, જેના લીધે આપણા હૃદયમા લોહી યોગ્ય રીતે વહે છે અને લોહીના ગાંઠા બનતા નથી તથા હૃદયનો હુમલો આવવાનો ભય પણ ઓછો થઇ જાય છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી તમારુ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમા રહે છે.

કોળાના બીજ પેટ માટે પણ ખૂબ લાભકારી છે. તેને આહારમાં સામેલ કરવાથી એસિડિટી થી રાહત મળે છે. કોળાના બીજ માં મેગ્નેશિયમ મળી આવે છે અને તેમાં ફોસ્ફરસ અને ઝીંક પણ મળી આવે છે જેનાથી હાડકા મજબૂત બને છે. કોલેસ્ટ્રોલ ને ઓછા કરવા રોજ પલાળેલા કોળાના બીજ બે થી ત્રણ ચમચી રોજ ખાવા જોઈએ. કોળાના બીજ માં મળતા લીગનન પદાર્થ સ્તન કેન્સરની રોકથામ અને સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોળાના બીજ વાળા ખોરાક પ્રોસ્ટેટ કેન્સરના કોષોનો વિકાસને અટકાવે છે.

આ બીજમા અમુક એવા પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે, જે તમારી ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમા લાવવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તે આપણા શરીરમા ઇન્સ્યુલિનની માત્રને નિયમિત કરે છે તથા શરીરમા રહેલા તણાવને પણ ઘટાડે છે. જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય તેમણે નિયમિત વહેલી સવારે નાસ્તામા બે ચમચી પલાળેલા બીજનુ સેવન કરવુ જેથી, તમારા શરીરનુ શુગર લેવલ નિયંત્રણમા રહે, તેનાથી શરીર પર કોઈ દુષ્પ્રભાવ નથી પડતો.

આ બીજના નિયમિત સેવનથી શરીરમા રક્ત અને ઉર્જાના સ્તરનુ નિર્માણ પણ યોગ્ય રીતે થાય છે. આ બીજમા ટ્રીપ્ટોફેન પ્રોટીન મળે છે, જે ઊંઘનુ કારક માનવામાં આવે છે. આ બીજના નિયમિત સેવનથી તમને અનિંદ્રાની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ સિવાય તેમા સમાવિષ્ટ એમીનો એસીડ ટ્રીપટોફાન શરીરમા સેરોટોનીનને પરિવર્તિત કરીને ગહેરી ઉંઘ લાવવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

આ સિવાય આ બીજ તમારી દાંતોની સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે ૩-૪ લસણની કળીઓની સાથે લગભગ ૫-૬ ગ્રામ કોળાના બીજને ગરમ પાણી સાથે ઉકાળી લો અને પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય ત્યાર પછી તેને ગાળી લો અને આ હલકા ગરમ પાણીના કોગળા કરો તો તમને આ દાંત સાથે સંકળાયેલી સમસ્યામા રાહત મળશે. એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *