કોલેસ્ટ્રોલ, સાંધાથી લગતા દુખાવા તેમજ ગેસ ની તકલીફ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂરથી અજમાવવો જોઈએ આ ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

બધા લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે બદામનો ઉપયોગ કરતા હોય છે. બદામને સાંજે પલાળીને સવારે ખાવાથી તે આપણા શરીરને ઘણા રોગોથી દુર રાખે છે. બદામમાં પ્રોટીનનું પ્રમાણ ભરપુર હોય છે. પરંતુ તમે એ જાણો છે કે બદામને બદલે મગફળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. મગફળીને સાંજે પલાળી સવારે તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થાય છે. શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન વધુ પ્રમાણમાં લોકો કરતા હોય છે. સાંજે રોજ મગફળી પલાળી સવારે તેને ખાવાથી આરોગ્યને લગતી ઘણી બાબતમાં ફાયદો થાય છે.

તેને પલાળીને ખાવા થી તેની અંદર રેહલા પોષકતત્વો આપણા લોહી નુ પરીભ્રમણ સારુ રાખે છે. તે આપણ ને હ્રદયરોગો થી પણ બચાવે છે. તે પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન તેમજ સેલેનિયમ જેવા ગુણધર્મો થી ભરપુર હોય છે. તેથી તે આપણા શરીરને રોગો માથી બચાવે છે. તો ચાલો પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય તે જાણીએ. મગફળી આરોગ્ય માટે રામબાણ છે. ખાસ કરીને તે વનસ્પતિક પ્રોટીનનો એક સ્ત્રોત છે. હેલ્થ રીસર્ચમાં એ વાત સામે આવેલ છે કે દૂધ અને ઈંડા કરતા પણ વધારે ગણું પ્રોટીન મગફળીમાં હોય છે.

તેમાં વિટામીન ‘ઈ’ અને ‘બી સિક્સ ’ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મગફળીને સાંજે પલાળી સવારે તેને કાચી અથવા બાફીને ગોળ સાથે ખાવાથી તે આપણા શરીરમાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તમારા શરીરમાં રહેલી લોહીની ઉણપને પણ દુર કરે છે. મગફળી કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરવામાં ખુબ મદદ કરે છે. કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ૫.૧ ટકા નો ઘટાડો આવે છે. તે ઉપરાંત ઓછું ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ પ્રમાણ પણ ૭.૪ ટકા ઘટાડી દે છે. પલાળેલી મગફળી ખાવાથી તે આપણા બ્લડસુગરને પણ કન્ટ્રોલમાં રાખે છે અને ડાયાબીટીસમાં પણ ફાયદો થાય છે.

જે લોકોને ડાયાબીટીસ હોય તેણે નિયમિત પચાસ મગફળી પલાળીને તેનું સેવન કરવું જોઈએ. તેની અંદર ફાયબર ભરપુર માત્રામાં હોય છે. તેથી તે આપણા પાચનતંત્રને પણ સારું રાખે છે. તેમાં જરૂરી પ્રમાણમાં ફાઈબર્સ હોવાને લીધે તે આપણી પાચન શક્તિ વધારે છે. તેના નિયમિત ઉપયોગથી કબજિયાતની તકલીફ દુર થઇ જાય છે. સાથે જ, ગેસ અને એસીડીટીની તકલીફમાં પણ રાહત મળે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ મગફળી ખુબ ફાયદાકારક હોય છે. તેની અંદર ફોલિક એસીડ રહેલું હોય છે, જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદ કરે છે.

નાના બાળકોને પલાળેલી મગફળી ખવડાવાથી તેમની યાદશક્તિમાં વધારો કરે છે. તે ઉપરાંત તે આપણા શરીરમાં ઉર્જા આપે છે. મગફળીને ગરીબોની બદામ પણ કહે છે. મગફળીના ઓછામાં ઓછા વીસ દાણા પલાળીને ખાવાથી મહિલાઓને કેન્સર થતું નથી. તેની અંદર રહેલા એન્ટીઓકિસડન્ટો, આયર્ન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક શરીરમાં કેન્સરના કોષો સામે લડવામાં ઉપયોગી બને છે. મગફળી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં ઓમેગા-6 ફૈટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે, જે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ ત્વચા માટે જવાબદાર છે.

જે વ્યક્તિ ને સાંધા દુખવાની સમસ્યા હોય તેને આ પલારેલી માંડવી ચોક્કસ ખાવી જોઈએ. તે આપણા સાંધાના દુખાવાને દુર કરે છે. જે લોકો જીમમાં જતા હોય તેણે પણ જીમ જતા પહેલા પલાળેલી માંડવી ખાવી જોઈએ. તેનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં બીર્ટ કેરોટીન મળી આવે છે જેનાથી આંખો તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *