કોલેસ્ટ્રોલ, ગેસ તેમજ પાચનથી લગતા તમામ રોગો માટે ખુબ જ અસરકારક છે આયુર્વેદિક ઉપચાર, એકવાર જરૂરથી અજમાવી જુઓ…

Spread the love

મેથી એ ચોક્કસ પણે દરેક ઘર ના રસોડા ના મસાલા માથી એક છે, મેથી ની વિશેષ બાબત એ છે કે તેનો વનસ્પતિ થી બીજ સુધી નો ઉપયોગ ખોરાક નો સ્વાદ વધારવામા મદદ કરે છે મેથી સિવાય તેની એક બીજી વિવિધતા છે જેને આપણે કસુરી મેથી ના નામ થી જાણીએ છીએ. મેથી ને સુકવીને બનાવતી મેથી ને કસુરી મેથી કહે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય તત્વો થી તે પાચન અને ડાયાબીટીસ ને લગતી બધી સમસ્યાને દુર કરે છે.

કસુરી મેથીનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો તેને તે જલ્દીથી સારું કરે છે. તે વજન ઘટાડવા માટે પણ ખુબ ઉપયોગી બને છે. સવારમાં ખાલી પેટે કસૂરી મેથીને ખાવાથી તમારા વજનમાં ધટાડો થાય છે. કસૂરી મેથીમાં ફાયબર જડપથી પચતું નથી, માટે ભૂખ ઓછી લાગે છે. તેને લીધે ઓછા ખોરાક લેવાય છે અને વજન ઝડપથી ઘટવા લાગે છે. એનીમિયા જેવા રોગમાં કસુરી મેથીનું સેવન તેમના માટે ખુબ ઉપયોગી બને છે. જે વ્યક્તિને લોહીની ટકાવારી ઓછી હોય તેવા લોકો એ કસુરી મેથી ખાવી જોઈએ.

તેમાં રહેલા તત્વ લોહી વધારવામાં ખુબ ઉપયોગી બને છે. જે સ્ત્રીને ડીલીવરી પછી દુધનો અભાવ હોય તેને કસૂરી મેથી ખાવાથી ફાયદો થાય છે. તેમાં ગેલેક્ટાગોગ નામનું તત્વ હોવાથી તે માતાના દુધમાં વધરો કરે છે. મેથીનો ઉપયોગ ડાયાબીટીસના દર્દીને પણ ખુબ ઉપયોગી બને છે. તેમાં રહેલા ફ્લેવોનોઇડ્સમાં હાયપોક્લેસ્ટરોલેમિક અસરો અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે. જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં ઉપયોગી થાય છે. કસૂરી મેથીનું સેવન કરવાથી લીવરને લગતી બધી સમસ્યામાં ફાયદો થાય છે અને વ્યક્તિનું લીવર વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે.

વાળ માટે પણ કસુરી મેથી ખુબ ઉપયોગી બને છે. તેનું સેવન કરવાથી વાળ મજબુત બને છે, અને વાળને ખરતા પણ અટકાવે છે. તે ઉપરાંત કસુરી મેથીના પાણીથી વાળ ધોવાથી વાળમાં રહેલો ખોડો અને ખંજવાળને તે દુર કરે છે અને વાળ મુલાયમ બનાવે છે. કોઈ પણ પેટના રોગોની સમસ્યા હોય ત્યારે પણ કસુરી મેથી ખુબ ફાયદાકારક છે. તેને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો. તે આતરડાની સમસ્યાને પણ દુર કરે છે. કસૂરી મેથીને આર્યુવેદમાં ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણી એવી દવા બનવા માટે પણ થાય છે.

કસુરી મેથીમાં કેલ્શિયમ અને આર્યન ભરપુર પ્રમાણમાં હોવાથી તે આપણા શરીરની રક્ષા કરે છે અને આપણને ઘણા રોગો માંથી છુટકારો અપાવે છે. જે વ્યક્તિને છાતીમાં બળતરા થતા હોય તેણે આનું સેવન કરવાથી તે સમસ્યા દુર થાય છે. કસૂરી મેથીમાં પોટેશિયમ હોવાથી તે હાઈ બ્લડને કન્ટ્રોલમાં રાખે છે, અને હદયને પણ સારું રાખે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર નામનું તત્વ હોવાથી તે હાર્ટ એટેકની આવવાની સંભાવના ઓછી રહે છે. કસૂરી મેથીને ચહેરા પર હળવા હાથે માલીસ કરવાથી તેમાં ચમક આવે છે અને ખીલ,કાળા ડાગ પણ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *