છેલ્લા ૩૦ વર્ષ થી આ માણસ પીવે છે ઝેરી સાપ નુ ઝેર, કારણ જાણીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે
મિત્રો, આ આખા વિશ્વ મા અનેક એવા વિચિત્ર લોકો રહે છે, જેમના શોખ તદન વિચિત્ર છે. વિશ્વ મા ઘણા લોકો પોતાની વિચિત્ર જીવનશૈલી ના કારણે જગવિખ્યાત હોય છે. આજે આ લેખમા અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જે છેલ્લા ૩૦ વર્ષો થી કરી રહ્યો છે ઝેરીલા સાપ ના ઝેર નુ સેવન. તમને જણાવી દઈએ કે , આ ઝેરીલા સર્પો ના ઝેર નુ સેવન કરવા ના કારણે તે ઘણી વાર મૃત્યુ ના મુખ સુધી પણ પહોંચી ગયો છે.
તેમ છતાં પણ તે પોતાની આ આદત છોડતો નથી. આ વ્યક્તિ છે કેલિફોર્નિયા નો નિવાસી સ્ટીવ લુડવિન. તમને જણાવી દઈએ કે સ્ટીવ ને સર્પ સાથે રમત કરવાનો ખૂબ જ શોખ છે. મિત્રો , સ્ટીવ એ ૩૦ વર્ષ પહેલા ગ્રીન ટ્રી વાઇપર સર્પ નુ બધુ જ ઝેર કાઢીને તેને ઇન્જેક્શન મા ભરીને , ઇન્જેક્શન દ્વારા આ સંપૂર્ણ ઝેર પોતાના શરીર મા ઉતારી દીધુ.
આ ઉપરાંત વિશ્વ ના સૌથી ખતરનાક બ્લેક મામ્બા અને કોબરા નુ ઝેર પણ તે પોતાના શરીર મા ઇંજેકટ કરી ચુક્યો છે. સ્ટીવ નો એવો દાવો છે કે , આ સર્પો ના ઝેર નુ સેવન કરવાના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બની ચૂકી છે, હાલ છેલ્લા ૧૫ વર્ષ થી સ્ટીવ ને ઉધરસ કે શરદી થઈ નથી. સ્ટીવ કહે છે કે આ ઝેર ના સેવન દરમિયાન ઘણી વાર આકસ્મિક ઘટનાઓ પણ બની છે.
એકવાર ઝેર ના વધુ પડતા સેવન ના કારણે તેને ત્રણ દિવસ માટે આઈ.સી.યુ. મા ભરતી કરવો પડ્યો હતો. એટલુ જ નહી સ્ટીવ જે કરે છે તેનાથી લોકો ને દૂર રહેવા માટે ની અપીલ કરે છે અને જણાવે છે કે ક્યારેય ભૂલ થી પણ જે ચેડા તે પોતાના શરીર સાથે કરી રહ્યો છે તે પોતાની સાથે અજમાવવા નો પ્રયાસ પણ ના કરવો. હાલ , અનેક વૈજ્ઞાનિકો સ્ટીવ પર સંશોધન કરી રહ્યા છે.