છેલ્લા ૧૨ દિવસ મા નવ લાખ લોકો ને જમાડયા, તેઓ અત્યારે માંગે છે મદદ

Spread the love

મિત્રો, લોકડાઉન ના કારણે હાલ સમગ્ર દેશ બંધ છે ત્યારે રોજબરોજ નુ કાર્ય કરીને આજીવિકા મેળવનાર વ્યક્તિઓ માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. હાલ થોડા દિવસો પહેલા દિલ્લી થી પોતાના ગામ ની તરફ જઈ રહેલા લોકો ના ફોટા હાલ વાઇરલ થઇ રહ્યા છે , આ લોકો પાસે બે ટાઈમ ના જમવા માટે ના પણ નાણા નથી. આ ફોટા જોઈને ઘણા લોકો એ આ લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. આ લોકો ને જોઇને દેવ અમૃતેશ નામ ના એક યુવક ને આ લોકો માટે કઈક કરવુ હતુ.

તે વિચારી રહ્યો હતો કે આ લોકો માટે તે શું કરે કે જેથી તેમની સમસ્યા નો અંત આવે? બસ આ વિચારે જન્મ આપ્યો “ લેટસ ફિડ ટુગેધર ” નામ ના પ્રોજેક્ટ ને. ૨૭ માર્ચ થી લઈને અત્યાર સુધીમા ૯ લાખ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવા મા આવ્યુ છે. એક એમ.એન.સી. કંપની છે કોમ્પસ ગૃપ જે મૂળ બ્રિટિશ કંપની છે, જે મોટી-મોટી ઓફિસ અને ફેકટરી મા ખાવાની સુવિધા પહોંચાડે છે. તેમના કિચન દિલ્લી , બેંગ્લોર , મુંબઈ અને ચેન્નાઇ મા છે. તેમના તરફ થી આ પ્રોજેક્ટ ચલાવવામા આવી રહ્યો છે.

જ્યારે આ કંપની ના એમ.ડી. દેવ અમૃત્તેશ સાથે વાત કરવામા આવી કે તેમને આ પ્રોજેક્ટ નો વિચાર ક્યાં થી આવ્યો? ત્યારે તેમણે જણાવ્યુ કે , જ્યારે લોકડાઉન ની સ્થિતિ સર્જાઈ એટલે અમારે ત્યા કામ આવવાનુ બંધ થઈ ગયુ. કારણ કે , કંપનીઓ અને ફેકટરી બંધ થઈ ચૂકી હતી એટલે ઓર્ડર આવવાથી રહ્યો.

મારુ માનવુ છે કે ચુલ્લો ક્યારેય પણ ઠંડો ના રહેવો જોઈએ એટલે મને વિચાર આવ્યો કે , આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરીને એ લોકો માટે ભોજન બનાવીએ કે જેમને ખરેખર તેની આવશ્યકતા છે. મે સોશીયલ મિડીયામા આ ફોટા જોયા અને નિર્ણય કર્યો કે એક એવા પ્લેટફોર્મ નુ નિર્માણ કરીએ કે જેના દ્વારા આ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવા મા આવે, આવી રીતે “ લેટસ ફિડ ટુગેધર ” પ્રોજેક્ટ ની શરૂઆત કરી.

કેવી રીતે કામ કરે છે આ પ્લેટફોર્મ ?

ત્રણ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરે છે આ પ્લેટફોર્મ :

ભોજન બનાવવા માટે ફંડ એકત્રિત કરવુ , ભોજન બનાવવુ અને આ ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવુ. આ કંપનીની વેબસાઈટના માધ્યમ થી લોકો તેમા પૈસા પણ દાન કરી શકે છે. લોકો દ્વારા દાન મા મળેલા પૈસા નો ઉપયોગ તે આ લોકો ના ભોજન બનાવવા માટે કરે છે. આ ભોજન બનાવવા માટે આ કંપની જુદા જુદા શહેરો મા રહેલા પોતાના કિચન એરિયા નો ઉપયોગ કરે છે. ત્યારબાદ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા મા આવે છે.

શું-શું મળે છે ભોજન મા?

આ ભોજન ની કીટ મા સબ્જી, ખીચડી, સંભાર-ભાત , રાજમા વગેરે જેવી વસ્તુઓ આપવામા આવે છે. આ લોકો એ ધીમે ધીમે આ કીટ નુ વિતરણ કરવાનુ શરૂ કર્યું છે. દિવસ અને રાત્રી બંને અલગ-અલગ શિફ્ટ મા ભોજન બનાવવામા આવે છે અને ત્યારબાદ તેને ગરમા-ગરમ પેક કરવામા આવે છે.

જો તમારે પણ આ કાર્ય મા ભાગ લેવો હોય તો શુ કરવુ પડે?

જો તમે આ શુભ કાર્ય માટે નાણા દાન કરવા ઈચ્છો છો તો તમે આ કંપની ની સાઇટ પર જઈ શકો છો. ૩૦₹ મા એક પેકેટ ખરીદી શકો છો. ૫૦ થી લઈને ૫૦ હજાર પેકેટ સુધી ની લિમિટ ઉપલબ્ધ છે. જ્યારે તમે આ સાઇટ મા દાન કરશો તો તેની રસીદ તમને મળશે, તમારા દ્વારા જે નાણા દાન કરવામા આવ્યા છે તેનાથી જે ભોજન બન્યુ છે અને જ્યા પહોંચાડવામા આવ્યુ છે તેનો પણ મેસેજ મોકલવામા આવશે.

દેવ અમૃતેશ જણાવે છે કે આ આખો પ્રોજેક્ટ લોકો ના ડોનેશન પર જ ચાલી રહ્યો છે. જો લોકો સહાયતા ના કરત તો આ પ્રોજેક્ટ તેમના માટે ચલાવવો ખૂબ જ અઘરો બનત. તો જો તમે પણ કોઈ જરૂરિયાતમંદ ની મદદ કરવા ઇચ્છતા હોવ તો અમારો સંપર્ક કરો , અમે અવશ્ય તમારી મદદ તેમના સુધી પહોંચાડશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *