ચાણક્ય નીતિ: માતા ના ગર્ભમા જ નક્કી થઇ જાય છે મનુષ્ય ના જીવન થી લગતી આ પાંચ મહત્વપૂર્ણ બાબતો, જરૂર થી જાણવું…
આપણે સૌ આચાર્યને ચાણક્યને જાણીએ છીએ. તેને ચાણક્ય નીતિમાં માણસના જીવનમાં થતી ઘટનાઓ વિશે ચર્ચા કરી છે. તે એક નીતિજ્ઞ અને કુશળ અર્થશાસ્ત્રી હતા. તેને નીતિ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. તેમાં તેને ઉલેખ્ખ કર્યો છે કે વ્યક્તિ સાથે થતી કેટલીક ઘટનાઓ તેની માતાના ગર્ભમાંથી જ નક્કી થઇ જાય છે. એટલે કે તેની સાથે જે ઘટના ઘટવાની છે તે તેની માતાના ગર્ભમાં જ નક્કી થઈ જતી હોય છે. તો આજે એવી કેટલીક ઘટનો વિશે આપણે જાણિએ.
आयुः कर्म च वित्तं च विद्या निधनमेव च ।
पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
આ શ્ર્લોકમાં તેને ઉલ્લેખ કર્યો છે કે, કોઈ બાળક તેની માતાના ગર્ભમાં હોય ત્યારે તેના જીવનમાં ઘટતી પાંચ વાતો નક્કી થઇ જતી હોય છે. તે પાંચ બાબતો છે આયુ, ધન, વિદ્યા, કર્મ અને મૃત્યુ. એનો મતલબ છે કે આપણે કેટલું જીવવાના છીએ, આપણા જીવન કાળ દરમિયાન આપણા કર્મ કેવા હશે, તમને કેટલું ધન મળશે, તને કેટલું જ્ઞાન મેળવી શકશો અને તમારું મૃત્યુ ક્યારે થશે. આવી બાબતો માતાના ગર્ભ માંથી જ નક્કી થઇ જતી હોય છે.
क: काल: कानि मित्राणि को देश: को व्ययागमौ ।
कस्याहं का च मे शक्ति: इति चिन्त्यं मुहुर्मुहु: ।।
આ શ્ર્લોકમાં તે સમજાવે છે કે માનશે સદા યાદ રાખવું જોઈએ એવા કરવા જોઈએ કે આપણે ક્યા કલામાં છીએ અને આપનો સમય સાચો છે કે નહિ તેનું હંમેશા ધ્યાન રાખવું. તમારો મિત્ર કોણ છે અને તેનો સ્વાર્થ શું છે, તે આપનો સાચો મિત્ર છે કે નહિ તે વિચારવું. તે ક્યા સ્થળ પર રહે છે તેને બધી સગાવાલા મળી રહે છે કે નહિ તે વિચારવું જોઈએ. તે કેટલું કમાય છે અને તે કેટલો ખરચ કરે છે તેન ધ્યાન રાખવું. તે કોણ છે અને તેની ક્ષમતા અને તેની શક્તિ કેટલી છે તે જોઈએને જ આગળ પગલું ભરવું.