ચામડી તેમજ પિત્ત થી લગતા કોઈપણ રોગોમા ખુબ જ ઉપયોગી છે આ ચમત્કારિક ઔષધી, આજે જ જાણીલો તેના ઉપયોગની રીત…
ચણોઠી એ એક વનસ્પતિ છે. તેની શિંગો પાકી જાય પછી તેની વેલ સુકાય જાય છે. તેના ફૂલ શાકભાજી ચોળી જેવા હોય છે, તેની શીંગનો આકાર ઘણો નાનો હોય છે. દરેક શીંગમાંથી ૪ થી ૫ બીજ નીકળે છે. આવી ચણોઠી બે પ્રકારની હોય છે અને તેની શિંગો અને વેલ સરખી જ હોય છે. તે બી ના કલરમાં થોડી અલગતા જોવા મળે છે. સફેદ ચણોઠીમાં સફેદ અને લાલ ચણોઠીમાં લાલ બી નીકળતા હોય છે. તેને સંસ્કૃતમાં ઉચ્ચટા, રક્તકાકચિંચી કહેવામા આવે છે.
ચણોઠીની મોટી વેલ ચોમાસામા થાય છે. તેના પાન આમલી જેવા મીઠા અને કોમળ હોય છે, સફેદ ચણોઠી ઔષધમાં ઉતમ ગણાય છે. તેને શુદ્ધ કરવા માટે થોડી કલાક સુધી દૂધમાં ઉકાળીને તેની ઉપરની છાલ દૂર કરીને તેને પાણીથી સાફ કરીને તેને તડકામાં સૂકવી દેવી. પછી તેનું ચૂર્ણ બનાવીને વાપરવું જોઈએ. તેના પાન, મૂળ અને ફળને ઔષધમાં લેવામાં આવે છે. તેમાં વિષાક્ત તત્વો રહેલા હોય છે.
તેના અશુદ્ધ ફળનું સેવન કરવાથી તેને કોલેરા, ઉલ્ટી અને ઝાડા થઈ જાય છે. તેને ધોળી અને લાલ ચણોઠી ધાતુને વધારનારી, તાકાતને વધારવાની, તાવ, વાત, પિત, મુખ, શ્વાસ, તૃષા, આંખના રોગ, ખૂજલી, કોઢ વગેરે જેવા રોગને દૂર કરવાનું કામ કરે છે અને વાળ માટે ફાયદાકારક છે. તે ખૂબ મધુર, ભારે, કડવી, વાતનાશક અને રુધિરનાશક હોય છે. તેના બી વાતનાશક અને ખૂબ વાજીકરણ હોય છે.
આપણને મળી આવતી ચણોઠીનો કલર થોડો લાલ અને થોડો કાળો હોય છે. તેને એક પ્રકારનું ઝેર કહેવામા આવે છે. તેના મૂળિયાને પાણીમાં ઘસીને માથાનો દુખાવો થાય ત્યારે લગાવવાથી ફાયદો થાય છે. આંખે અંધારા કે ચક્કર આવતા હોય કે રતાંધળાપણા જેવી બીમારીઓમાથી મુક્તિ મેળવવા માટે ચણોઠીને લગાવી શકાય છે. સફેદ ચણોઠીના પાન ખાવાથી ગળામાં કોઈ પ્રોબ્લેમ હોય કે અવાજ બેસી ગયો હોય તો ફાયદો થાય છે.
ખરતા વાળ અને પુરૂષોને માથામાં ટાલ પડેલ હોય તો ચણોઠીથી ફાયદો થાય છે. ટાલમાં તેના બીનો ભૂકો પલ્પ સાથે રાખીને તેનું ચૂર્ણ ટાલ પર ઘસવું જોઈએ. તે ચૂર્ણ ને પકવીને તેમાં ભાંગરાનો રસ અને તલનું તેલ માથામાં નાખવાથી માથામાં રહેલો ખોડો દૂર થાય છે. તેના મૂળિયાંના ચૂર્ણને સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત આપે છે, કોઈ પણ ચામડીના રોગમાં ચણોઠીના છોડા ઉતારીને તેનું જીણું ચૂર્ણ કરીને તેમાં ઘી નાખીને લગાવી શકાય.
લાલ ચણોઠીને પાંદડાનો રસ જીરું અને સાકરને ભેળવીને દરરોજ લેવાથી શરીરની ગરમી દૂર થાય છે. તે કડવી, તૂરી અને ગરમ હોય છે તેને આંખ, ચામડી, વાળ, કફ, પિત, કૃમિ જેવા રોગોમાં તે વપરાય છે. ચણોઠી ખૂબ બળકારક હોય છે. તેના મૂળને પાણીમાં ડૂબાડીને રાખી તેને છૂંદીને તેના ટીપાં નાકમાં નાખવામાં આવે તો ફાયદો થાય છે. ઘા વાગેલ હોય તેના પર પાનનો રસ લગાવવાથી તે ઝડપથી સુકાઇ જાય છે.
કમળો થયો હોય તેને ચણોઠીના મૂળનો રસ લગાવવાથી રાહત મળે છે. તે રસનો ઉપયોગ શરીર પર પીડા થતી હોય ત્યાં લગાવવાથી દુખાવામાં રાહત થાય છે. તેના પાનની ચા બનાવીને પીવાથી તાવ ઝડપથી ઉતરી જાય છે અને શરદી ઉધરસમાં પણ ઘણો ફાયદો થાય છે. તેના પાનને પાણીમાં ઉકાળીને તેને કોઈ રોગીને પીવડાવવાથી ફાયદો થાય છે.
તેના પાનને પીસીને તેને ખીલ પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. પાનમાં થોડી હળદર નાખીને મિક્સ કરીને ખીલ પર લગાવવાથી ખીલ નીકળી જાય છે. તેના મૂળિયામાંથી મળતો રસ અને આદુના રસને થોડા ઘી સાથે મિક્સ કરીને પીવાથી ઉધરસ અને શ્વાસના રોગો દૂર થાય છે. તેના પાન સાથે કાથો રાખવાથી મોમાં પડેલા છાલા સારા થઈ જાય છે. તેમાં રહેલા ઝેરીલા રસાયણોને અલગ કરી શકાય છે અને ઔષધી તરીકે વપરાય છે.