ચહેરાના નિખાર માટે લગાવો ઘરે તૈયાર કરેલો દહીંનો આ ખાસ ફેસપેક, આજે જ જાણી લો ઉપયોગની રીત…

Spread the love

આ દુષિત વાતાવરણમા આપણી ત્વચા સુકી અને ઝાંખી પડતી જાય છે. ગરમીની ઋતુમાં આપણી સ્કીન પર નાની નાની ફોડલીઓ થાય છે.ગરમીને લીધે આપણા શરીરની ત્વચા પર અનેક ઇન્ફેકશન થતું જોવા મળે છે.આ બધી સમસ્યાથી બચવા માટે અમે તમને દહીં માંથી બનાવેલા ફેશપેક વિશે સમજાવશું. તે લગાવવાથી તમારી ત્વચા સુંદર અને મુલાયમ બનશે.

દહીનું ફેશપેક ચહેરા પર લગાવવાથી ચહેરા પરના કાળા ડાગ, આંખ નીચે થતી કાળી દાજ મટાડવા માટે આ ખુબ ઉપયોગી લેપ છે. તો આજે અમે તમને એ દહીંનું ફેશપેક કેવી રીતે બનાવવું તે જણાવશું.તેના ત્રણ ફેશપેક અમે બનાવીયા છે એમાંથી તમને ગમે તે ફેશપેક લગાવી શકો છે.પણ તે ફેશપેક કેવી રીતે બનાવું તેની ખાસ નોટીસ કરજો.

દહીં હળદરનું ફેસપેક :

આ ફેસપેક બનાવાની બધી સામગ્રી તમારા ઘરમાં જ મળી રહેશે માટે તમારે કોઈ પણ જાતનો ખર્ચો નહી કરવો પડે. આ ફેસપેક બનાવવા માટે ૧૧/૫ ચમચી જેટલો ચણાનો લોટ લો, તેમાં અડધી ચમચી હળદર ઉમેરો પછી તેમાં દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. પછી તેની પેસ્ટ બનાવી મોઢાં અને ગળા પર લગાવો આ પેસ્ટને ૧૫ થી ૨૦ મિનીટ સુધી ચહેરા પર રાખો અને ત્યાર બાદ ચહેરાને સારી રીતે ઘસો અને તે પછી તેને સ્વસ્થ પાણીથી સાફ કરી લો.જ્યારે આ પ્રયોગ કરો ત્યારે ચહેરા પર કોઈ પણ કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ ચહેરા પર ન કરવો,આવું કરવાથી તેનો કુદરતી ગ્લો ચહેરા પર જોવા નથી મળતો.

દહીં અને મધનું ફેસપેક :

દહીં અને મધ લગાવવાથી ચહેરો સુંદર અને સોફ્ટ બનશે. તો ચાલો આ ફેસપેક બનાવાની રીત ને સમજીએ. આ ફેસપેક બનાવવા માટે એ બાઉલમા એક ચમચી દહીં અને એક ચમચી મધ લો. પછી આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો,અને પછી તમે તમારા ચહેરા પર ૫ થી ૧૦ મિનીટ સુધી તેનું મસાજ કરો, અને ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી લો.આ મસાજ કરવાથી ચહેરા પર નિખાર આવશે.અને તમે જવાન દેખાશો.

દહીં અને મુલતાનની માટીનું ફેસપેક :

ફેસિયલ કર્યા પછી આ ફેસપેકનો ઉપયોગ થાય છે. આ ફેસપેક બનાવવા માટે એક ચમચી મુલતાનની માટી અને તેમાં એક ચમચી ઓરેન્જ પીલ પાઉડર મેળવી આ બંનેનું પેસ્ટ બને તેટલું દહીં મિક્સ કરવું આ બધી વસ્તુને બરાબર હલાવી તેને ચહેરા પર લગાવું, અને તેને ૨૦ થી ૨૫ મિનીટ સુધી ચહેરા પર રાખી તેને સાફ પાણી વડે ચહેરો સાફ કરી લેવો .આ પ્રયોગ અઠવાડિયામાં ૨ વખત કરવાથી ચહેરા પર થતા ખીલ, કાળા ડાગ જેવા રોગને મટાડે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો :

આ ફેસપેકની અસર તમને ૧૫ દિવસ લગાવ્યા પછી દેખાશે. આ ફેસપેક કેમિકલ યુક્ત હોવાથી તેની અસર ચહેરા પર થોડા સમય પછી આવે છે.આ ફેસપેકને ચહેરા પર લગાવવાથી કોઈ આડઅસર થતી નથી.તેથી તેની કોઈ ચિંતા ન કરવી.ઘણી મહિલાને તેની અસર ૭ દિવસમાં જ દેખાશે કારણ કે તેની સ્કીનને આ ફેસપેક જલ્દીથી ફાવી જાય છે.અને ઘણી મહિલાને તેની અસર ૧૫ દિવસ પછી પણ થઈ શકે છે.માટે તમારે એવી કોઈ ચિંતા કરવી નહી.

આ ફેસપેક લગાવવાથી ચહેરો સુંદર અને મુલાયમ બનશે અને તે ચહેરાને ઠંડક પણ આપે છે.આ ફેસપેકમાં કોઈ પૈસા ખર્ચવા નહિ પડે,બધી વસ્તુ તમને તમારા ધરમાં જ મળી રહેશે.જે તમારા ચહેરા પર તરત અસર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *