ચહેરા પર થતા ખીલ, ત્વચા તેમજ કોલેસ્ટ્રોલની સમસ્યા માથી હંમેશા છુટકારો મેળવવા, જરૂરથી કરો આ પાવડરનો ઉપયોગ,

Spread the love

નારંગીની છાલમાં વિટામિન-સી અને એન્ટી ઓક્સિડંટ રહેલા હોય છે. તે આપણી ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. તે આપણી ત્વચાને સુંદર બનાવવામા ખૂબ જ મદદ કરે છે. તેનો ઉપયોગ આખા શરીર પર કરી શકાય છે. વધારે તૈલી ત્વચા હોય ત્યારે આની છાલનો ઉપયોગ માસ્ક તરીકે કરવાથી ઘણા ફાયદા થાય છે. તે વધારાનુ તેલ શોષી લે છે અને તમારી ત્વચાને કુદરતી સુંદરતા આપે છે.

આ ફળની  છાલ આપણી ત્વચાના ટોનને સુધારવામાં મદદ કરે છે. તે બંધ રોમછિદ્રને ખોલે છે. તેના માટે આની છાલને તાજી મલાઈ અથવા દહી સાથે ભેળવીને તેનો ઉપયોગ કરવાથી આપણી ત્વચાને ઘણા લાભ થાય છે. તે આપણી ત્વચાને પોષણ આપે છે. તેમા વિટામિન-સી ભરપૂર માત્રમા રહેલુ હોય છે. આ સિવાય તેમાં વિટામિન-સી, વિટામીન-બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ, ફાઈબર અને બીજા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. તે ખૂબ જ લાભદાયી છે. તેની છાલ પણ તેટલી જ ગુણકારી છે.

આની છાલનો પાઉડર બનાવી તેને લેવાથી ગેસ અને ઉલટીની સમસ્યા થતી નથી. આની છાલનું સેવન ચીનમાં હજારો વર્ષોથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામા મદદ કરે છે. શ્વાસમાં ખરાબ વાસ આવતી હોય ત્યારે ચિગમની જગ્યાએ તમે આની છાલનો ટુકડો મોંમાં લગાવી શકો છો. આના તેલનો ઉપયોગ કેક, પાણી કે કોઈપણ ખાવાની વસ્તુ બનાવવામા કરવામાં આવે છે.

વાળ સાથે સંકળાયેલા પ્રસાધનો પણ આમાથી બનાવવામા આવે છે. ઘણા દેશમા આની છાલનો કુદરતી ક્લીનર્સ માટે વધારે ઉપયોગ કરવામા આવે છે. તેની છાલ અને તેલમાથી એર ફ્રેશનર પણ બનાવાય છે. તેમાં પોલીફેનોલ વધારે હોય છે. તે ઘણા રોગ માથી બચાવે છે. તેમાં કેન્સર વિરોધી ગુણ રહેલા હોય છે. આની છાલમાં બળતરા વિરોધી ગુણ રહેલા હોય છે. તે આપણી ત્વચા માટે લાભદાયી છે.

તેની છાલમા પુષ્કળ માત્રામા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. આની છાલમાં પોલિમેથોક્સીફ્વોવાન્સ એ પોટેંટ-કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે. આની છાલમાં વિટામિન-સી હોવાથી તે આપણને અનેક બીમારીથી બચાવે છે. તેનાથી તમારા વાળ મજબૂત બને છે. તેનાથી વાળ ખરતા અટકાવે છે. તેની સાથે વાળનો જથ્થો વધારે અને તેને કાળા બનાવે છે.

તેની છાલમાં પેક્ટિન જોવા મળે છે. તેને કુદરતી ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી પેટને લગતી બધી બીમારીથી બચી શકાય છે. તે કબજિયાતને દૂર રાખે છે. આની છાલમા રહેલા ગુણ તમારી ભૂખને નિયંત્રણમાં રાખે છે, તેથી વજન વધતુ નથી. વજન ઘટાડવા માટે આ ખૂબ જ મદદ કરે છે. તે કુદરતી રીતે વજન ઘટાડે છે. તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

આનો ફાયદો આંખને પણ થાય છે તે આંખનું તેજ વધારે છે. તેમાં વિટામિન-એ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. તે આંખ માટે ઉત્તમ ગણાય છે. તે આંખની રોશનીને વધારે છે. તેના રસને રૂની મદદથી ત્વચા પર લગાવવો. તેને ૧૫ મિનિટ મારે રહેવા દઈને તેને સાફ કરવુ. આનાથી તમારી ત્વચાને લગતી સમસ્યા જેવી કે, ખીલ અને ખીલના ડાઘ હમેશા માટે દૂર થાય છે.

આની છાલને પાણીમાં ઉકાળીને વાળના મૂળમાં લગાવવું અને તેને ૧૫ મિનિટ પછી તમારે શેમ્પૂ લગાવવું. તેનાથી ખંજવાળ દૂર થાય છે. તેનાથી વાળનુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. તેની છાલમા એન્ટી ઓક્સિડંટ સિવાય બીજા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તે વાળના સંપર્કમાં આવીને તે વાળને પોષણ આપે છે. તેનાથી વાળની વૃદ્ધિ થાય છે. તેનાથી વાળ ખરતા પણ અટકાવે છે.

તમારે આની છાલનો સફેદ ભાગ કાઢવો. તેના માટે તમારે તેને ચોખ્ખા અને હૂંફાળા પાણી પલાળી તેની છાલને તડકામા સુકવવી તે સુકાઈ જાય પછી તેને પીસીને તેનો પાવડર બનાવી લેવો. તેને એક બરણીમાં ભરી લેવુ અને દૂધમા નાખીને લાગવાથી ત્વચા પર રહેલી કરચલીઓ દૂર થાય છે. તેમા રહેલ એન્ટી ઓક્સિડંટ ત્વચાને ખરાબ થતી રોકે છે. તે ત્વચા ઢીલી પડી ગઈ હશે તો તેને ફરીથી પહેલા જેવી બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *