ચહેરા પર ભૂલ્યા વગર લગાવો આ લેપ, ક્યારેય નહી કરવો પડે મેકઅપ, જાણીલો ઘરે બનાવવાની રીત…

Spread the love

આજના યુગમાં બધાને પોતાની જાતને સુંદર દેખાડવી હોય છે. આપણાં દેશમાં ગોરી સ્કીન ધરાવતા લોકોને કેટલાક વર્ષોથી સુંદર વ્યક્તિઓમા ગળતરી કરવામાં આવે છે. તેથી ઘણા બધા લોકો પોતાની સુંદરતા માટે હજારો લાખો પૈસા વેડફી નાખતા હોય છે, આજના આ યુગમાં અનેક કંપનીઓ ચાલે છે જે માણસોને સુંદર બનાવવાની જાહેરાત કરે છે અને લોકો એ તરફ આકર્ષાય છે.

તે સુંદર બનાવી શકે છે અને તમારી શ્યામવર્ણી ત્વચાને સુંદર બનાવી શકે છે. આવો દાવો કરનાર કંપનીના સૌંદર્ય પ્રસાધન લોકો આંખો બંધ કરીને લેવા માંડે છે. તેનાથી થોડા સમય માટે લાભ થશે તેનાથી લાંબા ગાળે નુકશાન થશે. અત્યારે બજારમાં અનેક પ્રકારની સૌંદર્ય પ્રસાધન મળે છે જે તમને સુંદર બનાવી શકે છે.

તેથી તમને લાંબા સમય પછી તે તમારી ચામડીને વધારે નુકસાન કરે છે. તેમાં ઘણા પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે.તો આપણે આવી પ્રોડક્ટ નો ઉપયોગ ન કરવો જોઈએ અને તેના માટે ઘરેલું ઉપાયો આપણાં માટે ગુણકારી સાબિત થાય છે. કોઈ પ્રસંગમાં જતાં પહેલા તે લગાવી લેવાથી ચહેરો સુંદર અને ગોરો દેખાવા લાગે છે.

સામગ્રી:

બેસન બે ચમચી, હળદર અડધી ચમચી, દૂધ બે ચમચી, ગુલાબજળ અડધી ચમચી.

ફેસપેક બનાવવાની રીત:

સૌપ્રથમ આ પેક બનાવવા માટે બેસન ચણાનો લોટ એક ચમચી લેવો, ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખીને તેને ભેળવી લેવું. પછી તેમાં બે ચમચી જેટલું દૂધ નાખીને આ બધુ બરાબર રીતે મિક્સ કરવું પછી તેમાં થોડું ગુલાબજળ નાખીને તેને હલાવવું. ગુલાબજળ થોડું વધારે ઠંડુ હોય છે. તેથી તે ચહેરા પરની ચમકતા વધારે છે અને ચહેરા પર રહેલા ડાઘ હોય તે દૂર કરે છે. આ પેસ્ટ શરીરની ચામડી પર કોઈ નુકસાન કરતી નથી.

ગુલાબજળ ચહેરાને સુંદર બનાવવામાં ખૂબ ઉપયોગી છે. આ પેસ્ટ ત્યાર થયા બાદ તેને ચહેરા પર લગાવી દેવી જોઈએ. તે પેસ્ટ સુકાઇ જાય ત્યાં સુધી રાખો. પછી તેને થોડી વાર રહેવા દેવી જોઈએ. અને તેને ઠંડા પાણીથી સાફ કરીને મો ધોઈ નાખવું જોઈએ. તેથી તમારી સુંદરતાનો અનુભવ કરી શકશો તમે અને બીજા લોકોને આ ઘરેલુ ઉપાય કરવાની સલાહ આપશો. આ ઘરેલુ ઉપાય હોવાથી તમને આની કોઈ આડઅસર થશે નહીં અને તેનાથી તમને ચોક્કસ લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *