બુધવારના દિવશે બોલી લો આ એક મંત્ર ભગવાન ગણેશજી છલોછલ કરી દેશે તમારી તિજોરી

Spread the love

ભગવાન શ્રી ગણપતી ના મંત્ર તેમજ પૂજન કરવા માટે બુધવાર ને અતિ-ઉત્તમ માનવામા આવે છે. આ દિવસે બુધ ગ્રહ નુ પણ પૂજન કરવામા આવે છે, જો કોઈ માણસ ની કુંડળી મા બુધ ગ્રહ અશુભ ફળ આપતું હોય તો બુધવાર ના દિવસે ભગવાન ગણપતિ ની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. બુધવાર નો સ્વામી બુધ ગ્રહ છે જે બુદ્ધિ કારક પણ છે આ દિવસે શ્રી ગણેશજી ને મોદક નો ભોગ ધરાવવા થી સુખ સફળતા ની પ્રાપ્તિ થાય છે.

આ રીતે કરો ભગવાન ગણેશ ની પૂજા
ભગવાન ગણેશ ને સિંદુર, ચંદન, જનોઈ, દુર્વા, લાડુ અથવા તો ગોળ થી બનાવેલી મીઠાઈ તેમજ ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ ધુપ તેમજ દીપ પ્રગટાવી આરતી કરવી.

પૂજા મા કરો આ મંત્ર નો જાપ

  • પ્રાતર્નમામિ ચતુરાનનવન્દયમાનમિચ્છમિચ્છાનુકુલમખિલં ચ વરં દદાનમ્| તં તુન્દિલં દ્વિરસનાધિપયજ્ઞસૂત્રં પુત્રં વિલાસચતુરં શિવયો: શિવાય||
  • પ્રાતર્ભજામ્યઙયદં ખલુ ભક્તશોકદાવાનલં ગણાવિભું વરકુજ્જારાસ્યમ્| અજ્ઞાનકાનનવિનાશનનહવ્યવાહમુત્સાહવર્ધનમહં સુતમીશ્વરસ્ય||

આ ઉપરોક્ત દર્શાવેલ મંત્ર નો અર્થ એવો થાય છે કે હું એવા ભગવાન ની પૂજા કરૂ છુ કે જેમની પૂજા સ્વયં બ્રહ્મદેવ દ્વારા પણ કરવામા આવી હતી. એવા ભગવાન જે દરેક મનોરથ ને સિદ્ધ કરનાર છે, ભય ને દૂર કરનાર છે અને દરેક શોક નો નાશ કરનાર છે. આપ તમામ ગુણો ના નાયક છે, ગજમુખી છો કે જે અજ્ઞાન નો નાશ કરનાર છે. શિવ પુત્ર શ્રી ભગવાન ગણેશ પાસે સુખ-સફળતા ની કામના કરૂ છુ. ભજન, પૂજન તેમજ સ્મરણ કરૂ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *