આ તારીખ થી બુધ કરવા જઈ રહ્યા છે કુંભ મા પ્રવેશ, જાણો કેવો રહેશે તમામ રાશીઓ પર તેનો પ્રભાવ?

Spread the love

બુધ ગ્રહ ફરી તેની રાશિ બદલવા જઇ રહ્યા છે. આ વખતે તે મકર રાશિ માથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આનો પ્રભાવ બધી રાશિઓ પર રહેશે. તેમાથે કેટલાક રાશિના જાતકોને લાભ થશે તો કેટલાકને મુશ્કેલી આવી શકે છે. બુધને દેવતાના ઊપમાં ઓળખાય છે. આ ગ્રહ ચહેરાના હવ ભાવોના કાર બીજા ભાવના સ્વામી ગ્રહને પ્રભાવિત કરે છે. તે વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે. તેની યુતી ચંદ્રમાં સાથે હોય છે. ટેનતાહી જીવનમાં ઉત્સાહ આવે છે. આજે જાણીએ કે કઈ રાશિ પર કેવી અસર થશે.

મેષ :

બુધ તમારા લાભ સ્થાનમા સંક્રમણ કરશે. તેનાથી તમને સારું ફળ મળશે. તમારી મહેનત અને ઈમાનદારીથી તમારી આવક વધશે. જે લોકો સંપાદન, લેખન સાથે સંકળાયેલા હશે તેને લાભ થશે. એ લોકો ધંધો કરે છે તેમણે ધંધામાં વિકાશ થશે. જે લોકોને લોન સાથે જોડાયેલા હશે તેને તેની ઈચ્છા અનુસાર પરિણામ મળશે. પ્રેમ ભાવના રાખવાથી સફળ થશો. જૂના મિત્રને મળી શકો છો. આ સમય દરમિયાન બુધ મંત્રનો જપ કરવો.

વૃષભ :

આ રાશિમાં દસમા ભાવ પર સંક્રમણ કરશે.તેથી કરજ અને ધંધાની જાણકારી મળી શકે છે.આર્થિક રીતે આ સમય ખૂબ સારો રહેશે. તેનાથી સંપતિમાં વધારો થશે. રોકાણ કરવાથી આવતા સમયમાં સારો નફો મળશે. કામમાં વધારે દ્રઢ પગલાં તમારા લેવાથી તમે બીજાનો વિશ્વાસ જીતી શકો છો. કોઈ સારા સમાચાર મળશે. ધંધો કરતાં લોકોને સમજદારીથી પગલાં લેવાથી લાભ થશે અને વિકાસ થશે. પિતા સાથે સબંધ સુધરશે. રોજે સૂર્યોદય સમયે તમારે વિષ્ણુસહસ્ત્રનામ જપ કરવો.

મિથુન :

નવ ભાવ પર સંક્રમણ થશે. તેને ભાગ્યનો ભાવ કહે છે. આ તમારા માટે મહત્વનુ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તેથી તમે કામમાં તમારા વિચારને અને સમજને સારી રીતે વ્યક્ત કરી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નસીબનો પૂરો સાથ મળશે. પ્રયત્ન કરવાથી સફળતા મળશે. આઙ્ગ્ત જીવનમાં પ્રેમ રહેશે. ધંધો કરતાં લોકોને નવી નીતિ અને નવા ધાંધણી શરૂઆત માટે સારો સમય રહેશે. વિદેશી સંગઠનો સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો.

કર્ક :

આઠમા સ્થાન પરથી ગોચર કરશે. તેથી તમને મધ્યમ પરિણામ મળશે. આ સમયે રોકાણ કરવાથી પહેલાથી સારો નફો મળશે. તમે કામમાં કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરવામાં સફળ થશો. તેથી તમને પોતાનાથી જોડાવમાં મદદ મળશે. પહેલ કરવાથી સફળતા મળશે. કામની ક્ષમતામાં વધારો થશે. મોટા અધિકારી તમારા વખાણ કરશે. તમને બઢતી મળી શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે. આ સમયમાં તમારું કરજ ચૂકવવામાં સરળતા રહેશે. ઘરે રોજે સવારે કપૂર સળગાવવું.

સિંહ :

તે સાતમા ભાવ પર ગોચર કરશે. તે લગ્નનો ભાવ છે. આ સમયમાં તમને સારું પરિણામ મળશે. વિવાહિત લોકો માટે આ સમય ખાસ રહેશે. તમારા પ્રેમમાં વધારો થશે. પતિ પત્ની આ સમયમાં એક બીજાનું સન્માન કરશે. આનાથી તમારી સુખ સુવિધા વધશે. તમારા પિતાને તમારા કામથી લાભ થશે. પરિવારમાં ખુશી આવશે. ભાગીદારીના ધંધામાં તમને લાભ થશે અને ધંધાનો વિકાશ થશે. વિદ્યાર્થી માટે સારો સમય છે. બંને જમણા હનથાની આંગળીમાં સોનાની અથવા ચાંદીની વીંટીમાં પન્ના પહેરવા.

કન્યા :

છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. તમારા માટે આ સમય વધારે સારો નહીં રહે. તેનાથી ખર્ચ વધી શકે છે. તેનાથી માનસિક તાણ વધી શકે છે. તેનો પ્રભાવ તમારા આરોગ્ય પર પડશે. પ્રેમ જીવન પર અસર થશે. સાથે સાથે મતભેદ થઈ શકે છે. તમને સાચી દિશા તરફ લઈ જશે. વધારે મહેનત અને પ્રયાસો કરવા તેથી બઢતી અને વખાણ મળી શકે છે. વિવાદો અને ઝઘડાથી દૂર રહેવું. તમારે વધારે લાગણીશીલ રહેવાથી નુકશાન થઈ શકે છે. તબિયત સુધારવા માટે દિનચર્યામાં સુધારો કરો. રોજે સવારે ગજેન્દ્ર-મોક્ષ સ્ત્રોત પાઠ કરવો.

તુલા :

પાંચમા ભાવ પરથી ગોચર કરશે. આ સમયમાં તમને સારું ફળ મળશે. પ્રેમ સબંધ માટે સારો સમય રહેશે. વિવાહિત લોકો સારો સમય પસાર કરશે. લગ્ન કરવાનો વિચાર કરી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. સારા સમાચાર મળી શકે છે. કામમાં તમારે રુચિ અને સહનશક્તિ વધશે. અચાનક લાભ મળી શકે છે. કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીને સારું પરિણામ મળશે. જે વિદ્યાર્થીને અભ્યાસ માટે વિદેશ જવું હોય તેને પણ સારો સમય રહેશે. કૂવારા લોકોને જીવનસાથી મળી શકે છે. કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને બુધવારે લીલા કલરના કપડાં અથવા ખાવાની વસ્તુ નું દાન કરવું.

વૃશ્ચિક :

ચોથા ભાવ માથી પ્રવેશ કરશે. તમને દરેક રીતે લાભ થશે. તેનાથી તમને શુભ પરિણામ મળશે. પિતાની સંપતિ મળી શકે છે. તેનાથી તમને અચાનક લાભ થશે. જે લોકો જમીના ને નવા વાહન ખરીદીનું આયોજન કરતાં હશે તેના આરામમાં વધારો થશે. માતાની તબિયત બગડી શકે છે. તેમને ગંભીર બીમારી થઈ શકે છે. તેથી ધ્યાન રાખવું. જીવનસાથીની આવકમાં વધારો થશે. આર્થિક મદદ મળશે અને કામમાં પૂરી સફળતા મળશે. રોજે તુલસીના છોડની પુજા કરવી જોઈએ.

ધન :

ત્રીજા સ્થાન પરથી પ્રવેશ કરશે. આ ભાવ સંવાદોનો ભાવ છે. તેથી તમને જોઈતું પરિણામ મળશે. તમારી મહેનત અને લગનથી કામ કરવા પર તમારા ખૂબ વખાણ થશે. સાહસમાં વધારો થસે. બધા કામ સમય પહેલા પૂરા કરી શકો છો. પોતાના પર વિશ્વાસ રાખો. એક સમયે એક કામ કરવી નહીં તો મુશ્કેલી થઈ શકે છે. તમારે ભગવાન ગણેશની પ્રાર્થના કરવી.

મકર :

બીજા ભાવમાં બિરાજમાન રહેશે. તેને ધનનો ભાવ પણ કહે છે અને તેને ભાગ્યનો ભાવ પણ કહે છે. તેથી તમારી રાશિમાં ધન યોગ થઈ શકે છે. આર્થિક રીતે સારું ફળ મળશે. ઘર અથવા જમીન ખરીદી શકો છો. પિતાની મદદ મળી શકે છે. તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો છો. શેરબજાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા લોકોને તેની ઈચ્છા મુજબ ફળ મળશે. મા સમાન મહિલાઓને ભેટ આપવી.

કુંભ :

પહેલા ભાવમાં આ ગોચર રહેશે. તમને મધ્યમ પરંતુ મહત્વનુ પરિણામ મળશે. જે લોકોના લગ્ન થઈ ગયા છે તે તેના જીવનસાથીની પ્રગતિથી ખુશ રહેશે. વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે આ સમય સારો રહેશે. તબીયત વિષે બેદરકારી ન કરવી. બુધવારે પાલક અથવા લીલા મગનું સેવન કરવું જોઈએ.

મીન :

બારમાં સ્થાન પરથી ગોચર કરશે. તે વ્યય અને હાનિનો ભાવ છે. તમે આ સમયમાં સારું અને આરામદાયી જીવન જીવી શકો છો. કામમાં આવેલી આ પરિસ્થિતિની અસર તમારા જીવન પર પડશે. તમારી ઊંઘવાની રીતથી કોઈ બીમારી થઈ શકે છે. તેથી આરામ અને શાંતિથી આરામ કરવો. તમને બધી સ્થિતિમાં લડવા માટે તૈયાર રાખો. બુધવારના દિવસે લીલા કાપડમાં વિધારા મૂળ બાંધીને તમારા ગળામાં પહેરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *