બુધ કરવા જઈ રહ્યો છે કુંભમા પ્રવેશ, જાણો કેવો રહેશે તમારી રાશી પર તેનો પ્રભાવ?

Spread the love

ગ્રહોના રાજકુમાર તરીકે બુધને માનવામાં આવે છે. તે ફરી તેની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ વખતે મકર રાશિથે નીકળી બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે આ રાશીની અસર બધી રાશિ પર પડશે. તેનાથી ઘણી રાશિના લોકોને લાભ થશે તો કેટલીક રાશિના લોકોને પરેશાની થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધને દેવ દુત તરીકે ઓળખવામાં આવે છે. તે વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે. તેનાથી તે જીવનમાં ઉત્સાહ લાવી શકે છે. આજે જાણીએ કે આ પરિવર્તનથી કઈ રાશિ પર કેવે અસર થશે.

મેષ :

આ રાશિમાં બુધ લાભના સ્થાન પરથી પ્રવેશ કરશે. તેનાથી તમને સારું ફળ મળશે. મહેનત કરવાથી આવકમાં વધારો થઈ સકે છે. જે લોકો ધંધો કરે છે તેમણે તેના ધંધાને વધારવાની તક મળશે. આ પ્રવેશ રમણે શરૂ ફળ આપશે. જે લોકો પૈસાને લગતા વ્યસાયમાં સંકળાયેલા છે તેને તેમાં જોઈતું પરિણામ મળી શકે છે. તમારે તમારી લાગણી પ્રિય વ્યક્તિને કહેવી જોઈએ. જૂના મિત્રને મળવાનું થઈ શકે છે. તમારે બુધ મંત્રનો જપ કરવો.

વૃષભ :

દશમાં ભાવ પરથી પ્રવેશ થશે. તેનાથી ધંધાની જાણકારી મળી શકે છે. તમારા મારે આ ગોચર શુભ રહેશે. આર્થિક જીવન માટે આ સમય સારો રહેશે. જે રોકાણ કરશો તેમાં લાભ થશે. સંપત્તિ વધારી શકો છો. રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને લાભ થશે. તમે બીજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો. તમે બધા કામ સમય પર પૂરા કરશો. તેનાથી સારું ફળ મળશે. ધંધા સાથે સંકળાયેલા લોકોને સારો લાભ થસે. ધંધામાં વધારો થશે. વિવાહિત જીવનમાં સકારાત્મક પરિણામ મળશે. તમારે સૂર્યોદય સમયે નિયમિત વિષ્ણુસહસ્ત્રનામ જપ કરવો.

મિથુન :

નવમા સ્થાન પરથી ગોચર કરશે. આ પરીવર્તન તમારા માટે મહત્વનુ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કામમાં તમારા વિચાર અને સમજને સારી રીતે વ્યક્ત કરવી. તમને નવી તક અને જવાબદારી મળશે. તમારા આરોગ્ય પર સકારાત્મક અસર થશે. આ સમયમાં તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. પ્રેમ સબંધમાં ખુશી આવશે. તમને નવી ઉર્જા મળશે. ધંધામાં તમને નવા કામ અને નવી નીતિ મળી શકે છે. તેનાથી લાભ થસે. પ્રગતિ થઈ શકે છે. બુધવારે તમારે ગાયને લીલુ ઘાસ ખવડાવવું.

કર્ક :

આઠમા સ્થાન પરથી ગોચર કરશે. તમને મધ્યમ ફળ મળી શકે છે. તમને જૂના રોકાણથી સારો ફાયદો થશે. આ પ્રવેશ ખાસ મહત્વનુ રહેશે. તમને બધી પરિસ્થિતી માથી બહાર આવવાની તાકાત મળશે. કામમાં તમારી શીખવાની અને સમજવાની શક્તિ અને કુશળતામાં વધારો થશે. તેનાથી મોટા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. તમારા કામમાં વધારો થશે અને ઉચ્ચ પદ મેળવવા માટે તમે સક્ષમ રહેશો. ભાગીદારીથી આવકમાં વધારો થશે. તમારે ઘરે રોજે કપૂરનો દીવો કરવો.

સિંહ :

સાતમા સ્થાન પરથી ગોચર થશે. તેને લગ્નનો ભાવ પણ કહે છે. આ પરીવર્તન તમારા માટે ખૂબ ખાસ રહેશે. તમને સારું પરિણામ મળી શકે છે. આ સમય વિવાહિત લોકો માટે ખાસ છે. તમને આ સમયમાં સાથીથી પ્રેમ અને મદદ મળી શકે છે. તમારી સુખ અને સુવિધામાં ઘણો વધારો થશે. જીવનસાથીનું સન્માન કરવું. તમારા પિતા તમારા કામથી ખુશ થશે. પરિવારમાં ખુશી આવશે. ધંધો કરતાં લોકોને ભાગીદારીમાં લાભ અને વિકાસ થશે. તેનાથી તમને સારું ફળ મળશે. તમારે જમણા હાથની આંગળીમાં સોનાની અથવા ચાંદીની વીંટીમાં પન્ના પહેરવો જોઈએ.

કન્યા :

છઠ્ઠા સ્થાન પરથી ગોચર કરશે. આ પરીવર્તન તમારા માટે યોગ્ય નહીં રહે. તમારા ખર્ચમાં ઘણો વધારો થઈ શકે છે. માનસિક તનાવમાં વધારો થશે. તેનાથી તમારા જીવન પર પ્રભાવ પડશે. તેનાથી પ્રેમ જીવન પર પણ અસર થશે. તમને સાચી દિશા તરફ લઈ જશે. મહેનત કરવી. તેનાથી તમને બઢતી અને પ્રશંસા મળશે. તમારે તમારી લાગણીને તમારા પર હાવી ન થવા દેવી તેનાથી નુકશાન થઈ શકે છે. તબિયત ઢીલી રહી શકે છે. તમારા રોજિંદા જીવનમાં સુધારો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારે રોજે સવારમાં ગજેન્દ્ર-મોક્ષ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.

તુલા :

પાંચમા સ્થાન પર પ્રવેશ કરશે. આ સમયમાં તમને શ્રેષ્ઠ ફળ મળશે. પ્રેમ સબંધ માટે સારો સમય રહેશે. જે લોકો લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છે તેમણે સારા સમાચાર મળી શકે છે. તમારી સહન શક્તિમાં વધારો થશે. તમને કામમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીને યોગ્ય પરિણામ મળશે. વિદેશ અભ્યાસ માટે જવું હશે તેના માટે સારો સમય રહેશે. કુંવારા લોકો માટે સારો સમય રહેશે. તમારે બુધવારના દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાત વાળા લોકોને લીલા કલરના કપડાં અથવા ખાવાની વસ્તુ દાનમાં આપવી.

વૃશ્ચિક :

ચોથા ભાવ માથી ગોચર કરશે. તેનાથી સુખ, સુવિધા વધશે. તમને સારું ફળ મળશે. તમને પિતાની સંપતિ મળી શકે છે. તમને નફો મળી શકે છે. જમીન અને નવું વાહન ખરીદી શકો છો. તેનાથી તમારા આરામમાં વધારો થશે. માતાની તબિયત ઢીલી રહી શકે છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું. તમારા જીવનસાથીની આવકમાં વધારો થશે. તેનાથી તમને આર્થિક મદદ મળશે. તમને તમારા કામમાં સારી સફળતા મળશે તમારે રોજે તુલસીના છોડની પુજા કરવી.

ધન :

ત્રીજા સ્થાન પરથી પ્રવેશ કરશે. તેનાથી તમને જોઈતું અને સારું પરિણામ મળશે. તમે કામ કરવામાં જે મહેનત કરો છો તેમાં તમારી ખૂબ પ્રશંસા થશે. તમારા સાહસ અને ઉર્જામાં વધારો થશે. તમારા બધા કામ સમય પહેલા પૂરા કરવાથી તમે સફળ થઈ શકો છો. તમારે વધારે વિશ્વાસ ન કરવો. તમારે બધા કામ એક સાથે ન કરવા. તેનાથી બધા કામ બગડી શકે છે તેથી એક કામ એક સમયે જ કરવું. તમારે ગણપતિને પ્રાર્થના કરવી.

મકર :

બીજા સ્થાન પર ગોચર કરશે. તમારા માટે આ પરીવર્તન ખૂબ મહત્વનુ છે. તે તમારા ભાગ્યના માલિક છે. તેનાથી તમારી રાશિમાં મોટો ધન લાભનો યોગ થઈ રહ્યો છે. તેનાથી તમને આર્થિક રીતે શ્રેષ્ઠ પરિણામ મળશે. તમને પિતાની આર્થિક અને ભાવનાત્મક મદદ મળશે. તમને તમારા ધ્યેય તરફ આગળ વધવા માટે કામ મળશે. શેર બજારમાં સંકળાયેલા લોકોને લાભ થશે. તમને મહેનતનુ સારું ફળ મળશે. તમારા પરિવારમાં માં સમાન મહિલાને ઉપહાર આપવો જોઈએ.

કુંભ :

પહેલા સ્થાન પરથી ગોચર થશે. તમને મધ્યમ ફળ મળશે. તમારા માટે આ પરીવર્તન ખૂબ જરૂરી છે. જે લોકોના લગ્ન થઈ ગયેલા છે તેના જીવનસથીનીખૂબ પ્રગતિ થશે. તેથી તમે ખુશ રહેશો. વિદેશ અભ્યાસ માટે જવા માંગતા લોકોને સારી તક મળી શકે છે. તમારે તમારી તબિયત પ્રત્યે કોઈ બેદરકારી ન કરવી જોઈએ. તમારે એક વાર ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તમારે બુધવારે પાલક અને લીલા મગને ખાવા જોઈએ.

મીન :

આ બારમાં સ્થાન પરથી પ્રવેશ કરશે. તેને વ્યય અને નુકશાનનો ભાવ ગણાય છે. આ સમય દરમિયાન તમે સારું અને આરામદાયી જીવન વ્યતીત કરી શકો છો. કામમાં આવેલી આ સ્થિતિને લીધે તમારા જીવન પર ઘણી અસર થશે. તમારી ઊંઘવાની રીતથી તમને નુકશાન થઇ શકે છે. તેથી તમારે વધારે શાંતિથી આરામ કરવો જોઈએ. તમારે બધી પરિસ્થિતી સામે લડવા માટે પોતાને તૈયાર રાખવા જોઈએ. તમારે બુધવારે વિધારમૂળ ને લીલા કપડામાં બાંધીને તેને ગળામાં પહેરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *