બુધ કરવા જઈ રહ્યા છે મીન રાશિમા પ્રવેશ, જાણો કેવો પડશે તમામ રાશીઓ પર પ્રભાવ?

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્રિત સાબિત થશે. વ્યવસાય ક્ષેત્રે ભાગદોડ બનેલી રહેશે. નાણાકીય સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. કોઈપણ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવો જોઈએ. લાગણીઓને મન પર હાવી ના થવા દો. ધાર્મિક કાર્યોમા વધારે પડતો રસ રહેશે. માંગલિક કાર્યની તકો આવશે.

વૃષભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. આવકના માધ્યમોમા વૃદ્ધિ થશે. તમારા ડૂબેલા નાણા પરત મળે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. વેપારીઓ માટે સમય પ્રમાણમાં સારો રહેશે. નવા વાહનની ખરીદીનો યોગ સર્જાઈ રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને બગાડશો નહી. વિદ્યાર્થીઓ માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે,

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તમારી ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરો છો તો તમને સફળતા મળવાની શક્યતાઓમા વૃદ્ધિ થઇ શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. સમાજમા માન-સન્માનમા વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

કર્ક રાશી :

આ રાશીજાતકોને આવનાર સમયમા ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં રુચિ વધશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી ખુબ જ પ્રસન્ન થશે. વિદેશી મિત્રો અને સંબંધીઓ પાસેથી લાભની અપેક્ષા રાખવી. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થઇ રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

સિંહ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ વિશેષ લાભદાયી સાબિત થશે. કાર્યસ્થળે કાર્યબોજમા વૃદ્ધિ થઇ શકે છે જેના કારણે તમે આવનાર સમયમા કાર્યસ્થળમા પરિવર્તન લાવી શકો છો. આવનાર સમયમા નવા વાહન કે જમીનની ખરીદી તમે કરી શકો છો. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થઇ શકે છે. ઘરમા આવનાર સમયમા માંગલિક પ્રસંગોનુ આયોજન થઇ શકે છે. વૈવાહિક બાબતોમા તમને વિશેષ સફળતા મળશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોતો મળી રહેશે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

તુલા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નબળો સાબિત થઇ શકે છે. શત્રુઓ તમારા પર હાવી રહી શકે છે. નાણાકીય ક્ષેત્રે આવનાર સમય સાવ સામાન્ય રહેશે. અભ્યાસ ક્ષેત્રે આવનાર સમય વિદ્યાર્થીઓને ભરપૂર લાભ અપાવી શકે છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થશે. સમાજમા માન-સન્માન વધશે. પ્રેમ-સંબંધ બાબતે આવનાર સમય શુભ સાબિત થશે.સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબના વરિષ્ઠ સભ્યો સાથે તમે કોઈ બાબત અંગે વાર્તાલાપ કરી શકો છો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

ધન રાશી :

આ રાશીજાતકોએ આવનાર સમયમા પારિવારિક તકરાર અને માનસિક અશાંતિનો પણ સામનો કરવો પડશે. મિત્રો અથવા સંબંધીઓ તરફથી કોઈ અશુભ સમાચાર મળી શકે. સ્થાવર મિલકત સંબંધિત જોઈ કામ યાદ આવશે. નવા મકાન અને વાહનની ખરીદીનો યોગ પણ બની રહ્યો છે.

મકર રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સફળતાથી ભરપૂર સાબિત થશે. કુટુંબના વરિષ્ઠ સભ્યો અને નાના ભાઈઓ વચ્ચે મતભેદ ઉભા ના થવા દો. ધર્મ અને અધ્યાત્મના કાર્યોમા રસ વધશે. સ્પર્ધામા ભાગ લેનારા વિદ્યાર્થીઓએ પરીક્ષામા સારા માર્ક્સ મેળવવા માટે વધુ પડતા પ્રયત્નો કરવા પડશે.

કુંભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય શુભ સાબિત થઇ શકે છે. તમે તમારા વાણી કૌશલ્યથી મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી નિયંત્રિત કરી શકશે. સ્ત્રીઓમાં તેમની અસર પ્રમાણમાં સારી રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે અને લાંબા સમય માટે આપેલા નાણાં પાછા મળશે તેવી અપેક્ષા રાખશો. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ નહીતર બનતા કામ બગડી શકે છે.

મીન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. વૈવાહિક બાબતોમા તમને સફળતા મળશે. સાસરાવાળા તરફથી નાણાકીય સહાયતા મળશે. ઘરમા કોઈ શુભ પ્રસંગનુ આયોજન થઇ શકે. સ્વાસ્થ્ય માટે આવનાર સમય શુભ સાબિત થશે. જીવનસાથી સાથે તમે સારો એવો સમય વિતાવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *