બોયફ્રેન્ડ કે પતિ હોવા છતા પણ મોટા ભાગની સ્ત્રીઓ ઇચ્છે છે બીજો પાર્ટનર, કરે છે આવા વિચારો

Spread the love

આજકાલ પુરુષ અને સ્ત્રીના સબંધોમા અસુરક્ષાની ભાવના સતત વધતી જાય છે. રિલેશનશીપ થી લઇને લગ્ન સુધીના દરેક સબંધોમા લોકોને એકબીજા પર વિશ્વાસ કરતા ડર લાગતો હોય છે કે તેનો પાર્ટનર હંમેશા માટે તેનો સાથ આપશે કે નહી. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ અને લાંબા ગાળાના રિલેશનશિપ મા તેની સંભાવના વધી જતી હોય છે.

તમને કદાચ વિશ્વાસ નહી થાય પરંતુ દરેક કામની જેમ હવે રિલેશનશિપ મા પણ પ્લાન-બી બનાવવામા આવી રહ્યો છે. પ્લાન-બી એટલે કે બેકઅપ પાર્ટનરનો પ્લાન. એક સર્વે અનુસાર આ વાતની હકીકત સામે આવી છે.

ડેઈલી મેલ મા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આશરે ૫૦ ટકા મહિલાઓ પોતાના બ્રેક-અપની ચિંતાના કારણે એક બેકઅપ પ્લાન પણ રાખે છે. જેનો અર્થ એ છે કે મહિલાઓના મજગમા અવારનવાર અન્ય પુરુષનો ખ્યાલ આવતો હોય છે. જેને મહિલાઓ બ્રેક-અપના સમયે પ્લાન-બી ની જેમ ઉપયોગ કરે છે.

ચોંકાવનારી વાત તો એ છે કે બીજો વિકલ્પ રાખવાની બાબતે રિલેશનશીપ મા રહેતી મહિલાઓની સાપેક્ષે પરણિત મહિલાઓની સંખ્યા વધુ છે.

આખરે આ બ્રેક-અપ પાર્ટનર હોય છે શું? સર્વે અનુસાર મોટાભાગના કિસ્સાઓમા પ્લાન-બી માટે તે કોઇ જૂનો મિત્ર હોઇ શકે છે જેના દિલમા તે મહિલા માટે પહેલેથી જ કોઇ ખાસ ફિલિંગ હોય. આ વ્યક્તિ જુનો બોયફ્રેન્ડ અથવા તો જુનો પતિ પણ હોઇ શકે છે. અભ્યાસ અનુસાર અન્ય વિકલ્પ તરીકે ઓફિસનો કોઇ સહકર્મી કે જિમ મિત્ર પણ મહિલાઓના મગજમા રહે છે.

આ સર્વેમા આશરે ૧૦૦૦ મહિલાઓએ ભાગ લીધો અને તેમાંથી મોટાભાગની મહિલાઓનુ કહેવુ હતુ કે તે કોઇ એવો પ્લાન-બી ઇચ્છે છે જેને તે લાંબા સમયથી જાણતી હોય છે.

સાથે જ દરેક ૧૦ માંથી ૧ મહિલાનુ કહેવુ હતુ કે તેના બેકઅપ પાર્ટનર પોતાની ભાવનાનો ઈકરાર પહેલેથી જ કરી ચુક્યા છે. મોટાભાગની મહિલાઓનુ એવુ પણ કહેવુ છે કે વર્તમાન રિલેશનશિપ મા જ તેને તે વાતનો અંદાજ છે કે તે બાદ તેનો પ્લાન-બી કોણ બની શકે છે.

કેટલીક મહિલાઓએ તો એમ પણ માન્યુ છે કે તેના બેકઅપ પાર્નર માટે તે બિલકુલ તેવુ જ મહેસૂસ કરે છે કે જેવુ તે વર્તમાન પાર્ટનર માટે કરે છે.

સર્વે અનુસાર ૧૨ ટકા મહિલાઓનુ કહેવુ હતુ કે કેના વર્તમાન પાર્ટનરની તુલનામા પ્લાન-બી પાર્ટનર તરફ તેમની ફીલીંગ્સ વધુ મજબુત છે.

સર્વેમા ભાગ લેનારી મોટાભાગની મહિલાઓએ તે પણ સ્વીકાર્યુ હતુ કે તેના વર્તમાન પાર્ટનરને તેના બેકઅપ પ્લાન વિશે જાણકારી છે.

અભ્યાસ અનુસાર જ્યા કેટલીક મહિલાઓના પાર્ટનર બેકઅપ પ્લાન સાથે સંબંધિત મજાક આરામથી કરી શકે છે જ્યારે કેટલાંક લોકો બેકઅપ પ્લાનની ચર્ચાથી અસહજ થઇ જતા હોય છે.

મોટાભાગની મહિલાઓનુ કહેવુ છે કે તેમના બેકઅપ પાર્ટનર વર્તમાન પાર્ટનરના મિત્ર છે. સાથે જ સર્વેમા કેટલીક એવી મહિલાઓ પણ હતી કે જેનુ માનવુ હતુ કે તે પોતાના પ્લાન-બી ને લઇને પૂરી રીતે સુનિશ્વિત નથી.

એક ઓનલાઇન માર્કેટ રિસર્ચ કંપનીના સ્પોક્સમેને સર્વે પર ડેઈલી મેલ ને જણાવ્યુ હતુ કે મહિલાઓના પ્લાન-બી પર કરવામા આવેલા આ સર્વેના પરિણામો ખુબ ચિંતાજનક છે.

આ ખબરથી પુરુષો પણ ચિંતિતિ અને પરેશાન થઇ શકે છે. એવું પણ બની શકે છે કે તે પોતાના પાર્ટનરને લઇને પહેલેથી જ સજાગ બની જાય અને તેની સાથે સારી રીતે વર્તે જેથી તેના સાથીને પ્લાન-બી ની કોઈ જરૂર જ ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *