બોલિવૂડ કલાકારો થી લઇને ખેલાડીઓએ કર્યું મોદીજી ની અપીલનુ સમર્થન, કોઇએ પેટાવ્યા દીવા તો કોઇએ કરી ટોર્ચ

Spread the love

મિત્રો, ૨૨ માર્ચ ૨૦૨૦ ના રોજ સંધ્યા સમયે ૫ વાગ્યે ૫ મીનીટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની સમસ્યા વચ્ચે દેશમા જુસ્સો જગાવવા દેશવાસીઓ ને પોતાના ઘરે જ રહીને થાળીઓ વગાડીને આપણા દેશના પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય કોરોના થી આપણુ રક્ષણ કરતા સીપાહીઓ ને આભાર વ્યક્ત કરવા વિનંતી કરી હતી જે લોકોએ હર્ષપૂર્વક સ્વીકારી લીધી હતી. આ દિવસે સમગ્ર દેશે પોતાના ઘરના આંગણ તથા બાલ્કની કે ધાબા પર જઈને થાળીઓ ના ગડગડાટ સાથે પેરામેડિકલ સ્ટાફની અમૂલ્ય સેવા ને સમ્માનીત કરી હતી, જેમા બોલીવૂડના અનેક સિતારાઓ પણ શામેલ થયા.

આ મુહિમ મા અમિતાભ બચ્ચન નુ ફેમિલી હોય, રણવીર-દીપીકા હોય , ક્રિકેટર વિરાટ કોહલી હોય કે પછી વિદેશમા રહેતી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા હોય બધાએ આ પ્રોત્સાહન જગાવવાના પ્રયત્ન મા પૂરા ઉત્સાહ થી ભાગ લીધો હતો. હાલ ફરી એકવાર દેશના નાગરીકો તેમજ બોલીવૂડ સિતારાઓએ પ્રધાનમંત્રીની દીવડા પ્રજ્વલિત કરવાની અપિલ ને હર્શપૂર્વક આવકારી છે. સમગ્ર દેશવાસીઓ ને વડાપ્રધાને દીવા પ્રગટાવવા માટે અપીલ કરી હતી. જેમા બોલીવૂડ નુ પણ ભરપુર સમર્થન પ્રાપ્ત થયુ છે.

વિરાટ કોહલી :

આપણી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીવા પ્રગટાવવા ના અભિયાન ને સંપૂર્ણપણે સહકાર આપ્યો હતો. તેમણે લોકો ને પણ રાત્રે ૯ વાગ્યા થી ૯ મિનિટ સુધી દીવા પ્રજ્વલિત કરવાની પોતાના ચાહકો ને અપીલ કરી હતી. વિરાટે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને પણ આ ટ્વીટ મા ટેગ કર્યા હતા. તેણે અપીલ કરતા જણાવ્યુ હતુ કે ચાલો વિશ્વને બતાવી દઈએ કે આપણે સૌ એક છીએ.

પ્રિયંકા ચોપડા :

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઇએ કે પ્રિયંકાએ પોતાના અમેરિકા ખાતે ના નિવાસસ્થાને રહીને એકલા તો એકલા પણ ૨૨મી તારીખે તાળીઓ પાડીને પેરામેડિકલ સ્ટાફ તેમજ કોરોના યોદ્ધાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિડિયો પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણીનો આ વિડિયો તેના પતિ નીક જોનાસ દ્વારા લેવામા આવ્યો હતો.

અમિતાભ બચ્ચન :

અમિતાભ આ વિકટ પરિસ્થિતિ માંથી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા એકત્રિત પોતાના ફેન્સના સંપર્કમા રહે છે અને તે લોકોમા હકારાત્મક વલણ ફેલાવવા નો પ્રયાસ કર્યા રાખે છે. એક ઉમદા વ્યક્તિ તરીકે અવારનવાર ઉભરી આવ્યા છે. અમિતાભ બચ્ચન પોતાની આખી ફેમિલી સાથે મળીને અગાશી પર ચડીને તાળીઓ તેમજ પુજાઘરની ઘંટડી વગાડીને કોરોના ના સિપાહીઓ ને વધાવ્યા હતા. તેમની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, શ્વેતાની દીકરી નવ્યા નંદા તેમજ આરાધ્યા બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.

દીપીકા – રણવીર :

આ યુગલ જ્યાર થી લોકડાઉન શરૂ થયુ ત્યાર ના પોતાની જુદી – જુદી પ્રવૃત્તિઓ ના વિડિયો તેમજ ફોટા પોતાના ફેન સાથે તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા શેર કરે છે અને લોકોને તે ખૂબ પસંદ આવે છે. તેઓ પણ લોકોમા સકારાત્મકતા ફેલાવવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છે. દીપીકા રણવીરે પણ પોતાના મુંબઈ ખાતે આવેલા ફ્લેટ ની બાલ્કની મા ઉભા રહીને કોરોના ના સિપાહીઓ ની સેવાઓ ને વખાણવા તાળીઓ વગાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ ને સમર્થન આપ્યુ હતુ અને હાલ દીવડા પ્રગટાવી અભિયાનને પણ સમર્થન આપી રહ્યા છે.

અનુપમ ખેર :

તમને જણાવી દઈએ કે અભિનેતા અનુપમ ખેર દ્વારા પણ વડાપ્રધાન ને સમર્થન આપતો એક વિડિયો શેર કર્યો હતો, જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેમના ઘરમા છેલ્લા ઘણા વર્ષો થી દીવા ૨૪ કલાક પ્રજ્વલિત કરવામા આવે છે અને હાલ રાત્રે ૯ વાગ્યાથી ૯ મિનિટ સુધી હુ ફરીવાર દીવા પ્રજ્વલિત કરી રહ્યો છુ. આ સિવાય અનેક એવા લોકોએ પ્રધાનમંત્રી મોદીની આ મુહિમ મા લોકોને સમર્થન આપવા અને તેને અનુસરવા અપીલ કરી હતી. જાણીતા ગાયક પલક મુછાલેએ પણ લોકોને આ મુહિમ મા જોડાવા માટે ‘જ્યોત સે જ્યોત જલાતે…’ ગીત ગાઈને ચાહકો ને અપિલ કરી હતી.

તો વળી સીતામાતા નુ પાત્ર ભજવનાર દીપીકા ચીખલીયાએ પણ વડાપ્રધાન ની આ મુહિમ ને સહકાર આપતા વિડિયો દ્વારા લોકને પણ મીણબત્તી કે દીવો પ્રજ્વલિત કરીને રોશની કરવા અપીલ કરી હતી. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમ ના યુવા ખેલાડીઓ જેમ કે, હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ અને જસપ્રીત બુમરાહે પણ પીએમ મોદી ની આ અપીલ ને લોકો અનુસરે તેવી તેમના ફેન્સ ને અપીલ કરી હતી.

આ સિવાય ક્રીકેટ ટીમ ના કોચ રવિ શાસ્ત્રી અને હરભજન સિંહે પણ વડાપ્રધાન નો સાથ આપવા પોતાના ફેન્સ ને વિનંતી કરી હતી. ગઈકાલ ના આ દીવડા થી જગમગ દ્રશ્યો ખરેખર અદભૂત લાગી રહ્યા છે , અંદર થી એક અવાજ આવી રહ્યો છે કે, આપણા દેશમા કોરોના વાયરસ કંઈજ ઉખાડી નહીં શકે. એકતા મા જ સાચુ બળ રહેલુ છે. ધન્યવાદ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *