બોલીવુડના અભિનેતા “ઇરફાન ખાન” નુ મૃત્યુ, સ્વાસ્થ્ય લથડતા કોકિલાબેન હોસ્પિટલમા કર્યા હતા દાખલ

Spread the love

ઈરફાન ખાન નુ ૫૪ વર્ષે મુંબઈ ખાતે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી દવાખાના મા મૃત્યુ નીપજ્યું છે. ૨૮મી એપ્રિલે સમાચાર આવ્યા હતાં કે તેમને આંતરડા ના ચેપ ને લીધે દાખલ કરવામા આવ્યા છે. તેમની માતા નુ હાલ મા જ એટલે કે ૨૫મી એપ્રિલે મૃત્યુ થયું હતું. માતા ના નિધન ના ચાર દિવસ બાદ જ ઈરફાન નું નિધન થયું હતું

શૂજીત દ્વારા કરવામા આવી હતી મૃત્યુ ની વાત

સિનેમા બનાવનાર શૂજીત દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને ઈરફાન ના નિધન ની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારો વ્હાલો મિત્ર ઈરફાન, તું લડ્યો, લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારી પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. બબિલ તથા સુતપા ને આશ્વાસન. સુતપા તે આ લડાઈમાં તારીથી જે થયું તે તમામ કર્યું. શાંતિ…ઓમ શાંતિ… ઈરફાન ખાનને સલામ.

મંગળવાર ના રોજ દાખલ કર્યાં ના સમાચાર મળ્યા હતા :

ઈરફાન ખાન ના સ્પોકપર્સ ને આ કલાકાર ના સ્વાસ્થ્ય ને લઈ સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, હા આ વાત સાચી છે કે ઈરફાન ખાન દવાખાના મા દાખલ છે. તેમને એક જાત નો પાચન નો રોગ થયું હતું અને તેથી જ તેમને કોકિલાબેન હોસ્પિટલ ના આઈ.સી.યુ. મા દાખલ કરવામાં આવ્યા હતાં.

હાલ મા જ તેમની માં નુ મૃત્યુ થયુ હતું

હાલ મા જ ઈરફાન ની માં સઈદા બેગમ નુ ૨૫મી એપ્રિલ સવારે મૃત્યુ થયું હતું. તેઓ ૯૫ વર્ષ ના હતા અને ઘણા સમય થી રોગગ્રસ્ત હતાં. તેઓ ઈરફાન ના ભાઈ સલમાન તેમજ બીજા પરિવારના સભ્યો સાથે રહેતા હતાં. સઈદા બેગમ ને સાંજે જ સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતાં. લૉકડાઉન ને લીધે  ઈરફાન ખાન મુંબઈ મા હતાં અને તેઓ જયપુર જઈ શકે તેમ નહોતાં. વીડિયો કોલિંગ પર ઈરફાને માતા ને અંતિમ વિદાય આપી હતી.

૨૦૧૮મા બીમારી થી લગતી કરી હતી વાત 

૫૩ વર્ષીય ઈરફાને માર્ચ, ૨૦૧૮માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરો-એન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર લંડન મા ચાલે છે. તે ભાગ્યે જ જાહેરમા જોવા મળે છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સિંગલ ફાધરના સ્ટ્રગલ ની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મ નું તેમણે  પ્રમોશન કર્યું નહોતું.

તે પોતાની દીકરી ની તમામ ઈચ્છાઓ ની પૂર્તિ કરવા ઈચ્છે છે. તેની દીકરી નું સપનું લંડન મા જઈ અભ્યાસ કરવાનું છે. આ ફિલ્મ ૨૦૧૭મા આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મ ને સાકેત ચૌધરીએ ડાયરેક્ટ કરી હતી. ‘અંગ્રેજી મીડિયમ’મા ઈરફાન સિવાય કરીના કપૂર, રાધિકા મદન, દીપક ડોબરિયાલ કિકુ શારદા, ડિમ્પલ કાપડિયા તથા રણવીર શૌરી છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા કરી હતી આ સંવેદનશીલ વાત 

ઈરફાને એક વીડિયો શેયર કર્યો હતો અને કહ્યું હતું,કે હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્તે. હું ઈરફાન, આજે તમારી સાથે છું પણ અને નથી પણ. મારા માટે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ઘણી જ મહત્વ ની છે. વિશ્વાસ કરો કે મારી દિલ ની ઈચ્છા હતી કે આ ફિલ્મ ને પણ એટલા જ પ્રેમ થી પ્રમોટ કરું, જેટલા પ્રેમ થી અમે આ બનાવી છે. જો કે, મારા શરીરમા ઘણા વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાત હજુ ચાલી રહી છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે.

એક કહેવત મુજબ ‘જ્યારે પણ જીવન મા મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તક મા ફેરવી લેવી જોઈએ.’ આ વાત બોલવામાં સારી લાગે છે પરંતુ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તેને અનુકૂળ તકમાં ફેરવવી ઘણી જ અઘરી બનતી હોય છે. તમારી પાસે ચોઈસ પણ શું હોય છે? હકારાત્મક રહેવા સિવાય? આ પરિસ્થિતિને તમે અનુકૂળ તકમાં ફેરવી શકો છો કે નહીં તે તો તમારી પર છે. અમે બધાએ આ ફિલ્મને તે જ હાકરાત્મકતા સાથે બનાવી છે. આશા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો’

ઈરફાન ખાન ને ચાર વખત મળ્યો હતો ફિલ્મ-ફેયર એવાર્ડ

ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ મા નેગેટિવ રોલ, ‘લાઈફ ઈન અ મેટ્રો’ મા બેસ્ટ એક્ટર, ‘પાન સિંહ તોમર’ માં બેસ્ટ એક્ટર ક્રિટિક તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મેળવ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટર ને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રી થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *