બોર્ડની પરીક્ષા ના માત્ર 3 દિવસ પહેલા જ અકસ્માતમા પિતાનુ થયુ હતુ મૃત્યુ, પોતાનું મન મક્કમ કરીને પરીક્ષા આપનાર દીકરીએ મેળવ્યા ૯૪.૯૫ પર્સેન્ટાઈલ

Spread the love

મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામા આવેલી હાલ ધોરણ-૧૦ની પરીક્ષાનુ પરિણામ થોડા દિવસ પહેલા જ જાહેર થયુ હતુ. ત્યારે બોર્ડ એકઝામના ફક્ત ૩ દિવસ બાકી હતા અને પિતાનુ આકસ્મિક સંજોગોના કારણે અવસાન થયુ તેમછતા મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર આ પરિવારની વહાલસોયી દીકરીએ ધોરણ-૧૦મા ૯૪.૯૫ પર્સેન્ટાઈલ મેળવીને પોતાના શૈક્ષણિક અભ્યાસક્રમનો પહેલો તબક્કો પૂર્ણ કર્યો છે.

પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આ પરિવારની વહાલસોયી દીકરી પોતાના પિતાનુ તેણીને દાકતર બનાવવાનુ સ્વપ્ન પૂર્ણ કરી શકશે નહિ :

વડોદરા શહેરના કિશનવાડી ખોડીયારચોક વિસ્તારમા રહેતી મિતાલી દરજીએ મીડિયા સાથે કરવામા આવેલી વાત દરમિયાન જણાવ્યુ હતુ કે, હુ દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમા ગુજરાતી માધ્યમમા અભ્યાસ કરુ છુ. હુ ધોરણ-૧૦ની પરીક્ષામા ૯૪.૯૫ પર્સેન્ટાઈલ સાથે પાસ થઇ ગઇ છુ. પરંતુ, જો આજે મારા પપ્પા જીવંત હોત તો મારી ખુશી બમણી હોત. બોર્ડની પરીક્ષા શરુ થવાની હતી તેના ત્રણ દિવસ પહેલા બનેલી આકસ્મિક ઘટનામા તેમના પિતાનુ અવસાન થયુ હતુ. પિતાના અવસાન બાદ અમે ઘરના તમામ સદસ્યો સાવ નિસ્તેજ થઇ ગયા હતા.

મારુ મન વાંચવામા પણ નહોતુ લાગતુ. હાથમાં ચોપડી લઉં ત્યાં જ પપ્પા ની યાદ આવી જતી. મમ્મી સતત પપ્પાને યાદ કરીને રડ્યા કરતી હતી અને તેને જોઇને હુ પણ મારા આંસુ રોકી શકતી ન હતી. એક તબક્કે મે પરીક્ષા ના આપવાનો પણ વિચાર કરી લીધો હતો પરંતુ, પિતાની મને દાકતર બનાવવાની ઇચ્છા હોવાથી મન મક્કમ કરીને પરીક્ષા આપી હતી પરંતુ, હાલ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાની દાકતર બનવાની ઇચ્છા હુ પૂર્ણ કરી શકુ તેમ નથી.

પિતાના અવસાન પછી માતા પેટ્રોલપંપ પર “પેટ્રોલ ફિલર” તરીકે કરે છે કાર્ય :

મિતાલી સાથે થયેલી વાત દરમિયાન એ પણ જાણવા મળ્યુ કે, પિતાના અવસાન બાદ ઘરની સંપૂર્ણ જવાબદારી તેની માતા વૈશાલીબહેન પર આવી ગઇ છે. મારી માતા પેટ્રોલ પંપ ઉપર “પેટ્રોલ ફિલર” તરીકે નોકરી કરે છે. અમે ત્રણ ભાઇ-બહેન છીએ. મારો અને મારા ભાઇ-બહેનનો ભણવાનો ખર્ચ કાઢવો હાલની સ્થિતીને જોતા મુશ્કેલ લાગી રહ્યો છે. જોકે, મમ્મી અમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે તૈયાર છે. પિતા જીવતા હોત તો મે ચોક્કસ દાકતર બનવા માટે મહેનત કરી હોત. પરંતુ, હવે મારા માટે શક્ય નથી.

પૂજાપાની દુકાનમા નોકરી કરનારનો દીકરો ધરાવે છે દાકતર બનવાની ઈચ્છા :

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત વૈકુંઠ સોસાયટીમાં રહેતા અને શ્રી અંબે વિદ્યાલયમા અભ્યાસ કરતા ધ્રુવ રોહિતે ધોરણ-૧૦ ૯૯.૯૮ પર્સેન્ટાઈલ સાથે પાસ કર્યું છે. ધ્રુવના પિતા સંજયભાઇ ઘડિયાળી પોળમાં આવેલી પૂજાપાની દુકાનમા નોકરી કરે છે. તેની માતા રીયાબહેન ઘરકામ કરે છે. ધ્રુવ ભવિષ્યમા દાકતર બનવાની ઇચ્છા ધરાવે છે અને સમાજની સેવા કરવાની ઈચ્છે છે.

એક સ્કૂલ વાનચાલકનો પુત્ર બનાવવા માંગે છે આઈ.આઈ.ટી.મા કારકિર્દી :

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર સ્થિત શ્રી અંબે વિદ્યાલયમા અભ્યાસ કરતો ઉર્વિશ જોશીએ પણ ૯૯.૮૪ પર્સેન્ટાઈલ સાથે ધોરણ-૧૦ પાસ કર્યુ છે. તેના પિતા રાજેશભાઇ સ્કૂલ વાન ચલાવે છે અને માતા વૈશાલીબહેન બ્યુટીશ્યિન છે. ઉર્વિશે જણાવ્યું કે, ધોરણ-૭ અને ૮મા હતો , ત્યારે હુ ટ્યુશન ક્લાસ કરતો હતો પરંતુ, ધોરણ-૧૦ મા મેં કોઈપણ ટ્યુશન ક્લાસ કર્યા નથી. શાળામા શિક્ષક ભણાવે ત્યારે ધ્યાન આપીએ અને ઘરે આવીને રિવીઝન કરીએ તો ટ્યુશનની આવશ્યકતા રહેતી નથી. મને મારી કારકિર્દી આઈ.આઈ.ટી. મા બનાવવાની ઇચ્છા છે.

આ વિદ્યાર્થીએ કર્યુ ૯૯.૯૩પર્સેન્ટાઈલ રેન્ક સાથે ધોરણ-૧૦ સફળતાપૂર્વક પાસ :

વડોદરા શહેરના હરણી-મોટનાથ વિસ્તારમા રહેતા યશ પ્રજાપતિ એ ૯૯.૯૩ પર્સેન્ટાઈલ મેળવીને ધડાકાભેર ધોરણ-૧૦ પાસ કર્યુ છે. યશના પિતા મનુભાઇ ખાનગી કંપનીમા નોકરી કરે છે. હાલ, યશ મેથેમેટીક્સમાં વિષય સાથે આગળ વધવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે અને તેની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે ધોરણ-૧૧મા એડમિશન પણ લઇ લીધુ છે અને ઓનલાઇન ભણવાની શરૂઆત પણ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *