બીજાના ઘરની આ વસ્તુઓ ભૂલથી પણ તમે ના ખાતા, નહીતર ગરીબી આવશે તમારી માથે

Spread the love

આજ ના આ લેખ મા વાત કરવી છે ખાવા ની અમુક એવી ચીજવસ્તુઓ ની કે કોઈ બીજા આપે તો ક્યારેય આપણે લેવી ના જોઈએ નહિતર થઇ શકે છે ઘણું મોટું અણધાર્યો અનર્થ. તો આજે વાત કરવી છે એવા જ ખાવા ની વસ્તુઓ વિષે. લગભગ મોટેભાગે દરેક વ્યક્તિઓ આ વાત થી અજાણ હશે અને નિયમિત આ ભૂલો કરતા હશે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા વાત કરીએ કે કઈ-કઈ વસ્તુઓ બીજા ના ઘરે થી માંગી ને ન ખાવી જોઈએ તેના વિષે.

આપણો હિંદુ ધર્મ માત્ર એક ધર્મ જ નથી પરંતુ જીવન જીવવા ની એક સાચી દિશા પણ સૂચવે છે. આપણી પૌરાણિક પરંપરાઓ એક એવી પરંપરા છે કે જેને સનાતન પરંપરા ના નામ થી પણ ઓળખવા મા આવે છે. હિંદુ ધર્મ મા ઘણી બધી વસ્તુઓ દર્શાવવા મા આવી છે કે જે વ્યક્તિ ના જીવન ને સહજ બનાવે છે. હિંદુ ધર્મ પ્રમાણે જો અનુસરણ કરવામા આવે તો માનવ જીવન ઘણું સુગમ અને સરળ બની જાય છે. આ સિવાય માનવી ના જીવન મા આવતી તકલીફો થી પણ છુટકારો મળે છે.

જો હવે સનાતન ધર્મ પ્રમાણે જોવા જઈએ તો ઘણી વસ્તુઓ પર સનાતન ધર્મે નિષેધ ની માન્યતા આપી છે. તો આજે તેના મુજબ અમુક ખાદ્ય પદાર્થ વિશે જાણીશું કે જેનું સેવન બીજા ના પાસે થી લઇ ને કરવા પર શાસ્ત્રો ની દ્રષ્ટીએ નિષેધ માનવામા આવ્યું છે. ભારતીય શાસ્ત્રો પ્રમાણે એવું પણ માનવામા આવે છે કે આ વસ્તુઓ નુ બીજા ના ઘરે થી લઇ ને સેવન કરવામા આવે તો તે ઘણું નુકસાનદાયક સાબિત થાય છે.

હિંદુ શાસ્ત્રો મુજબ રોજ ના જીવન મા આવી અમુક વસ્તુઓ નુ બીજા ના ઘરે ન ખાવી જોઈએ. આવું કરવા થી તે વ્યક્તિ નુ ધન, યશ તેમજ વૈભવ ને મોટું નુકશાન થાય છે. આ સિવાય તમારી વિચારવા ની શક્તિ પણ ધીરે-ધીરે ઓછી થતી જશે. તો ચાલો જાણીએ કે એવી કઈ-કઈ વસ્તુઓ છે કે જે બીજા ના ઘર ની ન ખાવી જોઈએ.

સૌથી પહેલી વસ્તુ છે તલ. તલ ને માનવ શરીર માટે એક ઘણું સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ માનવામા આવે છે. પરંતુ ભારતીય શાસ્ત્રો મુજબ ક્યારેય પણ બીજા વ્યક્તિ ના ઘર ના તલ ન ખાવા જોઈએ. આ શાસ્ત્રો મા દર્શાવ્યું છે કે જો તમે બીજા વ્યક્તિ ના ઘર ના તલ આરોગો છો તમે તેના ઋણી બનો છો માટે જેટલી માત્રા મા તમે તેના તલ ખાશો તેટલું જ તમારે આગળ ના જન્મ મા તેને ચુકવવું પડશે. આ માટે ક્યારેય પણ બીજા ના ઘર ના તલ ન ખાવા જોઈએ.

હા તમે તલ બજાર માંથી ખરીદી કરી ને ખાઈ શકો છો. ઘણી વખત એવું પણ કેહવામા આવે છે કે જો તમે બીજા વ્યક્તિ ના ઘર ના તલ ખાવ છો તો તેમની ગરીબી તમારા પર આવવા લાગે છે. આ માટે જ ભારત મા પહેલે થી જ એવી પ્રથા નુ પાલન કરવામા આવતું કે ક્યારેય બીજા ના ઘર ના તલ ખાવા જોઈએ નહિ પરંતુ અત્યાર ના આ યુગ મા લોકો આવી માન્યતાઓ ને સ્થાન આપતા નથી. અત્યારે પણ ભારતીય પરંપરા મા માનનારા વ્યક્તિઓ આ વાત નુ અનુસરણ કરે છે.

આ સિવાય ની બીજી વસ્તુ છે નમક. હવે આ નમક નુ નામ આવતા જ ઘણા લોકો ને એવો પ્રશ્ન થશે કે શું જયારે કોઈ ના ઘરે જમવાનું આમંત્રણ મળ્યું હોય તો તેના ઘરે જમવા જવાનું નહી પરંતુ એવું નથી અહિયાં નમક જયારે કોઈ પણ વાનગી ની અંદર ઉમેરવા મા આવ્યું હોય તો તે નુકશાન નથી કરતું. આથી આનો અર્થ એવો થાય છે કે જયારે પણ કોઈ ના ઘરે જમવાનું આમંત્રણ મળ્યું હોય તો વાનગી મા આવેલ નમક જ આરોગવું ઉપર થી નાખવું નહી.

ભારતીય શાસ્ત્રો મુજબ ઉપર થી માંગી ને નાખવામા આવતા નમક થી આપણા ઘર મા દરિદ્રતા વધે છે તેમજ ધન નો નાશ થવા લાગે છે. આ સિવાય જો સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ જોવા જઈએ તો પણ ઉપર થી નમક ઉમેરી ને ખાવું પણ માનવ સ્વાસ્થ્ય માટે નુકશાન કારક સાબિત થાય છે. આ સિવાય નમક નુ એક બીજું નામ લુણ પણ છે માટે જો બીજા ના ઘર નુ લુણ ખાવા થી તમારા પર તેમનું એટલું લુણ વધે છે.

જો કોઈ વ્યક્તિ ના ઘર ના સભ્યો ની બુદ્ધિ વિપરીત હોય તેમજ તેઓ અધર્મ નુ આચરણ કરતા હોય તો તેવા વ્યક્તિઓ ના ઘર નુ નમક આ મુજબ ઉપર થી લઈ ને આપણા ભોજન મા નાખી ને ખાવા મા આવે તો ભારતીય શાસ્ત્રો પ્રમાણે તેવું ભોજન આરોગવા થી આપણી બુદ્ધિ તેમજ વિચારો મા પણ મલિનતા આવી જાય છે અને આપણો સ્વભાવ અને વિચાર પણ તેના જેવા થવા લાગે છે. આ માટે જ આ વાત નુ ખાસ ધ્યાન રાખવું કે કોઈ ના પણ ઘરે જમવા જઈએ તો ગમે તેવું ભોજન મોળું બન્યું હોય પણ તેમા ઉપર થી નમક ન ઉમેરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *