ભૂલ્યા વગર ઉમેરી દો ઘઉંના લોટમા આ એક વસ્તુ, શરીરની તાકાતમા થશે સો ગણો વધારો અને મળશે અન્ય લાભ….

Spread the love

દરેક ઘરમાં ઘઉંની રોટલી તો બને જ છે. આ રોટલી બનાવવા માટે લોટ બાંધતા સમયે તેમાં મોણ તો ઉમેરવામાં આવે છે. જેને લીધે રોટલી નરમ અને ફૂલેલી તેમજ પૌષ્ટિક બની જાય છે. પરંતુ શું તમે જાણો છો ઘઉં અને સોયાબીન ના લોટ થી બનાવેલી રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘઉં અને સોયાબીનને મિક્સ કરીને આ લોટની રોટલી બનાવવા થી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે.

સોયાબીનમાં પ્રોટીન, એમીનો એસિડ, વિટામિન કે, રિબોફ્લેવિન, ફોલેટ, વિટામિન બી-૬, થયમીન, વિટામીન સી, લોહતત્વ, ફોસ્ફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, કોપર, ઝિંક, સેલેનિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તત્ત્વોથી છલોછલ હોય છે. આ ઉપરાંત પણ તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર તેમજ કાર્બોહાઈડ્રેટ પણ ઉત્તમ માત્રામાં હોય છે. તેમાં રહેલા લેસિથિન ત્વચા અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તેથી હવે જ્યારે પણ તમે ઘઉંનો લોટ દળાવવા માટે જાવ ત્યારે તેમાં સોયાબીન મિક્સ કરવાનું ન ભૂલતા. ૧૦ કિલો ઘઉમાં ૧ કિલો સોયાબીન મિક્સ કરો. લોટની રોટલી ખાવાથી તમારી તંદુરસ્તી જબરદસ્ત રહેશે. એકવાર આ રોટલી જરૂર બનાવો તેનાથી તમને તમારી નજરે તમને લાભ જોવા મળશે.

સોયાબીન ની રોટલી ખાવાથી તથા તેનું દૂધ પીવાથી સાંધાના દુખાવા દૂર થાય છે. જે સ્ત્રી નાના બાળકને દૂધ પીવડાવતી હોય તે સોયનું દૂધ પીવે તો તેના સ્તન માં ક્યારેય દૂધ ની કમી નહી થાય. આપણા શરીરમાં ત્વચા, માંસ પેશીઓ, નખ, વાળ વગેરેની રચના માં પ્રોટીન જરૂરી છે. તેથી શરીરમાં પ્રોટીન નું પ્રમાણ જાળવી રાખવું તે ખૂબ જ મહત્વનું છે. તેથી સોયાબીન, ફણગાવેલા ઘઉં, બીનોલનો લોટ, ચણા, મસૂર, વટાણા તેમજ દરેક પ્રકારની દાળ અને મગફળી નું સેવન કરવું જોઈએ.

સોયાબીનમાં ફોસ્ફરસ ભારે માત્રામાં હોય છે તેથી તે મસ્તિષ્કના જ્ઞાનતંતુ ની બીમારી એટલે કે મિર્ગી, હિસ્ટીરિયા, યાદશક્તિની નબળાઈ, સુકારો રોગ તેમજ ફેફસા સંબંધિત બીમારીઓમાં ઉત્તમ કાર્ય આપે છે. સોયાબીનનો લોટ લેસિથિન તત્વોથી ભરપૂર હોય છે જે જ્ઞાનતંતુની બીમારીઓ દૂર કરવા માટે ફાયદાકારક છે.

લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડવા માટે સોયાબીન નું દૂધ ફાયદાકારક છે. આ ઉપરાંત હાડકા સાથે જોડાયેલા રોગો અને શરીરની નબળાઈ દૂર કરવા માટે પણ સોયાબીન ફાયદાકારક છે. ડાયાબિટીસ વાળા લોકો માટે છે સોયાબીન ની રોટલી અથવા તેનું દૂધ એક ઉત્તમ પથ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *