ભોજનને જલ્દી પચાવવા માટે આ છે ખુબ જ અસરકારક અને કુદરતી ઉપાયો, જાણો અને એકવાર અજમાવી જુઓ…

Spread the love

શરીરનું પાચન ખરાબ હોવાને કારણે શરીરમાં કેટલીક મુશ્કેલીઓ થાય છે. કામ કરવાની ઈચ્છાઓ થતી નથી. વધારે મસાલાવાળું ખાવું, પાણી પીવાનું ન રાખવું, કસરતો ન કરવી જેવા ઘણા કારણોથી શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે. તેથી ભોજન બરાબર પચતું નથી. તેનાથી કબજિયાત, એસિડિટી, આંતરડામાં બળતરા અને સોજો આવવો જેવી અનેક બીમારીઓ થાય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે ભોજન લેતા પહેલા કેટલાક સલાડ લેવા જોઈએ. તેનાથી પાચનક્રિયા મજબૂત બને છે.

ભોજન કરતાં પહેલા ફળ કે સલાડ ખાવા:

ફળ અને સલાડ ભોજન કરતા પહેલા થોડા સમયે કરવું જોઈએ. તેમાં ખૂબ પ્રમાણમા ફાઈબર રહેલું હોય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. શરીરનું વજન નિયંત્રિત રાખી શકાય છે. પાચનશક્તિ મજબૂત બને છે. કબજિયાત જેવી પેટની તકલીફ થતી નથી. તેનો નિયમિત ઉપયોગ કરવાથી પેટની કોઇ બીમારીઓ ઉદભવતી નથી.

ભોજન કરતી વખતે ગરમ પાણી કે છાશ પીવી:

છાસ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ભોજન કરતી વખતે તેનો ઉપયોગ કરવાથી પેટની કોઈ તકલીફ થતી નથી અને પાચન સરળતાથી થઈ શકે છે.તેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો દૂર થાય છે. કેટલાક લોકોને છાસ પસંદ ન હોય તે લોકોને પાણી પીવું જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઠંડુ પાણી કે ફ્રીઝમાં મૂકેલું પાણી ન પીવું જોઈએ.

એકસાથે વધારે ન જમવું જોઈએ:

એકસાથે વધારે ભોજન કરવાથી પાચનક્રિયાને વધારે સક્રિય બનવું પડે છે. તેથી જ્મેલું ભોજન બરાબર પચતું નથી. થોડા થોડા સમયે ભોજન લેવું જોઈએ. તેથી પાચનશક્તિ બરાબર રહે છે. વધારે ભોજન એકસાથે કરવામાં આવે તો કેટલીક પેટની તકલીફ થાય છે.

જમ્યા પછી વજ્રાસનમાં બેસવું:

ભોજન કર્યા બાદ વજ્રાસનમાં બેસવાથી જ્મેલું ભોજન ઝડપથી પચી જાય છે. જમીને તરત સૂઈ ન જ્વું જોઈએ. થોડો સમય ચાલવું જોઈએ. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાથી કરોડરજ્જુ સીધા રાખવા જોઈએ. તે સ્થિતિમાં બેસવાથી પાચનશક્તિ ખૂબ સારી રહે છે. પેટની કોઈ તકલીફ થતી નથી.

જમ્યા પછી થોડીવાર ચાલવું:

ભોજન કર્યા પછી થોડો સમય ચાલવું જોઈએ. તેનાથી ભોજન બરાબર પછી શકે છે. શરીરની પાચનક્રિયા મજબૂત બને છે. તેનાથી આંતરડાની કોઈ સમસ્યા થતી નથી. આ ઉપાય નિયમિત કરવાથી પેટની સમસ્યાઓ થતી નથી. આંતરડામાં કોઈ બીમારી થતી નથી.

રાત્રે સૂવાના ૩ કલાક પહેલા જમવું જોઈએ:

કેટલાક લોકોને જમ્યા બાદ તરત સુવાની ટેવ હોય છે. તે ખૂબ કેએચઆરબી ટેવ કહી શકાય છે. સુવાના ૩ કલાક પહેલા જમવું જોઈએ. તેથી ઊંઘ સારી આવે છે અને ભોજનનું બરાબર પાચન થઈ શકે છે. જમ્યા પછી વજ્રાસનમાં બેસવું જોઈએ. થોડું ચાલવું જોઈએ. તેથી પાચનક્રિયા સારી રહે છે અને કોઈ પેટની તકલીફ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *