ભોજન સિવાય પણ અન્ય ઘણી બધી જગ્યાએ ઉપયોગી બને છે ખાંડ, જો તમે નથી જાણતા ખાંડના આવા ઉપયોગ વિશે, તો એકવાર આ લેખ અવશ્ય વાંચજો…

Spread the love

ખાંડનો ઉપયોગ તમે અવશ્ય કરતા જ હશો. આનો ઉપયોગ આપણે બધા ચા બનાવા માટે રોજ કરીએ છીએ. આના સિવાય આપણે રસોડામા અનેક વાનગીઓ બનાવા માટે કરીએ છીએ. આપણા રસોડામા ઘણી એવી વસ્તુઓ છે જે જેનો ઉપયોગ રસોઇ બનાવાની સાથે બીજા ઘણા કામમા પણ થાય છે. ખાંડનો ઉપયોગ તમે સાફ સફાઇમા પણ કરી શકો છો. આના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

આને મોટાભાગના લોકો રસોઇ બનાવામા કરે છે. વધુમા વધુ તમે આને તમે સ્કીન પ્રોડ્ક્ટસના રૂપમા વાપર્યુ હશે. તેથી તમે આનો વપરાશ સાફ સફાઇમા થાય છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ આનો વપરાશ ઘરની સાફ સફાઇ માટે કેવી રીતે થાય છે.

વાસણ ધોવા માટે :

આમા રહેલ ચીકાસ આપણે બધા નિમકની મદદથી દુર કરી શકે છે. પરંતુ ખાંડ પણ સારી છે. ચાર થી પાંચ ચમચા ખાંડ લેવી અને તેમા એક મોટો ચમચો બેકિંગ સોડાને ભેળવવા જોઇએ. તેમા અડધો વાટકો પાણી નાખીને હલાવી લેવુ જોઇએ. આ પાણીથી આને ધોવાથી તે ચમકવા લાગશે.

ચાંદીને સાફ કરવા માટે :

ચાંદીની વસ્તુ થોડા સમયે કાળી પડી જ જાય છે. તેથી તેને વારંવાર સાફ કરવી પડે છે. તેને સાફ કરવા માટે ત્રેણ મોટી ચમચી ખાંડ અને તેમા થોડુક ગુલાબજળ ભેળવવુ જોઇએ. તેને હલાવીને તેનુ મિશ્રણ બનાવુ જોઇએ. આ પાણીથી કાળી પડેલ ચાંદીની વસ્તુઓ સાફ કરવી જોઇએ. આમ કરવાથી તે નવુ હોય તેમ ચમકી જશે.

કાટના ડાઘ દુર કરવા માટે :

આમ ઘણા લોકો કપડામા લોખંડમા રહેલ કાટના ડાઘ પોડી જાય છે. તેને દુર કરવા માતે બે મોટી ચમચી ખાંડ લેવી અને તેમા લિંબુ નો રસ ભેળવવો જોઇએ. જે જગ્યા પર ડાઘ હોય ત્યા આને લગાવીને ઘસવુ જોઇએ. તે સુકાય એટલે તેને સાદા પાણીથી ધોવુ જોઇએ.

ફ્લોરને સાફ કરવા માટે :

તમે તમારા ઘરના ફ્લોરને સાફ કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. આપણા હાથમાથી અવારનવાર ઘની વસ્તુઓ ફર્સ પાર પડી જાય છે અને તેના ડાઘ થઇ જાય છે. અને અમુક સમયે લાદી ઝાંખી થાય છે. તેને સાફ કરવા માટે અડધો વાટકો ખાંડ લેવી અને તેમા બે થી ત્રણ ચમચી સિરકા ભેળવવુ જોઇએ. આ પ્રવાહીને પાણીમા ભેળવીને ફર્સ પર પોતા મારવા જોઇએ. આમ કરવાથી ડાઘ દુર થશે અને લાદી ચમકવા લાગશે.

કપડાને સાફ કરવા માટે :

બધા લોકોને કપડા પર ઘણી જાતના ડાઘ થઇ જાય છે. ઘણા ડાઘ એવા ઘાટા અને જીદ્દી હોય છે કે તેને દુર કરવા ખુબ જ મુશ્કેલ છે. તેના માટે આ ખુબ જ અસરકારક ઉપાય છે. બે થી ત્રણ ચમચી ખાંડમા ચમચી એક ટમેટાનો રસ અથવા સોસ ભેળવવો જોઇએ. ત્યારબાદ તેમા થોડુક નિમક ભેળવવુ જોઇએ. આને કપડા પર જે જગ્યાએ ડાઘ છે ત્યા લગાવુ જોઇએ. તે સુકાય પછી તેને પાણીથી સાફ કરવુ જોઇએ. જે કપડામાથી રંગ ન નિકળતો હોય તેના પાર આને લગાવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *