ભીલવાડા મા કોરોના ઉપર કાબુ મેળવવા ૨૪ કલાક ફરજ પર રહી એસ.ડી.એમ ટીના ડાભી, લોકો નુ જીવન બચાવી, ઘરે-ઘરે જઈને પહોંચાડયુ ભોજન

Spread the love

મિત્રો, ભીલવાડા મા વર્ષ ૨૦૧૫ મા આઈ.એ.એસ. ની પરીક્ષા મા ટોપર રહેલી દલિત સમાજ ની ટીના ડાભી હાલ ફરી એકવાર ચર્ચામા છે. યુ.પી.એસ.સી. ની અઘરી પરીક્ષામા દેશમા પ્રથમ આવીને મેરિટ ની પૌરાણિક કથા તોડીને તેણીએ સાબિત કરી બતાવ્યુ કે છોકરીઓ કઈ પણ કરી શકે છે. હાલ, ફરી એકવાર ટીના ડાભી એ પોતાની આવડત અને કાર્યક્ષમતા સાથે કોરોનાવાયરસ ને આખા રાજસ્થાનમા ફેલાતો અટકાવ્યો.

રાજસ્થાન ના ભિલવાડામા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ના પદ પર ટીના ડાબી ૨૪ કલાક ફરજ પર રહીને આજે ચર્ચામા છે. સોશિયલ મીડિયા પર હાલ તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ભિલવાડા મોડેલ દ્વારા તેમણે ફક્ત લોકોના જીવ જ બચાવ્યા નથી પરંતુ, આ લોકડાઉનમા ઘરે-ઘરે જઈને રાશન પણ આપ્યુ છે. રાજસ્થાન નો ભીલવાડા જિલ્લો હાલ સમગ્ર વિશ્વ મા ચર્ચા નુ કારણ બન્યો છે.

તે દેશ ના એવા જિલ્લાઓ મા નો એક જિલ્લો હતો કે જ્યા શરૂઆતના દિવસોમા કોરોના વાયરસના ચેપના અનેક કિસ્સા બન્યા હતા. એવો અંદાજ પણ લગાવવામા આવી રહ્યો હતો કે અહીં ની પરિસ્થિતિ લગભગ બેકાબૂ થઇ હતી. ત્યા સુધી વાતો થઈ હતી કે, રાજસ્થાન ની સ્થિતિ ઇટાલી જેવી થઇ શકે છે. જો કે, હાલ પરિસ્થિતિ એટલી હદ સુધી નિયંત્રણ મા આવી ગઈ છે કે તમે વિશ્વાસ નહી કરી શકો.

જેના કારણે ભીલવાડા મોડેલ હાલ સમગ્ર દેશમા ચર્ચા નુ કારણ બન્યો છે. જેમા અહીનુ જિલ્લા વહીવટીતંત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે. ભીલવાડા ના જિલ્લા વહીવટીતંત્રે કોરોના ની સમસ્યા દૂર કરવા માટે જે મોડેલ લાગુ પાડ્યુ હતુ તે છે ‘સંપૂર્ણ લોકડાઉન’. ટીના ડાબી પણ આ વહીવટકર્તાઓ ની ટીમ ના એક સદસ્ય હતા. તેમણે કહ્યું કે, આ મોડેલ ને કેવી રીતે લાગુ કરવુ એ તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતુ.

તેમણે કહ્યુ કે, પહેલા તો આખો જિલ્લો રઘવાયો થયો હતો પરંતુ, ત્યારબાદ લોકો ને પરિસ્થિતિ વિશે સમજાવી સ્થિતિ ને નિયંત્રણ મા લાવવામા આવી હતી. ઓક્ટોબર ૨૦૧૮ થી ટીના ડાભી એ ભીલવાડા ના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે. તેમણે કહ્યુ કે, ૧૯ માર્ચે તેમને કોરોના ચેપ ના પહેલા કેસ ની જાણ કરવામા આવી હતી.

ત્યારબાદ ૨૦ માર્ચે વહીવટીતંત્રએ આ અંગે પગલા ભરવાનુ નક્કી કર્યું હતુ અને ત્યારબાદ ૨૫ માર્ચે ભીલવાડા ને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામા આવ્યુ. તેમણે કહ્યુ કે, ફક્ત ૨ જ કલાકમા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રાજેન્‍દ્ર ભટ્ટે આ નિર્ણય લીધો હતો કે અહી ચેપ ના ફેલાય તે માટે કર્ફ્યુ લગાવવા ની આવશ્યકતા છે અને જિલ્લા ને સંપૂર્ણપણે સીલ કરી દેવો જોઇએ.

ટીના ડાભીએ જણાવ્યુ હતુ કે, આ અંગે નો આદેશ આવતા ની સાથે જ તેમણે આખુ શહેર બંધ કરી દીધુ હતુ અને લોકો ને ના ડરવાની અપીલ કરી હતી. આ સમય દરમિયાન ઘણા લોકો ને સમજાવવા પણ પડયા અને અમુક લોકો ને ઠપકો પણ આપવો પડ્યો હતો. તેમણે કહ્યુ કે આ કાર્ય જરાપણ સરળ નથી. આ કડક પગલા લીધા પછી ના ૩-૪ દિવસમા શહેર અને જિલ્લા માથી કોલ આવવાનું શરૂ થયુ હતુ.

પરંતુ, આખી ટીમે પોતપોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી. આ સમય દરમિયાન અમુક સખત નિર્ણયો પણ લેવાયા. આ સમય દરમિયાન વહીવટીતંત્રએ પણ ખાતરી આપી હતી કે લોકો ને તેમના ઘર સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી આપવામા આવશે, જેથી તે લોકો ને આ અંગે કોઈ સમસ્યા ના થાય અને જોખમ ની ગંભીરતા ને સમજી શકાય.

ભીલવાડા મોડેલ હાલ દિલ્હી સહિત સમગ્ર દેશમા અપનાવવા મા આવી રહ્યુ છે અને હોટસ્પોટ્સ ને ઓળખી તેને સીલ કરવામા આવી રહ્યા છે જેથી, ચેપ ને નિયંત્રણ મા લાવી શકાય. રાજેન્દ્ર ભટ્ટ ની સાથે ટીના ડાભી ની પણ પ્રશંસા થઇ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *