ભારતીય ડાક વિભાગ ની ધમાકેદાર સ્કીમ, ગેરેંટી થી થશે પૈસા ડબલ, જાણો આ યોજના વિશે અને ઉઠાવો લાભ…

Spread the love

આજના જમાનામા પૈસાએ બધાની સામાન્ય જરૂરત બની ગઇ છે. તેથી બધા તેને મેળવવા માટે ઘણી બધી મહેનત કરે છે. બધા પોતાના નાણાને બમણા કરવા અનેક પ્રયત્નો કરે છે. તમે પણ તમારા નાણાને બમણા કરવાનુ વિચારી રહ્યા છો. તો તેના માટે પોસ્ટ ઓફિસ એક સારી જગ્યા છે. ત્યા તમે થોડા જ મહિનાઓમા તમારા નાણાને બમણા કરી શકો છો. આમ ઓછા સમયમા તમારા નાણા ડબલ થાય છે.

આમા ખતરો ઓછો રહે છે અને નાણાની સારી એવી બચત થાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે અનેક જાતની નવી નવી યોજનાઓ બનાવે છે અને તેને ચલાવે છે. આમ તેની યોજના માની એક યોજના કિસાન વિકાસ પત્ર છે. આ યોજનામા તમે તમારા નાણાને ૧૨૪  માસની આજુબાજુમા નાણા બમણા થાય છે. તો ચાલો આજે આપણે આ યોજના વિશેની પુરી માહિતી જાણીશુ.

હમણા ૧લી એપ્રિલએ ૨૦૨૦ના રોજથી કરવામા આવેલ ફેરફારથી તમને આ યોજનામા વર્ષનુ ૬.૯ % જેટલુ વ્યાજ મળે છે. આની પહેલા ભારત સરકાર આ યોજના પર ૭.૬ %નુ વ્યાજ આપતી હતી. તમે સરકારની આ યોજના નાણાનુ રોકાણ કરો છો તો તમારા નાણા દસ વર્ષ અને ચાર માસ બાદ બમણા થાય છે. એટલે નાણાને બમણા કરવા માટે એક સો ચોવિસ માસ લાગે છે. જો તમે આ યોજનામા બે લાખનુ રોકાણ કરો છો અને તે દસ વર્ષ બાદ ચાર લાખ રુપિયા થઇ જાય છે.

સો રુપિયાના મલ્ટીપલમા નાણા જમા થાય :
આ યોજનામા તમે સો રુપિયાની મલ્ટીપલ રુપિયાની રકમ જમા કરાવી શકો છો. તમારે તમારા આ ખાતામા  નાણા જમા કરાવાના હોય છે. આ યોજનામા નાણા જમા કરવાની કોઇ પણ મર્યાદા નથી. તમે આમા ગમે તેટલા નાણા જમા કરાવી શકો છો. આમા યુવાન અને વૃદ્ધ લોકો ખાતુ ચાલુ કરી શકે છે.

કોણ ખાતુ ખોલી શકે :

કિસાન વિકાસ પત્ર યોજનામા તમે સંયુક્ત ખાતુ પણ ખોલાવી શકો છે. આમા વૃધ્ધ લોકો પણ ખાતુ ચાલુ કરી શકે છે. સંયુકત ખાતામા વધુમા વધુ ત્રણ માણસ રહી શકે છે. આના સિવાય યુવાનો પણ તેમનુ ખાતુ ખોલી શકે છે. દસ વર્ષથી વધારે ઉમરના લોકો પણ આ ખાતુ ધરાવી શકે છે. તે લોકોને તેમા તેના વાલી અથવા કોઇ વડીલ મદદ કરી શકે છે. આમા દિવ્યાંગ લોકો પણ ખાતુ ખોલાવી શકે છે. તેમના વતી તેના વાલીઓ અથવા ઘરના બીજા કોઇ સભ્ય તેને ચલાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *