ભારતનું એક એવું શહેર કે જ્યાં કાજુ મળે છે બટેટા ડુંગળીના ભાવે, કારણ જાણીને તમે ચોંકી જશો

Spread the love

મિત્રો, મુખ્યત્વે જયારે પણ તમે બજાર મા કાજૂ નો ભાવ પૂછો એટલે તમે આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ, કાજૂ નું નામ સાંભળતા જ બધા ને તે ખાવા નું મન તો અવશ્ય થઈ જાય. પરંતુ , બજાર મા કાજૂ નો ભાવ એટલો વધારે છે કે સામાન્ય લોકો માટે કાજૂ ની ખરીદી કરવી અશક્ય બની જાય છે.

કાજૂ નું સેવન કરવું એ સામાન્ય વ્યક્તિ માટે સ્વપ્ન જોવા સમાન છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે કે આપણાં ભારત મા જ એવું એક શહેર છે જ્યાં તમને કાજૂ ડુંગળી ના ભાવ માં મળશે. આ વાત સાંભળીને તમને આ જગ્યા વિશે જાણવાની તાલાવેલી અવશ્ય લાગી હશે તો ચાલો આજે આ લેખ માં જાણીએ કે એવી કઈ જગ્યા છે જ્યાં કાજૂ મફત ના ભાવ મા મળે છે.

જ્યાર થી લોકો ને આ વાત વિશે ખ્યાલ પડ્યો છે કે અહીં બટાટા-કાંદા ના ભાવ પર કાજુ મળે છે ત્યાર થી અહીં લોકો ની અવર-જ્વર ખૂબ જ બહોળા પ્રમાણ મા વધવા માંડી છે. આ કાજુ સસ્તા હોવા ની વાત સાંભળી ને આશ્ચર્ય તો તમને પણ થઇ રહ્યુ હશે કે કાજુ આટલા સસ્તા કઈ રીતે હોઈ શકે? પરંતુ , જયાં સુધી તમે આ પાછળ છુપાયેલુ કારણ નહિ જાણી લો, ત્યાં સુધી તમને કાજુના સસ્તા હોવા પાછળ નું રહસ્ય નહિ ખબર પડે.

કાજુ ખાવા અથવા ખવડાવાની વાત સાંભળતા જ સામાન્ય રીતે લોકો ના હોશ ઉડી જાય છે. એવામાં કોઈ એવું કહે કે તમને કાજુ બટાટા-ડુંગળી ના ભાવ માં મળી રહેશે તો તમે કદાચ જ વિશ્વાસ કરશો. એટલે કે જો તમે દિલ્હી માં અંદાજે ૮૦૦ રૂપિયા કિલો કાજુ ની ખરીદી કરો છો તો અહીં થી ૧૨૦૦ કિલોમિટર ના અંતરે દૂર ઝારખંડ વિસ્તાર મા કાજુ ખૂબ સસ્તા મળી કહે છે. અહી જામતાડા જિલ્લા મા તમને કાજુ ૧૦ થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહે છે.

જામતાડા ના એરિયા મા અંદાજીત ૪૯ એકર વિસ્તાર મા કાજુ ના બગીચા છે. બગીચા મા કાર્ય કરતા બાળકો અને મહિલાઓ કાજુને ખૂબ જ નીચા ભાવ મા વહેંચી દે છે. આ કાજુ ના પાક પર અહિંના આજુબાજુ ના વિસ્તાર ના અનેક લોકો નું ગુજરાન ચાલી રહ્યુ છે. આ કાજુ ના બગીચા જામતાડા બ્લોક મુખ્યાલય થી અંદાજીત ૪ કિલોમિટર નાં અંતરે સ્થિત છે.

આ બગીચા બનવા પાછળની રહસ્યમયી ગાથા :

સૌથી રહસ્યમયી વાત એ છે કે જામતાડામાં કાજુ ની આ બહોળા પ્રમાણ માં પૈદાશ થોડા વર્ષ ના પરિશ્રમ બાદ શરૂ થઈ છે. અહિ ના વિસ્તાર ના લોકો એવું જણાવે છે જામતાડા ના પૂર્વ ઉપાયુક્ત કૃપાનંદ ઝાને કાજુ નું સેવન કરવું અત્યંત પ્રિય હતું. આ કારણોસર તેઓ એવું ઈચ્છતા હતા કે જામતાડામાં કાજુ ના બગીચા બની જાય તો તે એકદમ ફ્રેશ કાજુ નું ઘરબેઠા સેવન કરી શકે. આ વિચારણા બાદ કૃપાનંદ ઝાએ ઓડિશા માં કાજુ ની ખેતી કરનાર લોકો ને મળ્યા.

તેમણે કૃષિ વૈજ્ઞાનિકો ને જામતાડાની ભૌગોલિક સ્થિતિ તપાસ કરવા જણાવ્યું. ત્યારબાદ અહીં કાજુ ની વાવણી ની નાના પાયે શરૂઆત કરેલ. અમુક વર્ષો નો સમયગાળો વ્યતીત થતાં અહીં કાજુની મોટાપાયા પર ખેતી થવા લાગી. જયારે કૃપાનંદ ઝા એ આ જગ્યા છોડી ત્યાર બાદ નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને ફકત ૩ લાખ રૂપિયા ભુગતાન પર ૩ વર્ષ માટે આ બગીચા ની સારસંભાળ ની જવાબદારી સોંપવામાં આવી.

એક અંદાજ પ્રમાણે બગીચા મા દર વર્ષે હજારો ક્વિન્ટલ કાજુ ફળે છે. સારસંભાળ ના અભાવ મા સ્થાનિય લોકો અને અહીંથી પસાર થનાર કાજુ તોડીને લઈ જાય છે. કાજુ ના બગીચા મા જોડાયેલા લોકો એ ઘણીવાર રાજ્ય સરકાર ને આ પાકની સુરક્ષા માટે ની પોકાર લગાવી, પરંતુ , આ વાત પર કોઈ વિશેષ ધ્યાન ના આપવામાં આવ્યુ. ગત વર્ષે સરકાર દ્વારા નાળા વિસ્તાર માં ૧૦૦ હેક્ટર જમીન પર કાજુ ના છોડ લગાવવા ની જાહેરાત કરી હતી.

છોડરોપણ ની પણ બધી પ્રકાર ની તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ કાજુ ના છોડ લગાવવા ની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કૃષિ વિભાગ ને આપવામાં આવી, પરંતુ હજુ સુધી આ કાર્ય નો પ્રારંભ થઈ શક્યો નથી. સરકાર આ વિસ્તાર ના ખેડુતો ની હાલત સુધારવા માટે અહીં કાજુ ની બાગવાની વધારવા અને તેમને યોગ્ય ભાવ અપાવવાના વચનો તો આપી રહી છે. પરંતુ , તેની અમલવારી ક્યારે થશે તેના વિશે કંઈ જ અંદાજો ના લગાવી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *